Webdunia - Bharat's app for daily news and videos

Install App

સલમાન લગ્ન કરે કે, ન કરે તમારે શું ?

જનકસિંહ ઝાલા
શુક્રવાર, 25 ડિસેમ્બર 2009 (18:42 IST)
આપણો ભારત દેશ વસ્તીની દૃષ્ટિએ સમગ્ર વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે અને હાલ જે ગતિએ ભારતની જનસંખ્યા વધી રહી છે તેને જોતા આપણે ચીનને પણ ટૂક સમયમાં ધોબી પછાડ આપીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી લઈશું તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

આમપણ આપણે ભારતીયો દરેક બાબતમાં
W.D
W.D
આગળ વધવા ઈચ્છીએ છીએ, કદાચ જનસંખ્યા વધારવામાં પણ.. આપણે હમેશા નવુ નવું જાણવા ઈચ્છીએ છીએ. દરરોજ વાસણમાં એકનું એક શાક પીરસાય તે આપણે બિલકુલ પણ ગમતું નથી.


We alway's want Change'. આમ જોઈએ તો આ પ્રકારના ગુણો અને જીજ્ઞાસાવૃતિ મનુષ્ય સ્વભાવમાં હોવી એક સ્વાભાવિક વાત છે પરંતુ જ્યારે તેનું પ્રમાણ વધી જાય છે ત્યારે તેને પચાવવા માટે કોઈ પણ ચૂર્ણ કામ લાગતી નથી અને તે પેટમાં અનેક સમસ્યાઓ ઉભી કરે છે.

આ પ્રકારના દુ:ખાવામાં ટીવી ચેનલો ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. અહીં આખો દિવસ હિરો-હીરોઈનના અફેર્સ, બ્રેકઅપ અને કુદરતી વિપત્તિઓના કારણે પૃથ્વીના વિનાશ થવાના ખોટા સમાચારો દેખાડવામાં આવે છે. જે મનુષ્યના મન અને ચિત્તને પૂરી રીતે ભ્રષ્ટ કરી દે છે. મોટાભાગના વ્યક્તિઓ આ સમાચારોને માત્ર મનોરંજનનું સાધન ન સમજીને તેને પોતાના અંગત જીવન સાથે જોડી દે છે.

રાખી સાવંત કોને વરમાળા પહેરાવશે, અભિષેક અને એશ્વર્યા ક્યારે ખુશખબરી આપશે ?, કૈટરીના અને સલમાન લગ્ન કરશે કે નહીં ? દીપિકા અને રણવીરના બ્રેકઅપ બાદ દીપિકાનું શું થશે ? આ બધી ચિંતાઓના કારણે આજે અનેક સ્ત્રીઓની ઉંઘ ઉડી ગઈ છે. જેનો ભોગ બિચારા ઓફિસેથી થાકીને આવેલા તેઓના પતિદેવોને બનવું પડે છે.

સલમાનના લગ્ન લઈને આજની યુવા પેઢી ઘણી આતુર છે. કદાચ સલમાન અને કેટરીના પણ એટલા આતુર નહીં હોય. 24 કલાક માત્ર સલમાન-કૈટરીના લગ્નની ચિંતા કરનારા
IFM
IFM
આ યુવાનો સ્વયંતો જુવાનીના છેલ્લા ઉંબરે આવીને ઉભા છે જ્યાં હજુ સુધી તેમનો હાથ જાલવા માટે કોઈ સુયોગ્ય પાત્ર તેમને મળ્યું નથી તેમ છતાં પણ પોતાથી દોઢ ગણી ઉમર ધરાવતા એક ફિલ્મ સ્ટારના લગ્નજીવનને લઈને દિવસ-રાત ચિંતિત રહે છે. આ ચિંતા ક્યારેક ક્યારેક તેઓને પોતાની કારકિર્દીમાં દોડમાં આગળ વધતા અટકાવે છે.


સલમાને તાજેતરમાં જ ઈંદૌરમાં એક ચૂંટણી પ્રચાર સમયે પોતાના લગ્નની વાતને ઉખેડી હતી. સલ્લૂએ કહ્યું હતું કે, તેઓ ટૂક સમયમાં જ લગ્ન કરવા છે. બસ આ સમાચાર જેવા જ સલમાનના મુખેથી બહાર નિકળ્યાં કે, દેશના અનેક સિનેપ્રેમીઓના કાન તેને સાંભળવા માટે તલપાપડ થવાં લાગ્યાં. પછી તો જાણે કર્ણયુદ્ધ જ સર્જાયું. એક કાન બીજા કાન સાથે લડવા માડ્યો. દરેક કાન આ ખબરને પહેલા સાંભળવા ઈચ્છતો હતો... પછી તો જ્યોતિષોને પણ સલમાનના લગ્નની ચિંતા સતાવવા માંડી. સલમાનની કુંડળીમાં તેઓને એવા ગ્રહો દેખાવા માડ્યાં જેના વિષે અત્યાર સુધી કોઈએ સાંભળ્યું અને જાણ્યું પણ ન હતું. કદાચ સલમાને ખુદે પણ નહી.

એવા પણ સમાચારો વહેતા થયાં કે, સલ્લૂ અને કૈટ અલગ થઈ ગયાં છે, બસ જ્યોતિષોને નવો મુદ્દો મળી ગયો. સલ્લૂ અને કૈટ શા માટે અલગ થયાં, હવે અલગ થઈ ગયાં જ છે તો સલમાનના જીવનમાં બીજી કઈ યુવતિ આવશે.
IFM
IFM
એશ્વર્યા સાથે સલમાનના લગ્ન શા માટે ન થયાં. આ તમામ ઘટનાઓની તેઓએ એવી મારીમચોડીને કુંડળી બનાવી કે, તેમાં અનેક ગ્રહો પોતાનું નિયત સ્થાન છોડીને બીજા સ્થાને પહોંચી ગયાં. સલમાનની સાથોસાથ આ ગ્રહો પણ હાલ પૂરી રીતે પરેશાન છે. સલમાન આ કુંડળીને ભૂસવા ઈચ્છે છે પરંતુ અફસોસ ભારત દેશની એક પણ સ્ટેશનરીની દુકાનમાં તેને ભૂસવા માટે ચેક રબ્બર મળતું નથી.


સલમાને એક વખત પોતાના લગ્ન વિષે પ્રતિક્રિયા આપતા કહેલું કે, 'લગ્ન તો માત્ર એક દિવસનો ઉત્સવ છે. લગ્ન અગાઉ એ જાણવું જરૂરી છે કે, બન્ને પ્રેમીઓ વચ્ચે અંડરસ્ટેડિંગ અને પ્રેમ કેવો છે.' ખુદ સલમાન જેને એક દિવસનો ઉત્સવ માને છે. તે એક દિવસની આપણે ન જાણે છેલ્લા કેટલાયે વર્ષોથી રાહ જોઈ રહ્યાં છીએ. હું પુછું છું ભાઈ શા માટે ? કરવા જેવા બીજા અનેક કામો છે ? ગેસનો બાટલો હજુ નોંધાવાનો બાકી છે, રાશન કાર્ડમાં ટપ્પૂનું નામ ઉમેરવાનું બાકી છે. ભરચોમાસે છતની દીવાલમાંથી પાણી ટપકે છે, ઘરના બારણાને ઉધઈ ખાઈ ગઈ છે. તેમ છતાં પણ આપણને તો સલ્લૂ ભાઈની ચિંતા છે.

ભાઈ... સલમાન લગ્ન કરશે કે વાઢો રહેશે અને કરશે તો પણ કોની સાથે ? તેની ચિંતા તમે શા માટે કરો છો ? આ કામ તેના માતા-પિતા પર અને ખુદ સલમાન-કેટરીના પર છોડી દો ને...જ્યારે પણ તેઓ લગ્ન કરશે ત્યારે તમને ખબર પડી જ જવાની છે. જેવી રીતે ઓલી શિલ્પાએ રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા ત્યારે ખબર પડી ગયેલી.. આમ પણ મારા મતે તમારા સલમાન ભાઈ સાથે એટલા ગાઢ સંબંધો તો નથી જ કે, તે પોતાના લગ્નનું એક આમંત્રણ કાર્ડ તમારા સરનામે મોકલે... તેમ છતાં પણ ચિંતા.. ચિંતા અને બસ ચિંતા.. આપણને ચેન પડતું નથી.. આખરે માનવ સ્વભાવ ખરોને.. કંઈક જાણવાની જિજ્ઞાસાવૃતિ ખરીને...

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Chicken Thukpa- સૂપ નહીં, ચિકન થુકપાની આ રેસીપી પેટ ભરશે અને શરદીથી પણ રાહત આપશે

Goa Liberation Day: આજે છે ગોવા મુક્તિ દિવસ, જાણો કેવી રીતે રાજ્યને આઝાદી મળી

Chiffon Saree Styling Tips : શિફોન સાડીમાં સુંદર દેખાવાના ટિપ્સ

Winter solstice Day 2024: 21મી ડિસેમ્બર છે વર્ષનો સૌથી ટૂંકો દિવસ, જાણો વૈજ્ઞાનિક કારણ

સુરતના પ્રખ્યાત રસાવાળા ખમણ બનાવાની રીત

Show comments