Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખોરાક ન ચાવવાથી વજન વધે છે

Webdunia
ગુરુવાર, 28 ઑક્ટોબર 2010 (12:18 IST)
જેમ વ્યક્તિનું શરીર પ્રાણ વગર અધૂરું છે, તેમ જ ખાધેલો ખોરાક જો યોગ્ય રીતે ચાવ્યો ના હોય તો નકામો છે. મોટા ભાગના લોકો માને છે કે પાચન પેટમાં થાય છે. આ વાત સાચી નથી. પાચન ખરેખર તો મોંમાંથી જ શરૂ થાય છે. મોઢાની અંદર લાળના એન્ઝાઇમ્સ ખોરાકને પચાવવા માટે બહુ જ જરૂરી છે.

તેમાંનું એક એન્ઝાઇમ જે ખોરાકને પચાવવા માટે મદદ કરે છે, તેનું નામ આલ્ફા એનાયલસ છે. આ એન્ઝાઇમ સ્ટાર્ચને બોડી સેલમાં પહોંચાડી શરીરને સ્ફૂર્તિ અથવા એનર્જી આપવાનું કામ કરે છે. જયારે ખોરાક પૂરતો ચવાતો નથી ત્યારે આ આલ્ફા એનાયલસ ખોરાકને સ્ટાર્ચમાં રૂપાંતર કરવાનો ચાન્સ મળતો નથી અને શરીરના સેલ્સ તેના વગર રહી જાય છે. બીજું મહત્ત્વનું એન્ઝાઇમ લિંગ્યુલા છે. જે જીભની નીચેથી ઝરે છે અને તે ખોરાકની ફેટને પચાવવાનું કામ કરે છે.

તમે ખોરાક બરાબર ચાવશો નહીં તો તમારું પાચનતંત્ર નબળું પડશે. પાચન બરાબર ન થવાથી તમને ગેસ, અપચો થઇ શકે. જયારે ખોરાક ચવાયો ન હોય, ત્યારે તેના મોટા મોટા ટુકડા જઠરમાં પડી રહે છે. તેમાં બેકટેરિયા પેદા થાય છે અને વધુ પડતા બેકટેરિયાથી અપચો અને ગેસ થાય છે અને તેના પોષક તત્ત્વો શરીરને પૂરતા ફાયદો કરતો નથી. મોટા ભાગના લોકો ચાવવાની તસ્દી લેતા જ નથી. ખોરાક ગળવા જેવો થાય એટલે ઉતારી દે છે.

એક કોળિયાને 30 થી 35 વખત ચાવો

હવે જયારે તમે ખોરાક ખાવ ત્યારે તેને ગળતાં પહેલાં બરોબર ચાવવાનો પ્રયત્ન કરજો. એવરેજ વ્યક્તિ એક કોળિયાને ૧૦ વખત ચાવે છે. તે વધારીને ૩૫ વખત ચાવવાનો પ્રયત્ન કરવો જોઇએ અને પછી તમને ખોરાકનો સ્વાદ માણ્યાનો અનુભવ થશે. આ ઉપરાંત, તમને લાગશે કે તમે ઓછો ખોરાક લઇ રહ્યા છો. કારણ કે તમે જલદી સંતોષાઇ જશો.

જમવાની સ્પીડ ધીરી રાખો

જમતાં જમતાં થોડી થોડી વારે ચમચી નીચે મૂકી દેવી. આમ કરવાથી ખાવાનું ધીમું થઇ જશે અને ખોરાકનો વધુ આનંદ લઇ શકાશે.

એકદમ પાણી ન પીશો

ખોરાક સાથે વધુ પડતું પાણી પીવાથી આંતરડામાં રહેલા પાચકતત્ત્વો ડાઇલ્યુટ થઇ જાય છે અને ખોરાક પચતો નથી. હા, વચ્ચે થોડું પાણી પી શકાય.

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Pongal 2025 Date: વર્ષ 2025 માં પોંગલ ક્યારે છે, જાણો તારીખ અને મહત્વ

Merry Christmas Wishes Cards Download: ક્રિસમસ પર શાયરાના અંદાજમાં તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો શુભેચ્છા સંદેશ

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

Tulsi Aarti- તુલસી માની આરતી

Christmas Songs - જિંગલ બેલ ગીત નાતાલ સાથે ક્યારે સંકળાયુ હતું?

Show comments