Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે યોજાશે ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની 5મી સિઝન

Webdunia
મંગળવાર, 16 એપ્રિલ 2024 (17:42 IST)
ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF) તેની મોસ્ટ એન્ટીસિપેટેડ 5મી સિઝનની જાહેરાત કરી રહ્યું છે. જે આ વર્ષે 28 થી 30 જૂન દરમિયાન ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે યોજાશે. શિકાગો ખાતે ગયા વર્ષના ફેસ્ટિવલમાં નોંધપાત્ર સફળતા બાદ ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ આ ફેસ્ટિવલના આગમનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે સિડની તેની હાઇ ડિમાન્ડ અને વિવિધ આકર્ષક કારણોને ધ્યાનમાં લઇ પસંદ કરવામાં આવ્યું છે જે સિડનીને ગુજરાતી સિનેમાના આ ભવ્ય સેલિબ્રેશનનું આયોજન કરવા માટે એક આદર્શ સ્થળ બનાવે છે. આ ઉપરાંત આ ફેસ્ટિવલની ગ્રાન્ડ ઓપનિંગ ઇવનિંગનું સૌથી મોટું આકર્ષણ સિડની ખાતેનું વેન્યુ છે.
 
આ વર્ષે IGFF ની ગ્રાન્ડ ઓપેનિંગ રેડ-કાર્પેટ ઇવેન્ટનું સેલિબ્રેશન આઇકોનિક સિડની ઓપેરા હાઉસ ખાતે થશે જે આપણી સંસ્કૃતિને, આપણા સિનેમાને ગુજરાતી ડાયસ્પોરા અને વિશ્વ સુધી પહોંચાડવા માટેનો અત્યાર સુધીનો સૌથી મોટો માઈલસ્ટોન છે.IGFFએ વૈશ્વિક સ્તરે એક અવિશ્વસનીય છાપ છોડી છે, જેને દર્શકોનો દરેક વર્ષે જબરજસ્ત પ્રતિભાવ મળતો આવ્યો છે. આ ફેસ્ટિવલ અગાઉ 2018માં ન્યૂ જર્સીમાં, 2019માં લોસ એન્જલસમાં અને બે વર્ષના ગાળા બાદ 2022માં એટલાન્ટા, GAમાં પરત ફર્યો હતો અને 2023માં શિકાગો ખાતે યોજાયો હતો. ખૂબ જ લોકપ્રિયતા મેળવતા, આ ફેસ્ટિવલમાં દર વર્ષે 5,000 થી વધુ પ્રેક્ષકો હાજરી આપે છે.
 
ન્યુ જર્સીના ગવર્નર, ફિલ મર્ફીએ પણ IGFF ના મહત્વને સ્વીકાર્યું, તેનો ઉલ્લેખ ન્યૂ જર્સી સ્ટેટની સત્તાવાર વેબસાઇટ પર કર્યો આ માન્યતા ફેસ્ટિવલના મહત્વ અને આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાતી સિનેમાના પ્રચારમાં તેના યોગદાનને રેખાંકિત કરે છે.વાઇબ્રન્ટ સિટી સિડનીમાં તેની 5મી આવૃત્તિ સાથે IGFF સમગ્ર ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના પ્રેક્ષકોને અવિષ્મયણીય સિનેમેટિક અનુભવ આપવા માટે તૈયાર છે. ગુજરાતી સંસ્કૃતિના આ અનોખા અને શાનદાર સેલિબ્રેશનમાં ભાગ લેવા માટે ફિલ્મ રસિકો, ઉદ્યોગ વ્યાવસાયિકો અને ફિલ્મ સમુદાયના સભ્યો ટ્રાવેલ કરશે અને ફેસ્ટિવલમાં જોડાશે. 
 
આ વર્ષે ફેસ્ટિવલનું સૌથી મોટું આકર્ષણ બનશે જાણીતા અભિનેતા બોમન ઈરાની અને દેવેન ભોજાણી જે વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ફેસ્ટિવલ ડિરેક્ટર અને ભારતીય ફિલ્મ નિર્દેશક ઉમેશ શુક્લા સાથે ફેસ્ટિવલ જ્યુરી મેમ્બર્સ ગોપી દેસાઈ, જય વસાવડા, સ્ટોર્મ એશવુડ અને ફેસ્ટિવલના સ્થાપક કૌશલ આચાર્ય ઉપસ્થિત રહેશે. તેમની નિપુણતા અને સમજદાર નજર એ સુનિશ્ચિત કરશે કે ફેસ્ટિવલમાં ભાગ લેનારા તમામ પ્રેક્ષકો સમક્ષ શ્રેષ્ઠ ગુજરાતી સિનેમા રજૂ કરવામાં આવે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

દિવાળી સ્પેશિયલ રેસીપી- દિવાળીના તહેવાર પર બનાવો આ 4 ખાસ ફરસાણ, જરૂર ટ્રાય કરો રેસિપી

Diwali rangoli design- દિવાળીમાં રંગોળી માટે 5 સિંપલ આઈડિયા

Running Benefit: - સવારે 10 મિનિટ દોડવાથી દૂર થશે આ ખતરનાક બિમારીઓ

દિવાળી પર તાંબા- પીતળના વાસણ ચમકાવવા માટે આ 5 સરળ ટ્રીક્સ અજમાવો

ભાખરવડી બનાવવાની રીત

આગળનો લેખ
Show comments