Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતની અત્યાર સુધીની લોકસભાની ચૂંટણીઓનો ઈતિહાસ

Webdunia
પ્રથમ ચૂંટણી - પ્રથમ લોકસભા (1951 - 56 ) : ડીસેમ્બેર 1951થી જાન્યુઆરી 1952 સુધી દેશમાં પ્રથમ ચૂંટણીઓ યોજાઈ . 51 રાજકીય પક્ષોએ ચૂંટણીઓમાં ભાગ લીધો . 21 રાજકીય પક્ષો સંસદમાં ચૂંટાઈ આવ્યા . કોંગ્રેસ લોકસભામાં 74.5 % સીટો પ્રાપ્ત કરી . અને કુલમતના 44 . 9 % મત પ્રાપ્ત કર્યા.

બીજી લોકસભા ( 1957 - 62 ) : ભારતના સ્વતંત્ર બાદ બીજી ચૂંટણી બાદ બીજી ચૂંટણી બાદ 1957 માં થઇ કોંગ્રેસ પક્ષે બેઠકોમાંથી 74.5 % બેઠકો પ્રાપ્ત કરી અને કુલ મતદાનના 44.78 % મત પ્રાપ્ત
કર્યા .

ત્રીજી લોકસભા (1963 -67 ) : ભારતમાં ત્રીજી ચૂંટણી 1963 માં થઈ હતી કોંગ્રેસે 72.9 % બેઠકો પ્રાપ્ત કરી અને કુલ મતદાનના 44 .72 % મત પ્રાપ્ત કર્યા .

ચોથી લોકસભા (1967- 71 ) : ભારતમાં ચોથીવાર ચૂંટણી 1967 માં થઇ હતી . કોંગ્રેસ કુલસીટમાંથી 52 . 42 % સીટો પ્રાપ્ત કરી અને કુલ મતદાનની 40.72 % મત પ્રાપ્ત કર્યા .

પાંચમી લોકસભા : ચોથી લોકસભા બરખાસ્ત કરીને દેશમાં મધ્યસ્થ ચૂંટણી 1971 થઇ. કોંગ્રેસ લોકસભાની કુલ 518 બેઠકોમાંથી 350 બેઠકો પ્રાપ્ત કરી હતી . કુલ મતોના 43.98 % પ્રાપ્ત કર્યા હતા .


છઠી લોકસભા : 1977 માં છઠી ચૂંટણી દેશ ભરમાં યોજાઈ. લોકસભાની કુલ 542 બેઠકો પર આ ચૂંટણી યોજાઈ , જનતા પાર્ટીએ બહુમતી પ્રાપ્ત કરી કુલ મતના 43.16 % પ્રાપ્ત કરીને મતો મળ્યા . મોરારજી દેસાઈ દેશના પ્રથમ બિન - કોંગ્રેસી વડાપ્રધાન બન્યા.

સાતમી લોકસભા : જનતા પક્ષમાં ભંગાણ પડતાં મોરારજીભાઈ દેસાઈએ રાજીનામું આપ્યું . કોંગ્રેસના ટેકાથી ચરણસિંહ વડાપ્રધાન બન્યા, પરંતુ કોંગ્રેસી ટેકો 1 મહિના બાદ પાછો ખેચી લીધો. જનતા પક્ષની સરકારનું પતન થયું . છઠી લોકસભા બરખાસ્ત થઇ, દેશભરમાં જાન્યુઆરી , 1980માં મધ્યસ્થ 2/3 બહુમતી પ્રાપ્ત કરી લોકસભાની કુલ 542 બેઠકોમાંથી 353 બેઠકો પ્રાપ્ત થઇ .

આઠમી લોકસભા : દેશભરમાંથી આઠમી ચૂંટણી 1984 માં થઇ. રાજીવગાંધીના નેતૃત્વમાં કોંગ્રસે 401 બેઠકો પ્રાપ્ત કરી. રાજીવગાંધી દેશના નવયુવાન બન્યા.

નવમી લોકસભા : નવમી ચૂંટણી 1989 માં થઇ. કોંગ્રેસની હાર થઇ . નેશનલ ફ્રન્ટની સરકાર રચાઈ .
જનતાદળના વિશ્વનાથ પ્રતાપસિંહ સાતમાં પ્રધાનમંત્રી બન્યા. નેશનલ ફ્રન્ટમાં ભંગાણ પડતો વિ .પી . સિંહની સરકારનું પતન થયું . ચંદ્ર શેખર દેશના વડાપ્રધાન બન્યા.

દસમી લોકસભા : નવમી લોકસભા બરખાસ્ત કરવામાં આવી. દેશમાં મધ્યસ્થ ચૂંટણી 1991 માં યોજાઈ. સૌથી વધારે બેઠકો કોંગ્રેસ (આઈ) ને મળી . શ્રી. પી , વિ , નરસિંહરાવ દેશમાં નવા વડાપ્રધાન બન્યા.


P.R
અગિયારમી લોકસભા : અગિયારમી ચૂંટણી 1966માં યોજાઈ. કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહિ . ભાજપને સૌથી વધારે બેઠકો મળી, સૌથી મોટા પક્ષ તરીકે સરકાર રચવાનું આમંત્રણ મળ્યું . પરંતુ બહુમતી ન હોવાને કારણે વાજપેયી સરકારનું 13 દિવસમાં પતન થયું . કોંગ્રેસના ટેકાથી સંયુક્ત મોરચા સરકાર સત્તા પર આવી. એચ . ડી . દેવગૌડા વડાપ્રધાન બન્યા . કોંગ્રેસે ટેકો પાછો ખેચી લીધો, મોરચા સરકારનું પતન. અગિયારમી લોકસભાનું પતન થયું . લોકસભા બરખાસ્ત કરવામાં આવી. દેશમાં મધ્યસ્થ ચૂંટણીની જાહેરાત.

બારમી લોકસભા : ભાજપને સૌથી વધારે બેઠકો પ્રાપ્ત થઇ . આથી પક્ષોના ટેકાથી ભાજપ સત્તા પર આવી . અટલબિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા. બારમી લોકસભામાં ભાજપના સાથી પક્ષ એ.આઈ.ડી. એમ. કે. આઈ. એ ટેકો પાછો ખેચી લેતો ભાજપ સરકાર લઘુમતીમાં મૂકાઈ ગઈ હતી . સંસદમાં શ્વાસનો મત લેતો ભાજપ સરકાર એક મતે વિસ્વાસનો મત હારી ગઈ હતી. આથી ભાજપ સરકારનું પતન થયું . કોઈ પણ પક્ષ સ્પષ્ટ બહુમતી પુરવાર કરી શકે તેમ ન હતું. તેથી રાષ્ટ્રપતીએ કેબિનેટની ભલામણ અનુસાર 26-4 -99 ના રોજ બારમી લોકસભાનું વિસર્જન થયું હતું .

તેરમી લોકસભા : 13 મી લોકસભાની ચૂંટણીઓ માટે 5 સપ્ટેમ્બર 1999 થી 4 ઓક્ટોમ્બર , 1999 સુધી દેશમાં પાંચ તબક્કામાં 538 બેઠકોની ચૂંટણી માટે મતદાન યોજાયું . આ ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્રીય લોકશાહી મોરચા (એન. ડી. એ.) એ 304 બેઠકો પ્રાપ્ત કરીને બહુમતી પ્રાપ્ત કરી. તેરમી લોકસભાનું નિર્માણ ઓક્ટોમ્બર , 1999 ના રોજ થયું . 13 મી લોકસભામાં 13 મા વડાપ્રધાન તરીકે એન .ડી .એ .ના .નેતા શ્રી અટલબિહારી વાજપેયીએ 13 મી ઓક્ટોમ્બર , 1999ના રોજ શપથ ગ્રહણ કર્યા .

ચૌદમી લોકસભા : એપ્રિલ - 2004 માં ચૂંટણી બાદ ચૌદમી લોકસભા માટે ચૂંટણી યોજાઈ . આ ચૂંટણી કોંગ્રસ દ્વારા રચાયેલ સંયુક્ત પ્રગતિશીલ મોરચા - UPA ને બહુમતી મળતા તેની સરકાર રચાઈ . ડ્રો . મનમોહનસિંહ વડાપ્રધાન બન્યા.

પંદરમી લોકસભા : એપ્રિલ - મેં 2009 માં 15 મી લોકસભાની ચૂંટણીમાં UPA ને ફરીથી બહુમતી મળતાં સરકાર ટકાવી રાખી . ડો. મનમોહનસિંહ પ્રધાનમંત્રી તરીકે ચાલુ રહ્યા.

સંબંધિત સમાચાર

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

આગળનો લેખ
Show comments