Webdunia - Bharat's app for daily news and videos

Install App

Guru Purnima - અંધકારને જે દૂર કરે તે ગુરૂ

Webdunia
શુક્રવાર, 7 જુલાઈ 2017 (10:21 IST)
અનંત-અનંત સમય પછી કોઇક સદ્દગુરૂ થાય છે. સિધ્‍ધ તો ઘણાં હોય છે. સદ્દગુરૂ બહું જ થોડા સિદ્ધ તે જે સત્‍યને જાણ્‍યા સદ્દગુરૂ તે જેમણે જાણ્‍યું નહીં પણ જણાવ્‍યું. સિધ્‍ધ તે કે જેમણે પોતે પામ્‍યા પણ વહેંચી ના શક્‍યા. સદ્દગુરૂ તે જેમણે મેળવ્‍યું અને બાટયુ સિધ્‍ધ પોતે તો પરમાત્‍માના સાગરમાં લીન થઇ જાય છે. પરંતુ તે જે મનુષ્‍યની ભટકતી ભીડની, અજ્ઞાનતા અંધકારતા, અંધ વિશ્વાસમાંથી બહાર નથી કાઢી શકતા. સિધ્‍ધ તો એવા છે જાણે નાની માછીમારની હોડી જેમાં બસ એક જ માણસ બેસી શકે છે. સિધ્‍ધનું જ્ઞાન હીનયાન છે. તેમાં બેસી સવારી નથી થઇ શકતી ને એકલા જ જાય છે. સદ્દગુરૂનું યાન મહાયાન છે તે મોટી નાવ છે. તેમાં તો બધાં જ સમાય શકે છે. જેનામાં પણ સાહસ છે. તે બધા તેમાં સમાય શકે છે. એક સદ્દગુરૂ અનંત માટે દ્વાર બની જાય છે.

   સદ્દગુરૂનો સંદેશ શું છે? પછી સદ્દગુરૂ કોઇપણ હોય? ગુલાલ હોય, કબીર હોય કે નાનક, મસુર હોય, રાબિયા કે જલાલુદીન કાંઇ ફરક નથી પડતો. સદ્દગુરૂના નામ જ અલગ છે. તેમનો સ્‍વર એક, તેમનું સંગીત એક, તેમની પુકાર એક, તેમનું આવાહન એક જ, તેમની ભાષા અનેક હશે પણ તેમનો ભાવ એક જ જેમણે એક સદ્દગુરૂને ઓળખ્‍યા તેમણે બધા જ સદ્દગુરૂને ઓળખ્‍યા, ભૂતકાળના, વર્તમાન ભવિષ્‍યના પણ સદ્દગુરૂમાં સમયનો ભેદ રહેતો નથી. જે પહેલા થઇ ગયા તે પણ તેમાં મોજૂદ હોય છે. જે અત્‍યારે છે તે પણ મોજુદ હોય છે. જે ક્‍યારેક બનશે તે પણ તેમાં મોજુદ હોય છે, સદ્દગુરૂ શુદ્ધ પ્રકાશ હોય છે. જેમની પર કોઇપણ અંધકારની સીમા હોતી નથી.

   જે સદ્દગરૂના ચરણમા ઝુકે છે. તેમને માટે બારણા ખુલવા લાગે છે, નમ્‍યા વિના તે દરવાજા ખુલતો નથી. જે અકડાઇ છે. તેને માટે પણ દ્વાર ખુલતું નથી. ખુલ્લુ દ્વાર પણ તેમના માટે બંધ છે. કારણકે અંકડને કારણે તેમની આંખ જ બંધ છે. અહંકાર માણસને આંધળો કરી દે છે. વિન્રમતા તેમને આંખ આપે છે, જે વિચારે છે કે ‘‘હુ'' છું. તેટલો જ તે પરમાત્‍માથી દૂર થઇ જાય છે જે જેટલું જાણે છે. કે હું નથી એટતો જ તે પરમાત્‍માની નજીક જવા લાગે છે. એટલી ઉપાસના થવા લાગી, તેટલો જ ઉપનિષદ જાગવા લાગ્‍યો. એટલી નિકટતા વધવા લાગી, તેટલું સામીપ્‍ય અને જેમણે જાણ્‍યું કે હું નથી જ તે પરમાત્‍મા થઇ જાય છે. જેમણે જાણ્‍યું કે હું નથી જ. તે કહી શકે છે કે, હું. બહું છું, હું ઇશ્વર છું.

   આ કિનારા પર પેલા કિનારાથી તો ખબર નથી આપી શકતા, જે પેલા કિનારે પહોંચી ગયા છે. સિદ્ધ પણ તે કિનારે પહોંચે છે. પરંતુ તે પાછા ફરતાં નથી, તે ગયા એટલે ગયા, જૈન અને બૌદ્ધ શાષામાં તેમને અર્હત કહેવાયા છે. ગયા એટલે ગયા, તે પાછા ફરતા જ નથી. તે ખબર આપવા પણ પાછા નથી ફરતાં, ડૂબ્‍યા એટલે ડૂબ્‍યા, તે પાછા કિનારે નથી આવતા અને જે પેલા કિનારાની ખબર આ કિનારે લાવે છે તેમને બૌદ્ધોએ બોધિસત્‍વ કહ્યા અને જૈનોએ તીર્થકરો કહ્યા. તેમની કરૂણા અપાર છે, સત્‍યનો અપૂર્વ આનંદ છોડીને, મહાસુખ છોડીને, જ્‍યાં કમળ ને કમળ ખીલેલા છે. શાશ્વતાના તેમને છોડીને જે પાછા આવે છે અને આ કિનારાના કાંટા ભરેલા કિનારા પર જે પાછળ ભટકતા આવે છે. તેમને ખબર આપે છે. તે સદ્દગુરૂ છે.

   તે સદ્દગુરૂ સાથે તમે એક ડગલું પણ ચાલી શકે તો પૂનમ આવી જાય. જીવનમાં આમ તો અમાસ અને પૂર્ણિમા વચ્‍ચે પંદર દિવસનો તફાવત હોય છે. પરંતુ હું જે અમાસ અને પૂર્ણિમાની વાત કરૂં છું. તેમાં તો બસ એક જ કદમ (ડગલા)નો જ ફરક છે. સમર્પણ એટલે પૂર્ણિમા, અહંકાર એટલે અમાસ બધું જ તમારા ઉપર આધાર છે. પોતાને જ જો પકડીને બેસી રહેશો તો તડપતા જ રહેશો, ભટકતાં જ રહેશો તો પછી રાતનો કોઇ અંત જ નહીં તો પછી સવાર નહીં થાય. અથવા જો કોઇ ક્‍યાંય ચરણ (પગ) પકડી શકો જ્‍યાં પ્રેમ ઉમટે, શ્રદ્ધા જાગે, તો સાહસ કરવું દુઃસાહસ કરવું, જોખમ ઉઠાવવું, ઝૂકી જવું કારણ કે ત્‍યાં ઝૂકી જવામાં જ જીત છે. મટી જવું કારણ કે ત્‍યાં મટી જવામાં જ પોતાનું અસ્‍તિત્‍વ છે.  
Guru purnima ના Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .  

   આ થોડા શબ્‍દોમાં સદીઓ-સદીઓની ખોજનો નિચોડ છે. અનંત-અનંત સાધકોની સાધનાની સૂવાસ છે. અનેક-અનેક સિદ્ધના ખીલેલા કમળની આભા છે. આ થોડા શબ્‍દો જે સમજ્‍યા તેમણે પૂર્વની અંતરાત્‍માને સમજી શક્‍યા અને ધર્મનો સાર થોડા શબ્‍દોમાં છે. ગુરૂનો પ્રતાપને સાધુનો સંગ.

   ગુરૂ શબ્‍દ ખૂબ જ મહત્‍વપૂર્ણ છે. તેમનો અર્થ શિક્ષક એવો થતો નથી ન અધ્‍યાપક, ન વ્‍યાખ્‍યાતા, દુનિયાની કોઇ ભાષામાં તેનો અનુવાદ થઇ શકતો નથી, દુનિયાની કોઇ ભાષામાં તેનો સંતુલીત શબ્‍દ નથી. કારણ કે દુનિયામાં કોઇ પણ ખૂણે તેમના જેવી અનુભૂતિની ખોજ નથી થઇ.

   ગુરૂ બને છે બે શબ્‍દોથી ગુ અને રૂ. ગુનો અર્થ થાય છે અંધકાર અને રૂનો અર્થ થાય છે. અંધકાર દૂર કરનાર, ગુરૂનો અર્થ થાય છે. જેમનો અંતર દીવો ઝળહળી ગયો છે. જેમની અંદર પ્રકાશ પ્રગટયો છે. જે સૂરજ બની ગયા છે, જેના અંગે અંગેમાંથી, દ્વારથી, ઝરૂખામાંથી, સાંધાઓમાંથી રોશની વરસી રહી છે અને જે કોઇ તેમની પાસે બેસે છે તે પ્રકાશથી ઝળહળી જાય છે. તે પ્રભામંડળથી તે પણ આંદોલિત થઇ જાય છે. જે સ્‍વર ગુરૂની અંતર ગુજે છે તે તમારી હૃદયવીણાની પર પણ ગુંજારવ કરવા લાગશે. જે ગુરૂએ જાણ્‍યું છે ગુરૂ તે જણાવી નથી શકતાં જે બેસવાના બોલ્‍યા વિના પણ કાંઇક કહી દે છે અને બતાવ્‍યા વિના પણ કંઇક બતાવી જાય છે. તેમની હાજરી, ઉપસ્‍થિતિ તમને આંદોલિત કરી જાય છે.

   ગુરૂ તે છે જે અંધકારને દૂર કરે. એટલે ગુરૂનો અર્થ શિક્ષક નથી થતો, નથી અધ્‍યાપક કે વ્‍યાખ્‍યાતા થતો, આચાર્ય પણ નથી થતો, ગુરૂ જેનો બીજા કોઇ શબ્‍દ જ નથી. તેમનો કોઇ પર્યાયવાચી શબ્‍દ જ નથી. ગુરૂ શબ્‍દ અનુઠો છે, ગુરૂને તે જ શોધી શકે છે જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઇ છે. જેમને જીવન મૃત્‍યુથી ઘેરાયેલું લાગે છે અને જે અમૃતની શોધમાં નીકળ્‍યો છે અને જેમણે દેખાય ગયું કે આ બધું સ્‍વપ્ન છે. આ બધું અસત્‍ય છે અને જેમની અંદર સત્‍યને જાણવાની અભિલાષા પ્રગટ થઇ છે. જેમની અંદર સત્‍યને પીવાની અભિલાષા છે તે લોકો જ ગુરૂને શોધી શકે છે. તેવા માનવી નામ જ શિષ્‍ય છે.

   ફરીયાદ કરાવું છું કે શિષ્‍યનો અર્થ વિદ્યાર્થી નથી થતો. વિદ્યાથી હોય તો શિક્ષક જ મળે. તેનાથી વધારે તમારી યોગ્‍યતા નથી. જો ખરેખર શિષ્‍ય હશો તો જ ગુરૂ મળશે. શિષ્‍યનો અર્થ થાય છે શીશ (મસ્‍તક) ચઢાવી દેનાર. જે બધું જ દાવ પર લગાવી દેવા રાજી થશે, વિદ્યાર્થી જ્ઞાનની શોધમાં હશે, શિષ્‍ય અનુભવની, પરમાત્‍માની શોધવા કાંઇ સાત સમુદ્ર તરીને પેલે પાર જવાનું નથી. પરમાત્‍માને શોધવા કંઇ કૈલાસ, કાશી કે કાબામાં જવાની જરૂર નથી. પરમાત્‍મા ત્‍યાં જ છે જ્‍યાં સદ્દગુરૂ છે. જ્‍યાં સાધુઓનો સંગ છે.

   પરમાત્‍મા ત્‍યાં છે જ્‍યાં દીવાના બેસીને તેમનો રસ પીતા હોય છે. જ્‍યાં ભ્રમરો ભેગા થઇને પરમાત્‍માને પીઇને ગુંજે છે, ગીત ગાય છે, જે કોઇ એક દીવા પાસે સરકી- સરકીને પોતાનો દીવો જલાવી શકે છે, જ્‍યાં એક દીવાની પાસે અનેક દીવા પ્રગટી ગયા છે. જ્‍યાં દિવાળી બની ગઇ છે. ગુરૂનો પ્રતાપ અને સાધુનો સંગ... ત્‍યાં પ્રવેશ મેળવી લેવો એવું દ્વાર મળી જાય તો છોડા નહિં. કિંમત જે ચૂકવવી પડે તે ચૂકવવી. કારણકે આપણી પાસે ચૂકવવા જેવું પણ શું છે? ખાલી છીએ, નગ્ન છીએ, આપણી ગરદન પણ લેવાઇ જાય તો શું ખોવાઇ? ગર્દન આજ નહીં તો કાલે મોત લઇ લેશે જ અને બદલામાં કાંઇ પણ નહીં આપે, ગરદનની કિંમત જ શું છે?
વધુ જુઓ..

જરૂર વાંચો

Goa Liberation Day: આજે છે ગોવા મુક્તિ દિવસ, જાણો કેવી રીતે રાજ્યને આઝાદી મળી

Chiffon Saree Styling Tips : શિફોન સાડીમાં સુંદર દેખાવાના ટિપ્સ

Winter solstice Day 2024: 21મી ડિસેમ્બર છે વર્ષનો સૌથી ટૂંકો દિવસ, જાણો વૈજ્ઞાનિક કારણ

સુરતના પ્રખ્યાત રસાવાળા ખમણ બનાવાની રીત

શિયાળામાં રોજ ખાવ 2 ઈંડા, શરીરની આ ગંભીર સમસ્યાઓ થશે ગાયબ, જાણી લો ક્યારે ખાશો ?

વધુ જુઓ..

નવીનતમ

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

Tulsi Aarti- તુલસી માની આરતી

Christmas Songs - જિંગલ બેલ ગીત નાતાલ સાથે ક્યારે સંકળાયુ હતું?

Who is Santa Claus: શુ તમે જાણો છો કોણ છે સાન્તાક્લોઝ અને શુ છે તેમની સ્ટોરી ?

Christmas decorations ideas ક્રિસમસ ટ્રીને આ 5 અનોખી રીતે સજાવો

આગળનો લેખ
Show comments