Webdunia - Bharat's app for daily news and videos

Install App

સીયારામમય સબ જગ જાની

Webdunia
W.DW.D
ફક્ત હિન્દુ સમાજ માટે નહ ી, પરંતુ દરેક માણસ માટે પરંપરાઓ, આદર્શો અને આવી માન્યતાઓ, મર્યાદાઓની દરેક સમયે જરૂરત હોય છે જે તેને જનહીત માટે પ્રવૃત્ત કરે. તેના માટે જરૂરી છે કે જનહીત માટે પ્રવૃત્ત રહેનાર માણસ એટલો પ્રાસંગીક હોય કે તે મનુષ્યને ક્યારેય પણ એકલો ન રહેવા દે.

દશરથનંદન ફક્ત નિર્બળના બળ રામ નથી જેને મનુષ્ય ફક્ત સુતા, જાગતાં, રોતા- હસતાં, ખાતા-પીતા અને અને મરતાં સુધી યાદ રાખે છે. એટલા માટે તો ભગવાન રામ એક આરાધ્ય દેવ જ નહી, એક પૂજનીય સ્વરૂપ જ નહી પરંતુ વાલ્મીકીના એક એવા મહાનાયક છે કે જે લોકોની અંદર ક્યારેય પણ કોઇ પણ પ્રકારનો દોષ જોતા નથી.

તેઓના ઘર, પરિવારનું વર્તુળ તેમના મહેલ અયોધ્યા સુધી જ સિમિત નહોતુ એટલા માટે જ તેઓ વાંદરાઓ અને બીજા રીંછ જેવા સામાન્ય જીવોને પણ અપનાવી શક્યાં હતાં. તેનું કારણ એ જ છે કે રામનું આખું જીવન લોકોના દુ:ખ દૂર કરવા માટે અને બીજાઓને હંમેશા ખુશ રાખવામાં જ વ્યતીત થયું હતું.

આજના સંદર્ભમાં રામનું નામ એવા વિચારોનું સમગ્ર રૂપ છે કે જે કોઇ પણ માણસને અલૌકીક ચરિત્ર બનવવાની ક્ષમતા રાખે છે. માણસમાંથી દેવતા બનાવાનું શરૂઆતનું નામ જ રામ છે. તેમના નામને રાખતા મુનિ વશિષ્ઠે જણાવ્યું હતું કે રામ એક એવું નામ છે કે જે બધા જ માણસોને સુખ અને શાંતિથી ભરી શકે છે. તેઓ એક એવા રાજા હતાં કે જેઓએ પરિવારના લોકો અને પૂર્વજોના સુખોને વધું મહત્વ આપ્યુ હતું.

વાલ્મીકિની રામાયણ અને તુલસીદાસની રામચરિત માનસ સુધીમાં પણ આ નામને સન્માર્ગ પર લઈ જનાર જણાવ્યું છે. હિન્દીમાં મહાકવિ નિરાલાએ પણ તેઓને શક્તિના પુજારી નિરૂપીત કર્યા હતાં. ગાંધીજીનો દિવસ પણ રામધુન સિવાય શરૂ નહોતો થતો. તેઓના માટે રામ યથાસંભવ નિસ્પૃહતાથી જીવવાનું નામ હતું જેને તેઓએ પોત-પોતાના સ્તર પર આત્મસાત કર્યું હતું.

લોકો માટે રામ એક એવા સગુણ સાકાર સ્વરૂપ છે કે જેની જરૂરત તેમને દરરોજ અને દરેક ક્ષણે પડે છે. સાથે એક એવી દ્રષ્ટી છે, વિલક્ષણ વિશેષતા છે જેની આપણા જીવનમાં પ્રાસંગીકતાં દિવસો દિવસ વધતી જઈ રહી છે.

જ્યારે જરૂરી એ છે કે આપણે રામના મર્મને જીવનમાં આત્મસાત કરવાની શરૂઆત કરીએ અને બીજુ બધું એના પર છોડી દઈએ જે પ્રસંગોની રીતે આપણી સામે આવી જાય છે અને આપણને પ્રેરીત કરે છે કે રામના નામને જાણવાની સાર્થકતાને જીવનમાં ઉતારી લો તે જ રામના મર્મને જાણવાની સાચી ભક્તી હશે.

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

Show comments