Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્કિન સમસ્યા માટે રામબાણ છે ફટકડી, જાણો આના 7 ફાયદા

Webdunia
મંગળવાર, 2 ઑક્ટોબર 2018 (00:24 IST)
alum benefits
વર્ષોથી આપણા સૌના ઘરમાં ફટકડીનો ઉપયોગ થતો આવ્યો છે. રસાયણ વિજ્ઞાનમા તેને પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટના નામથી ઓળખવામાં આવે છે. આયુર્વેદમાં પણ ફટકડીના અનેક ઔષધીય ગુણો બતાવ્યા છે. એવુ માનવામાં આવે છે કે સ્કિન સાથે જોડાયેલ સમસ્યઓ સહિત 20 હેલ્થ પ્રોબ્લેમને ફટકડી દૂર કરે છે. જાણો તેના 7 ફાયદા 
 
1. ખીલના દાગ-ધબ્બા - ફટકડીના પ્રયોગથી દરેક પ્રકારની ખીલ કે ફોલ્લીઓના દાગ અને કાળા ધબ્બા ઠીક થાય છે ફટકડીના પાણીને મોઢાના ડાધ પર 20 મિનિટ સુધી લગાવી રાખો અને પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો. તેનાથી ડાઘ ઠીક થાય છે. 
 
2. વાગી ગયુ હોય તો - વાગ્યાના નિશાન હોય કે ક્યાક કટ લાગવાથી બ્લીડિંગ થઈ રહ્યુ હોય તો ઘા પર ફિટકરી ઘસીને લગાવવાથી થોડાક જ મિનિટમાં લોહી વહેવુ બંધ થઈ જાય છે. જો કે તેનો ઉપયોગ નાના કટ કે ઘા માટે જ ઉપયોગી છે. ફટકડીની વધુ માત્રા શરીરમા જવી હાનિકારક છે.  તેથી તેને બાળકોથી દૂર રાખો. . 
 
3. દુર્ગંધ મટાડવા માટે - ફટકડીનો પ્રયોગ નેચરલ ડિયોડેરેંટના રૂપમાં પણ કરવામાં આવે છે.  પરસેવાને કારણે બગલમાથી આવનારી સ્મેલને ફટકડીના પ્રયોગથી ખતમ કરી શકાય છે.  પણ તેનો ઉપયોગ રોજ ન કરવો જોઈએ. 
 
4. મોઢાના ચાંદા ઠીક કરવા - ફટકડીનો પ્રયોગ મોઢાના ચાંદા દૂર કરવામાં માટે પણ કરી શકાય છે. ફટકડીનુ પાણી મોઢાના ઘા કે ચાંદા પર 30 સેકંડ લગાવી રાખો અને પછી સ્વચ્છ પાણીથી કુલ્લા કરો કે મોઢુ ધુવો. આવુ દિવસમાં બે-ત્રણ વાર કરવાથી મોઢાના ચાંદા ઠીક થાય છે. 
 
5. પાણી સ્વચ્છ કરવા માટે - ફટકડી પાણીની અશુદ્ધિઓ દૂર કરવામાં ખૂબ ઉપયોગી છે.  6 મિલીગ્રામથી એક લીટર પાણી સ્વચ્છ કરી શકાય છે. ધ્યાન રાખો કે પાણીમાં ફટકડીની વધુ માત્રા મિક્સ થવાથી તેના નકારાત્મક પ્રભાવ પણ થઈ શકે છે. 
 
6. ચેહરાની સ્કિન ટાઈટ કરવા માટે - ચેહરની સ્કિન ટાઈટ કરવા માટે પણ ફટકડીનો પ્રયોગ પ્રભાવકારી છે. આ માટે ગુલાબજળ મતલબ રોઝ વોટર સાથે ફટકડી તમારા ચેહરા પર લગાવશો તો ત્વચા ટાઈટ થાય છે. ધ્યાન રાખો કે ફટકડીનુ પાણી આંખોમાં ન જાય. 
 
7. ત્વચાની સુંદરતા માટે - ચેહરાને ફટકડીની મદદથી ઘોવાથી કે સ્કિન પર ફટકડીનો લેપ લગાવીને ધોવાથી સ્કિન સ્વચ્છ થાય છે. તેના નિયમિત પ્રયોગથી સ્કિનના બધા દાગ ધબ્બા મટી જાય છે અને ત્વચામાં નિખાર આવે છે. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments