Webdunia - Bharat's app for daily news and videos

Install App

Haryana Assembly Election Live: મહમમાં હંગામો, ભાજપના ધારાસભ્ય બલરાજ કુંડુ સાથે ઝપાઝપી, કપડા ફાડ્યા

voting in haryana
Webdunia
શનિવાર, 5 ઑક્ટોબર 2024 (10:08 IST)
હરિયાણામાં આજે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યમાં આ વખતની વિધાનસભા ચૂંટણી મહત્ત્વની એટલા માટે છે કે છેલ્લી બે ટર્મથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી જો જીતે તો ત્રીજી વખત સત્તામાં આવશે. બીજી બાજુ કૉંગ્રેસ પાર્ટી દાવો કરી રહી છે કે રાજ્યમાં તે ફરીથી સત્તામાં આવી રહી છે. મતગણતરી આઠમી ઑક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે.
 
હરિયાણા વિધાનસભાની 90 બેઠક માટે ભાજપ, કૉંગ્રેસ, જનનાયક જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી તથા ઇન્ડિયન નૅશનલ લોકદળ અને બહુજન સમાજ પાર્ટીના ગંઠબંધન વચ્ચે મુકાબલો થશે. ભાજપ રાજ્યના મુખ્ય મંત્રી નાયબ સૈનીના ચહેરા પર ચૂંટણી લડી રહ્યો છે જ્યારે કૉંગ્રેસે હજુ સુધી મુખ્ય મંત્રી તરીકે કોઈ નામની જાહેરાત કરી નથી. વિધાનસભા ચૂંટણી માટે ઇન્ડિયન નૅશનલ લોકદળ અને બહુજન સમાજ પાર્ટીએ ગંઠબંધન કર્યું છે. ગઠબંધને જાહેર કર્યું છે કે જો તે જીતશે તો અભયસિંહ ચૌટાલા મુખ્ય મંત્રી બનશે. જાટ મતદાર, મહિલા કુસ્તી ખેલાડીઓ પ્રત્યે સહાનુભૂતિ તથા ખેડૂત આંદોલન જેવા મુદ્દા આગામી હરિયાણાની વિધાનસભાની ચૂંટણીમાં ભૂમિકા ભજવી શકે છે. 
 
2019ની લોકસભા ચૂંટણી સમયે ભાજપને તમામ 10 બેઠક મળી હતી, જ્યારે આ વખતે ભાજપને માત્ર પાંચ બેઠક જ મળી હતી.લોકસભાનાં ચૂંટણી પરિણામ પછી ભાજપ બંને રાજ્યોની ચૂંટણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા આતુર હશે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન સારું પ્રદર્શન કરીને ભાજપને પાછળ ધકેલવા ઇચ્છશે.

- ઇસરાનામાં સવારે  9 વાગ્યા સુધી 13.50%
ઈસરાના-13.50%, પાણીપત શહેર-4.50%, પાણીપત ગ્રામ્ય-6.10%, સામખા-7.50% મતદાન
 
- ગઢી સાંપલા-કિલોઈમાં સવારે 9 વાગ્યા સુધી 15% મતદાન
ગઢી સાંપલા-કિલોઈમાં 15%, કલાનૌરમાં 12.71%, મહેમ-8.20%, રોહતક 6.50%.
 
- સવારે 9 વાગ્યા સુધી 9.53 ટકા મતદાન
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલુ છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સવારે 9 વાગ્યા સુધી 9.53 ટકા મતદાન નોંધાયું હતું.
 

10:20 AM, 5th Oct
- કોંગ્રેસ તોશામથી જીતશે – અનિરુદ્ધ ચૌધરી
ભિવાની: તોશામના કોંગ્રેસના ઉમેદવાર અનિરુદ્ધ ચૌધરીએ કહ્યું, "...અહીં ખૂબ જ સારું વાતાવરણ છે, કોંગ્રેસ પાર્ટીની સરકાર આવી રહી છે. લોકોએ કોંગ્રેસ પાર્ટીને જીતાડવાનું મન બનાવી લીધું છે. કોંગ્રેસ પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. રચાશે અને તોશામ કોંગ્રેસ જીતશે."

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

એક અઠવાડિયા સુધી પીવો આ આદુનું પાણી, શરીર પર એવી અસર થશે કે તમે નવાઈ પામશો, આ રોગોમાં થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments