Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે શુ ખાશો ?

Webdunia
જે પોતાની જીવન શૈલીમાં પરિવર્તન નથી કરી શકતી કે જેમની નોકરી જ આ પ્રકારની છે કે તેઓ ઈચ્છવા છતા પણ નિયમિત કસરત નથી કરી શકતા. તેણે પોતાના ખાવા-પીવામાં થોડો પરિવર્તન કરવો જોઈએ. ઉદા. તરીકે મૈદાથી બનેલ બ્રેડ અથવા બંસન બદલે મલ્ટી ગ્રેન બ્રેડનો વિકલ્પ શોધી શકાય છે. આજે દેશના દરેક મોટા શહેરમાં મલ્ટી ગ્રેન બ્રેડ મળી રહે છે, જે પેટ ભરવા માટે સ્વાસ્થપ્રદ વિકલ્પ છે. આ પ્રકારના કેટલાક વધુ ખાદ્ય પદાર્થ છે જેમને તમે વિકલ્પના રૂપમાં પસંદ કરી શકો છો અને રક્તમાં કોલેસ્ટ્રોલની માત્રાએ નિયંત્રિત કરી શકે છે.

ઉગેલા અનાજ -  તાજેતરમાં જ એક અભ્યાસથી આ વાત સામે આવી છે કે જે લોકોના ભોજનમાં આખુ અનાજ જેવા અંકુરિત ધાન્યનો સમાવેશ થાય છે તેમની કૈરોટિડ આર્ટરીની દિવાલ પાતળી રહે છે. સાથે સાથે તેઓ જલ્દી જાડા પણ નથી થતા. 

પિસ્તા-અખરોટ-બદામ -  અમેરિકી કોલેજ ઓફ કાર્ડોયોલોજીના જર્નલમાં એક શોધ અભ્યાસ પ્રકાશિત થયો છે. જેના મુજબ પિસ્તા ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલનુ સતર ઘટી જાય છે. અખરોટ દ્વારા દિલની શક્યત બીમારીથી બચી શકાય છે. પિસ્તા,અખરોટ અને બદામમાં રહેલ ઓમેગા-3 ફૈટી એસિડ અને એંટીઓક્સીડેટ્સ વસાયુક્ત ભોજનમાં રહેલ સૈચુરેટેડ ફેટ્સ દ્વારા આર્ટરીઝને થનાર નુકશાનની ભરપાઈ કરી શકાય છે. 

અળસિયાનુ તેલ -  આ તેલના ઉપયોગથી હાઈ બીપીને નિયંત્રિત કરી શકાય છે. અભ્યાસ દ્વારા જાણી શકાય છે કે જે મધ્ય આયુ વર્ગના પુરૂષોએ આઠ ગ્રામ અલસીનુ બીજ નિયમિત રૂપે ખાધુ તેમનુ બીપી ઓછુ થયુ. આ તેલમાં પુષ્કળ પ્રમાણમાં ઓમેગા-3 ફૈટી એસિડ્સ હોય છે. 

કાળા સોયાબીન -  સાયંસ અને ફૂડ એંડ એગ્રીકલ્ચર અમેરિકાના જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ કાળા સોયાબીનનો ઉપયોગ કરવાથી જાડાપણું ઓછુ થાય છે. એલડીએલ કોલેસ્ટ્રોલ, સાથે જ ટાઈપ-2 ડાયાબિટીઝનુ જોખમ પણ ઓછુ થાય છે. 

દાડમનો ર સ -  દાડમનો રસ કોલેસ્ટ્રોલના થક્કા બનવા ઓછા કરી દે છે. નાઈટ્રિક ઓક્સાઈટનુ ઉત્પાદન વધારી દે છે. નાઈટ્રિક એસિડથી આર્ટરીઝમાં જામેલા થક્કા ઓછા થવામાં મદદ મળે છે. 

દહીં -  સૌથી છેલ્લા અને સૌથી મહત્વપૂર્ણ ખાદ્ય પદાર્થ છે દહી, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં તમારી મદદ કરે છે. દહીંમા રહેલા પ્રોબાયોટિક્સ લૈક્ટોબેસિલિયસ એસિડોફિલિસ કોલેસ્ટ્રોલનુ સ્તર ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. બની શકે કે તમે આજે કોલેસ્ટ્રોલના વધતા સ્તરના જોખમ પર ન હોય, પરંતુ ખાદ્ય પદાર્થોની પ્રાથમિકતામાં પરિવર્તન કરી તમે ભવિષ્યમાં પણ થનારા સંકટોથી બચી શકો છો. 

શુ હોય છે ખરાબ કોલેસ્ટ્રોલ 

એલડીએલ કે ખરાબ કોલેસ્ટ્રોલ વસાનો એ થક્કો હોય છે જે નસોની દિવાલ પર ચોંટી જાય છે અને તેને સખત બનાવી દે છે. થક્કાને કારણે જ રક્ત નળીઓનો આકાર સંકોચાઈ જાય છે અને યોગ્ય માત્રામાં લોહીનુ પ્રવાહી નથી બનતુ. મતલબ એ કે તમે જેટલુ સારુ કોલેસ્ટ્રોલ તમારા ભોજનમાં લેશો તેટલુ જ ઓછુ ખરાબ કોલેસ્ટ્રોલ તમારા લોહીમાં રહેશે. બની શકે કે તમને તમારુ ખરાબ કોલેસ્ટ્રોલ ઓછુ કરવા દવાઓની જરૂર પડે, પરંતુ યોગ્ય આહાર લેવાની સાથે સાથે તમારે  નિયમિત કસરત પણ કરવી જરૂરી છે. હંમેશા સમય સમય પર કોલેસ્ટ્રોલના સ્તરની તપાસ કરાવતા રહો.

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mahakumbh 2025- મહાકુંભની મુલાકાત લેવા માટે કેટલો ખર્ચ થશે

Garud Puran: મૃત્યુ પછી કેમ વાંચવામાં આવે છે ગરુડ પુરાણ ? જાણો નિયમ, કથા અને મહત્વ

Mahakumbh 2025- મહાકુંભ 2025 માટે સાત રાજ્યોમાંથી દોડશે સ્પેશિયલ ટ્રેન, રેલવેએ જાહેર કર્યું ટાઈમ ટેબલ

Mahakumbh 2025 - પ્રયાગરાજ મહાકુંભ 2025 માં કેવી રીતે પહોંચીએ

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments