Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ કેર : ઓપરેશન વગર પથરી દૂર કરવાનો એકમાત્ર ઈલાજ 'કળથી'

Webdunia
P.R
પથરી બહુ કષ્ટદાયક રોગ છે. તે સામાન્યપણે 30થી 60 વર્ષની ઉંમરની વ્યક્તિઓમાં થતી જોવા મળે છે અને સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં તેનું પ્રમાણ ચારગણું જોવા મળે છે. આજે ભારતના પ્રત્યેક 2000 પરિવારોમાંથી એક પરિવાક આ પીડાદાયક સ્થિતિથી પીડિત છે, પણ સૌથી દુખદ બાબત એ છે કે આમાંથી કેટલાક ટકા રોગી જ આનો સાચો ઇલાજ કરાવે છે. એલોપેથીમાં ઓપરેશન જ એક ઉપચાર છે. પણ 'કળથી' આ રોગની ખાસ દવા છે.

કળથીને સંસ્કૃતમાં કુલત્થ, હિંદીમાં કુલથી, અંગ્રેજીમાં હોર્સગ્રામ ( Horse gram) લેટિનમાં કોલીફોસ બ્લાઈફ્લોરસ કહે છે. કળથી કઠોળ વર્ગમાં આવે છે. આજથી પચાસેક વર્ષ પહેલાં ગામડામાં કળથી શાક તરીકે અઠવાડીયામાં એક બે વખત લોકોના ઘરોમાં બનતી હતી. તે અડદ જેવી હોય છે. જોવામાં લાલ રંગની હોય છે અને તેની દાળ બનાવીને રોગીઓને આપવામાં આવે છે. કળથીને પથરીનાશક ગણાવવામાં આવી છે. કિડનીની પથરી અને પિત્તાશયની પથરી માટે ફાયદાકારક ઔષધિ છે. આયુવર્વેદમાં ગુણધર્મ અનુસાર કળથીમાં વિટામિન એ હોય છે. તે શરીરમાં વિટામિન એની પૂર્તિ કરી પથરીને રોકવામાં મદદરૂપ બને છે. બજારમાં તે કોઇપણ કરિયાણાની દુકાનમાં સરળતાથી મળી રહે છે.

પ્રભાવ -
કળથીના સેવનથી પથરી તૂટીને કે ઓગળીને નાની થઇ જાય છે જેનાખી પથરી સરળતાથી મૂત્રાશયમાં જઇને પેશાબના માર્ગે બહાર નીકળી જાય છે. તેના સેવનથી પેશાબની માત્રા અને ગતિ વધી જાય છે જેનાથી રોકાયેલા પથરીના કણ પર વધુ દબાણ પડવાને કારણે તે નીચેની તરફ ખસીને બહાર થઇ જાય છે.

ઉપયોગ -
1 સેન્ટીમીટરથી નાની પથરીમાં તે સફળ ઔષધિ છે. 25 ગ્રામ કળથીને 400 મિલીલીટર પાણીમાં દરરોજ સવાર સાંજ 50-50 મિલીલીટર લેવાથી પેશાબની સાથે પથરી નીકળી જશે. અલબત, આ પ્રયોગ શરૂ કર્યા પહેલા અને પછી તપાસ અચૂક કરાવો. પરિણામ સામે આવી જશે. તેને અન્ય દાળની જેમ પણ ખાઇ શકાય છે. કળથી 25 ગ્રામ લઇને મોટી-મોટી પીસીને 16ગણા પાણીમાં રાંધો, ચોથા ભાગનું પાણી બાકી રહે એટલે તેને ગળી લો. તેમાંથી 50 મિલીલીટર સવાર-સાંજ લેતા રહો. આમાં થોડું સિંધાલૂણ નાંખીને ઉપયોગ કરો.

પથરી ફરીથી ન થાય -
જે વ્યક્તિને પથરી એકવાર થઇ જાય છે તેને તે ફરીથી થવાનું જોખમ રહે છે માટે પથરી નીકળી ગયા પછી પણ રોગીઓએ કળથીનું સેવન કરતા રહેવું. કળથી પથરીમાં અમૃત સમાન છે.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments