Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતી લોચો - Surti Locho

Webdunia
સોમવાર, 17 નવેમ્બર 2014 (16:41 IST)
સામગ્રી- ચણાની દાળ: ૧ વાડકી, ચણાનો લોટ: ૧ ચમચી, ક્રશ કરેલું લીલું મરચું: ૧ ચમચી, મીઠું: સ્વાદ અનુસાર, હળદર: ચપટી, પાણી: જરૂર મુજબ, ખાવાનો સોડા બાયકાર્બ અથવા ફ્રૂટ સોલ્ટ: પા ચમચી, ખમણનો ટુકડો: એક, સંચળ:જરૂર મુજબ, શેકેલા જીરાનો પાવડર:જરૂર મુજબ,  મરી: સ્વાદ અનુસાર, ડુંગળી: ઝીણી સમારેલી એક, ઝીણી સેવ જરૂર મુજબ,  બેથી ત્રણ ચમચા માખણ, ચટણી માટે કોથમીર, પાલક.
 
વાનગી બનાવવાની રીત: સૌપ્રથમ એક વાડકી ચણાની દાળ ચાર કલાક પલાળો. વધારાનુ પાણી કાઢીને તેને મિક્સરમાં વાટી લો અને એક મોટા વાડકામાં કાઢી લો. .  હવે તેમાં એક ચમચી ચણાનો લોટ, મીઠું નાખી વાટો. તેમાં થોડોક સોડા બાય કાર્બ અને હળદર નાખીને અડધો કલાક રહેવા દો. હવે આ ખીરાને ગોટા/ભજીયાના લોટ જેવું ઢીલું કરો. તેમાં લીલું મરચું અને હળદર નાખો. હવે ઢોકળાના કૂકરમાં પાણી નાખી, કૂકરની ડીશ પર તેલ ચોપડો તથા તે ગરમ થાય એટલે આ મિશ્રણ તેમાં નાખી દો. હવે દસેક મિનીટ સુધી મિશ્રણ ગરમ થવા દો. પછી તેમાં ચપ્પુ નાખીને જો ચોંટે તો હજુ વધુ ગરમ થવા દો અન્યથા ગરમ ગરમ પીરસવા માટે ડીશમાં લઈ લો. આ થયો લોચો તૈયાર. હવે તેના પર બેથી ત્રણ ચમચા પ્રવાહી માખણ રેડો તેના પર ઝીણી સેવ અને સમારેલી ડુંગળી નાખો. હવે એક વાડકીમાં લાલ મરચું, સંચળ, જીરું, મરી, મીઠું નાખીને મિશ્રણ તૈયાર કરો અને જરૂર પ્રમાણે તેના પર ભભરાવો.એક ખમણના ટુકડાનો ભૂકો, લીલું મરચું, પાલક, કોથમીર ખાંડ અને મીઠું આટલી વસ્તુ મિક્સર નાખીને ક્રશ કરીને ચટણી બનાવો. તેને લોચા સાથે પીરસો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments