Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોળીની રાત્રે લગાવેલ 1 દિપક તમારુ નામ રોશન કરી દેશે

Webdunia
ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2020 (17:22 IST)
ફાગણ માસની પૂનમ છે. જ્યોતિષ વિદ્વાનો મુજબ હોળી અને દિવાળી એવા વિશેષ અવસર છે જ્યારે દરેક પ્રકારની સાધનાઓ તાંત્રિક ક્રિયાઓ અને નાના-નાના ઉપાય પણ સાર્થક થઈ જાય છે. જો તમને લાગે છે કે કોઈએ પોતાના પર તાંત્રિક અભિચાર કર્યો છે જેને કારણે તમારી પ્રગતિ ઠપ્પ થઈ ગઈ છે તો દેશી ઘી માં પલાળેલા બે લવિંગ એક પતાશા એક નાગરવેલનું પાન હોળિકા દહનમાં અર્પિત કરો. બીજા દિવસે ત્યાની રાખ લાવીને શરીર પર મસળો અને નહાઈ લો. તાંત્રિક અભિચાર દૂર થઈ જશે. 
આર્થિક પક્ષ મજબૂત કરવા માટે હોળીની સવારે ઘરના મુખ્ય દ્વાર પર સુંગંધયુક્ત ગુલાલનો ઢગલો બનાવીને તેના પર દ્વિમુખી દીવો લગાવો. રાત થતા સુધી તે પ્રગટતો રહેવો જોઈએ.  હોળીની અગ્નિમાં તેને નાખી દો. ધન વૃદ્ધિના યોગ બનશે અને ઉન્નતિના અવસર ખુલશે. 
 
-જો વેપારમાં સતત ખોટ કે આર્થિક નુકશાન થઈ રહ્યુ છે તો હોલિકા દહનની સાંજે દુકાન કે મકાનના મુખ્ય દ્વારના ઊંબરે ગુલાલ છાંટો તેના પર લોટથી બનેલો ચોમુખી દીવો પ્રગટાવો. એ દિવાને પ્રગટતી હોળીમા પધરાવો. 
 
-જીવનનો દરેક પ્રકારનો અવરોધ દૂર કરવા માટે અને જગતમાં પોતાનુ નામ રોશન કરવા માટે હોલિકા દહનની રાત્રે ઘરના મુખ્ય દ્વાર પર સરસવના તેલનો ચોમુખી દીવો પ્રગટાવો. આ દિવો સવાર સુધી પ્રગટતો રહેવો જોઈએ. 
 
-દાંપત્ય જીવનમાં મીઠાસ લાવવા માટે રૂ ની 108 દિવેટ દેશી ઘીમાં પલાળીને હોલિકામાં સંબંધના સુધારની પ્રાર્થના સહિત નાખો. 
 
-જો તમને લાગે છે કે બાળકોને કોઈની નજર લાગી ગઈ છે તો દેશી ઘી માં પલાળેલી પાંચ લવિંગ એક બતાશુ એક પાનનુ પત્તુ હોલિકા દહનમાં અર્પિત કરો. બીજા દિવસે ત્યાની રાખ લાવીને તાવીજમાં ભરીને બાળકોને પહેરાવો. 
 
જો તમારા ઘરને ખરાબ નજર લાગી ગઈ છે તો તેને ઉતારવા માટે આ એક સોનેરી તક છે. દેશી ઘીમાં પલાળેલા બે લવિંગ એક બતાશુ સાકર એક નાગરવેલનુ પાન હોલિકા દહનમાં અર્પિત કરો. બીજા દિવએ ત્યાની રાખ લાવીને લાલ કપડામાં બાંધીને ઘરમાં મુકો. 
 

સંબંધિત સમાચાર

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

'કલ્કિ 2898 એડી' માં અમિતાભ બચ્ચનુ અશ્વત્થામા લુક આવ્યુ સામે, અવતાર જોઈને તમે પણ રહી જશો દંગ

અભિનેતા પંકજ ત્રિપાઠીના બનેવીનું અકસ્માતમાં મોત

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

ગુજરાતી જોક્સ - કાલે રાત્રે ટ્રેનમાં

જોક્સ- બીજી પણ એક બેસી શકે

આગળનો લેખ
Show comments