rashifal-2026

Deshi Upchar: ખાંસીનો ઘરેલુ ઉપચાર

Webdunia
રવિવાર, 25 નવેમ્બર 2018 (08:14 IST)
કોઇપણ ઋતુ હોય પણ કેટલાક લોકોને શરદી અને ઉધરસની સમસ્યા હંમેશા સતાવતી રહે છે દવાઓ કરતાં જો ઘરગથ્થું ઉપચાર કરવામાં આવે તો  સારા પરિણામ આપી શકે છે. તો જાણી લો ઉધરસ દૂર કરવાના આ ઘરગથ્થુ ઉપાયો..
 
- ગરમ કરેલ પાણીમાં મીઠું અને બે લવીંગનું ચૂર્ણ નાખી સવાર-સાંજ કોગળા કરવાથી ગળામાંથી કફ નીકળી જઇ ખાંસી મટે છે. મીઠું અને લવીંગ બંને જંતુ નાશક છે. 2-3 દિવસ આ ઉપાય કરવાથી ભારે ખાંસી પણ મટે છે.
 
=  હુંફાળું ગરમ પાણી જ પીવું, સ્નાન પણ નવશેકા પાણી થી કરવું. જેમ બને તેમ વધારે કફ નીકળી જાય તે માટે જ્યારે પણ ગળામાં કફ આવે કે તરત થૂકતા રહેવું. વધારે ખટાશવાળા, ચિકાસવાળા, ગળ્યા, તેલવાળાં પદાર્થોનું સેવન ન કરવું. ઠંડી હવા અને ઠંડા તથા ઠંડી પ્રકૃત્તિવાળાં પદાર્થોનું સેવન પણ ન કરવું.
 
-  દર ચારેક કલાકે બબ્બે ત્રણ-ત્રણ લવીંગ મોં માં રાખી ચસતા રહેવાથી ગમે તેવી ખાંસી-સૂકી, ભીનીં કે કફ યુક્ત થોડા દિવસોમાં મટી જાય છે.
 
-  તુલસીના 8-10 તાજા પાન ખૂબ ચાવીને દરરોજ સવાર, બપોર, સાંજ ચાવતા રહેવાથી ગમે તે પ્રકારની ખાંસી કાબૂમાં આવી જાય છે.
 
-  મૂઠીભર સેકેલા ચણા ખાઇ, ઉપર પાણી પીવાથી ઉધરસ ઓછી થાય છે.
 
-  નાની એલચી તવી પર બાળી, કોયલો કરી, ધૂમોડો નીકળી જાય એટલે વાસણ ઢાંકી દેવું. તેનું ¾ ગ્રામ ચર્ણ ઘી તથા મધ સાથે દિવસમાં ત્રણ વાર ચાટવાથી સૂકી ખાંસી મટે છે.

- 10-15 તુલસીના પાન, 8-10 કાળી મરીની ચા બનાવીને પીવાથી સૂકી ઉધરસમાં ફેર પડે છે.

-  મરીના બારીક પાઉડરમાં થોડો ગોળ મેળવી સાધારણ કદના ગોળીઓ બનાવવી. દર બે કલાકે આ ગોળી ચૂસ્તા રહેવાથી કોઇપણ પ્રકારની ખાંસી મટે છે. નાના બાળકોને પણ આ આપી શકાય.
-  દર ત્રણ કલાકે એક ચમચી તાજા માખણમાં વાટેલી સાકર નાખી ધીમે ધીમે ચાટી જવાથી સૂકી ખાંસી જડમુડથી મટે છે. નાના બાળકોમાં તો આ પ્રયોગ ખરેખર આર્શિવાદ રુપ છે, કેમ કે બાળક હોંશે હોંશે સાકર-માખણ ખાસે અને ખાસી મટી જશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

AUS vs ZIM Cricket Score Updates: ઝીમ્બાબવે એ કર્યો મોટો ઉલટફેર, રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલીયાને હરાવ્યું

ગુજરાતના ડ્રીમ પ્રોજેક્ટ : ધોલેરામાં આકાર લઈ રહ્યું છે વિશ્વકક્ષાનું 'ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ'

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે 'જંગ': હવે ભાજપના પૂર્ણેશ મોદીને ટક્કર આપવા કોંગ્રેસના શૈલેષ પરમાર મેદાનમાં

ગુજરાત બોર્ડ પરીક્ષા 2026 : 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગનો 'માસ્ટર પ્લાન' તૈયાર

7.97 કરોડના હાઈબ્રિડ ગાંજા સાથે ભાઈ-બહેનની ધરપકડ, અમદાવાદથી બેંકોક સુધી ફેલાયા તસ્કરોના તાર

વધુ જુઓ..

ધર્મ

Ramadan 2026 : આધ્યાત્મિકતાનો મહિનો, 'રમઝાન', ટૂંક સમયમાં આવી રહ્યો છે! પહેલો ઉપવાસ ક્યારે રાખવામાં આવશે અને તેના નિયમો શું છે તે જાણો.

Shiv Puja- શિવ પૂજા સામગ્રી

Mahashivrarti 2026- મહાશિવરાત્રી પર શિવલિંગ પર બોર કેમ ચઢાવવામાં આવે છે? અહીં જાણો

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Vijaya Ekadashi February 2026 : આજે વિજયા એકાદશી, જાણી લો પૂજા વિધિ, શુભ મુહુર્ત અને વ્રત કથા

આગળનો લેખ
Show comments