Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુરૂની ગરીમાંનું ગૌરવવંતુ પર્વ એટલે ગુરૂપુર્ણિમાં

Webdunia

કનક -કાંતા અને કિર્તીનાં પવન જેને હલાવી ન શકે તેવા મહામાનવ એટલે ગુરૂ.....

જીવાત્મા-ને સત્ય્રૂપી પરમાત્મા તરફ લઇ જાય તે સદગુરૂ.....

આજનો વ્ય-ક્તિસ અને સમાજ અનિતી, રાજનિતી, કપટનિતી, સંકુચિતતા, સ્વા ર્થ, અસંયમ, પરિગ્રહ અને ધોખાધડી જેવા અનેક કારણો અને ઉપકરણોથી ઘેરાયેલો છે. કારણ વગર જેટલુ અવળચંડુ અને કટુષાય એટલુ જ કાર્ય વિચિત્ર,વિષમય અને નિમ્નત કોટીનું બને છે. દરેક કાર્યનો પાયો છે વિચાર,કાર્ય કે આચાર એ વિચારનીજ ક્રિયાત્મઅકતા છે.વિચારની દશા-દિશા ઉપર કાર્યનાં શુભ અશુભ હોવાનો આધાર છે.શુભ વિચારો-શુભ સંકલ્પોન, શુભ અને કલ્યાઉણમયી કાર્યની ઉત્તમ ઈમારત ખડી કરે છે.સુંદર વિચાર અને સારા કાર્યો સત્વસશીલ શિક્ષણથી મળતા હોય છે. અને આવી ચેતનાં શિક્ષા ગુણીયલ ગુરુ જ આપી શકે . . વિક્રમ સંવતનાં અષાઢ માસની પૂર્ણિમાંને આપણે સૌ ગુરુપૂર્ણિમાં તરીકે ઉજવીએ છીએ. આમ તો અષાઢ માસ એટલે ત્યાીગ અને સેવાનો માસ, અષાઢી બીજ અને પૂનમ એ ધાર્મિકતામાં સત્કા ર્યોની સુવાસનાં દિવસ. . .ગુરૂની ભક્તિાની કૃતજ્ઞતા વ્યીક્તર કરવા સંસ્કામરી અને રાષ્ટ્ર ભાવનાં પ્રેરીત કાર્યથી દેશને ગૌરવ હાંસલ થાય તેવુ કાર્ય કરીએ.

અશુભ સંકલ્પો અને અનુચિત વિષયમ અને વિકારગ્રસ્ત કાર્યોની શૃંખલાનું નિર્માણ કરે છે.ઝેર પાયેલા તીર,ખંજર કે દોરાનો ઘસરકો તેનાં પાવા વાળાને પણ ખતમ કરી શકે છે તેમ વિષમ કાર્યોનું છે. ધૃણા તિરસ્કાસરની શીખ આપતા ઢોંગી ધતિંગબાજ ગુરૂ ઠગ વિઘા જ શીખવી શકે અને તેનો ભોગ પણ ખુદ જ બનતા હોય છે.

વેદમાં એક વાક્યછ એ અમર વાક્ય છે, ચારે દિશાએથી મને શુભ વિચાર પ્રાપ્તઅ થાઓ.ૅઆ વેદવાક્ય એ અમર વાક્યત છે. જીવન આનંદનું ઉત્તમતા અને શાંતીનું એક અતિ ગુઢ રહસ્યા એટલે આદર્શ ગુરૂપદ ,ઉત્તમ ચેતનાનો સંચાર ગૂરૂ તરફથી શિષ્યઅ તરફ વહે છે.

શાસ્ત્રો માં વિઘાનાં અનેક પ્રકાર બતાવવામાં આવ્યા્ છે. તેમાં મહત્વસનાં એવા ગુરૂમુખી વિઘા ,મન્મુૂખી વિઘા, સુર્યમુખી વિઘા અને સન્મુંખી વિઘા છે. ગુરૂનાં મુખેથી નિકળેલી આજ્ઞા કે વચનનું અક્ષરસઃ પાલન કરવુ તે ગુરૂમુખી વિઘા, ગૂરૂનાં વચનનો કે શાસ્ત્રો નો મનમાં આવે તેમ અર્થઘટન કે અમલ કરવો તે મનમુખી વિઘા, સુર્યનારાયણ પાસેથી વિઘા હાંસલ કરવા હનુમાનજી સુર્યનાં રથ આગળ પાછા પગે ચાલતા રહી જેમ પ્રતીકુળ પરિસ્થિ્તીએ પણ વિઘા હાંસલ કરતા તે પ્રયત્ન ને સુર્યમુખી વિઘા,અને ચોથી વિઘા એ સન્મુનખી વિઘા . . જેમાં શિષ્યં ગૂરૂની સન્મુેખ બેસી રહે ત્યાારે ચેતનાનું સંપ્રેષણ થાય છે. ચેતનાં ગુરૂ તરફથી શિષ્યઘ તરફ વહે તે સન્મુરખી વિઘા.આમ તો માનવ માત્રને જીવનથી મૃત્યુ સુધી નિરંતર શિક્ષાની જરૂરત રહે છે. તે પછી વ્યરક્તિવ પાસેથી મળે કે નિર્જીવ પદાર્થ પાસે કે પશુ-પક્ષી પાસેથી... દરેક વસ્તુલ,પદાર્થ કે સજીવ કઇંક તો બોધ આપતા જ હોય તે એક પ્રકારની શીખ જ છે. ગુરૂ દતાત્રેયને પણ અનેક ગુરુ ધારણ કર્યાની વાત આપણે સાંભળતા આવ્યાર છીએ. આપણી ગુર્જરધરાનાં પ્રાન્તુ પ્રમાણે નામ છે. જેમ કે ચરોતર, હાલાર, ભાલ, વાગડ, ઝાલાવાડ, સૌરષ્ટ્ર વગેરે અને તેમાય સૌરાષ્ટ્ર્નાં સોરઠ પરગણામાં પણ કાઠીયાવાડ, નાઘેર, ઘેડ,ઓખાઇ,બરડો, આલેચ, સોરઠ વગેરે આમ પ્રદેશ અને પ્રાન્તા પ્રમાણે રહેણીકરણી, પહેરવેશ, રીત રીવાજો, અને લોકસંસ્કૃ તિ પણ ભાતીગળ છે.

જુનાગઢનાં ભક્તકકવી નરસીંહ મહેતાએ રાધેક્રિષ્નાેને ગુરુમંત્ર બનાવીને દ્વારિકાધીશને પણ પામી શક્યાો હતા. આપાગીગા ,સત્ત દેવીદાસ, દાતાર, દાદા મેકરણ, શેઠ શગાળશા જેવા સંત સમાગમથી જીવનનાં મુલ્યો બદલી જાય છે ત્યા રે આપણાં જીવન ઘડતરમાં ફાળારૂપ ગુરુ તરીકે ભાગ ભજવનાર મહામાનવોને શ્રધ્ધાલપુર્વક મસ્તાક નમાવીને કૃતજ્ઞતા જો વ્યરક્તા ના કરીએ તો નગુણા લેખાશુ.

ગુરૂપુર્ણિમાં એટલે આધ્યારત્મીપક વિકાસનું સરવૈયુ કાઢવાનો પવિત્ર દિવસ, ગુરૂની ગરીમાંનું ગૌરવવંતુ પર્વ એટલે ગુરુપુર્ણીમાં . . આ ભવાટવીમાં ભમતા માનવીને દિવ્યુતાનો રાહ ચિંધનાર સદગુરુનાં ઉપકારોથી ઋણમુક્ત્ થવા ગુરૂનાં પૂજનનો મહિમાવંત દિવસ. . જેનું મન વશમાં ન હોય તે લઘુ અને જેનું મન વશમાં હોય તે ગુરૂ .. બસ આટલી જ વાત સમજીએ તો પણ લઘુ-ગુરૂનાં સિમાડા આપણે સમજી શકીશુ. ગુરુ એટલે સંયમની મુર્તિ,જીવમાં અજ્ઞાનનો અંધકાર દૂર કરી જ્ઞાનનો પ્રકાશ રેલાવે તે ગુરૂ. કનક -કાંતા અને કિર્તીનાં પવન જેને હલાવી ન શકે તેવા મહામાનવ એટલે ગુરૂ. . .જીવાત્મા-ને સત્ય્રૂપી પરમાત્મા તરફ લઇ જાય તે સદગુરૂ...

આપણાં ઈતિહાસમાં સ્વા.મિ વિવેકાનંદજી-રામકૃષ્ણય પરમહંસ, છત્રપતિ શિવાજી- ગુરૂ રામાનંદજી, સંતશ્રી જલારામ ગુરૂ ભોજલરામ, અરે શ્રી રામનાં ગુરૂ વિશ્વામિત્ર અને શ્રીકૃષ્ણંનાં ગુરૂ સાંદીપની, કર્ણ અને ભીષ્મ નાં ગુરૂ શ્રી પરશુરામ , અરે કોણ કોનાં ગુરૂ અને કોણ કોણે ક્યાતરે ક્યા ગુરૂ પાસેથી શિક્ષા હાંસલ કરી તેની વાત કરવા જઇએ તો ભારતીય સંસ્કૃમતિનાં એક એક પાત્રનાં જીવન કવનથી પરિચય કેળવવો પડે,મહિમાવંત વિભુતિઓનાં પ્રેરક જીવનને જો કોઇ અજવાશનો પથ કંડારવા માર્ગદર્શક બન્યુ હોય તો માતા પછીનું સ્થા ન ગુરૂનું લેખાય.આથી જ ગુરૂની સાર્થક શિક્ષા શિષ્યયનાં ઉજ્જવળ ભાવીમાં પુરવાર થતી હોય છે.

આજની આધુનિક શિક્ષા પધ્ધાતિથી જીવનઘડતર કરનાર આદર્શ શિક્ષક પણ આધ્યાગત્મિકક જીવનની રાહ દેખાડનાર સંત સમાન જ છે. રાજય સરકારએ પણ શૈષવકાળથી જ શિક્ષાને મહત્વી આપીને મનુષ્યે જીવનઘડતરમાં છેવાડાનાં ગરીબ ઘરનો બાળક કે દીકરી અભ્યાીસથી વંચિત ના રહે તેની ખેવના કરી છે. માનવ જીવન કંડારવા માત્ર વ્યકક્તિી જ ગુરુ હોય એવુ નથી બનતુ દરેક વ્ય ક્તિી જડ-ચેતન તમામ માંથી પ્રેરણા બોધ તરીકે કઇંક નવુ શિખે છે. મહાભારતમાં એકલવ્યે્ ધર્નુવિઘા દ્રોણનાં માત્ર પ્રસ્થા-પીત મુર્તિને સામે રાખીને શ્રેષ્ઠ ધનુર્ધર બની શક્યાથ હતા. આમ જીવનમાં જન્મરથી મૃત્યુથ સુધી નિરંતર શિક્ષણ મળતુ જ રહે છે,અને આપણે મેળવતા પણ રહી છીએ.આથી જ જીવનકાળમાં આમ જોઇએ તો અનેક ગુરૂ પાસેથી કઇંક ને કઇંક શિક્ષા મેળવી જીવનમાં આત્મઆસાત કરી હોય છે. આમ કેળવણીનાં સરવૈયાનો દિવસ એટલે ગુરૂપુર્ણીમાંનો દિવસ. આવો આપણે પણ આખા વર્ષનાં જીવનઘડતરમાં સારા પાસાને આ દિવસે યાદ કરી અને નવા સંકલ્પણ કરીએ એ પર્વની શીખ માનીએ.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Ganesh Chaturthi Katha - ગણેશજીની પૌરાણિક કથાઓ

Christmas 2024- ક્રિસમસ પર નિબંધ

Tulsi Puja- કમુરતામાં તુલસીની પૂજા કરી શકીએ?

Bajarang Baan- બજરંગ બાણ પાઠ

Kumbh Mela: ક્યારે અને ક્યા થઈ રહ્યુ છે કુંભ મેળાનુ આયોજન, સામેલ થતા પહેલા જાણી લો બધી ડિટેલ

આગળનો લેખ
Show comments