rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Chilli Idli Ni Recipe: હવે આવી રીતે બનાવીને પીરસો ઈડલી, ઘરમાં બધા વારેઘડીએ બનાવવાની જીદ કરશે આ ચટાકેદાર રેસીપી

chilly idli recipe
, બુધવાર, 18 જૂન 2025 (19:40 IST)
Chilli Idli ni Recipe- બાળકો હંમેશા બહારનો ખોરાક ખાવાનું પસંદ કરે છે. પરંતુ પરિવારના સભ્યો હંમેશા કહે છે કે બહારનો ફૂડ ન ખાવુ જોઈએ કારણ કે તેનાથી ઘણી સમસ્યાઓ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે ઘરે થોડીવારમાં ચાઇનીઝ ફૂડ તૈયાર કરી શકો છો જે સ્વાદિષ્ટ અને સ્વસ્થ પણ હશે. અમે વાત કરી રહ્યા છીએ ચાઇનીઝ ઇડલી વિશે જે થોડી જ વારમાં  તૈયાર થઈ જશે. ચાલો તમને જણાવીએ કે તમે ઘરે બાળકોને ગમતું ચાઇનીઝ ખોરાક કેવી રીતે બનાવી શકો છો.


ચાઇનીઝ ઇડલી બનાવવા માટેની સામગ્રી
૨૦૦ ગ્રામ સોજી
૧૦૦ ગ્રામ દહીં
૧ કપ કેપ્સિકમ બારીક સમારેલું
૧ કપ ડુંગળી બારીક સમારેલી
૧ લીલું મરચું બારીક સમારેલું
૧ ટેબલસ્પૂન વિનેગર
૧ ટેબલસ્પૂન સોયા સોસ
૧ ટેબલસ્પૂન ટામેટા સોસ 
૧ ટેબલસ્પૂન ચિલી સોસ
સ્વાદ મુજબ મીઠું
૧ ચમચી લાલ મરચાંનો પાવડર
બારીક સમારેલી કોથમીર
૧ ચમચી ખાવાનો સોડા

બનાવવાની રીત 
- સૌ પ્રથમ, આપણે ઈડલી તૈયાર કરવાની છે, જેના માટે આપણે સોજી, દહીં અને મીઠા સોડાને સારી રીતે મિક્સ કરીશું અને તેને ફૂલવા માટે થોડો સમય છોડીશું. ત્યાં સુધી આપણે બધી શાકભાજી કાપીને અહીં રાખીશું. આ પછી, એક બાઉલમાં બધી સોસ મિક્સ કરો.

- હવે ગેસ પર ઈડલીના વાસણમાં પાણી ગરમ કરો, પછી ઈડલીનું બેટર ઈડલીના વાસણમાં નાખી તેને ઢાંકીને વરાળ પર 10 મિનિટ રહેવા દો.

- જ્યારે ઈડલી તૈયાર થઈ જાય, ત્યારે તેને ધીમેથી બહાર કાઢો. હવે એક પેનમાં તેલ મૂકો અને તેને ગરમ થવા દો. ત્યારબાદ તેમાં સમારેલા લીલા મરચાં ઉમેરો અને તેને થોડુ રાંધીલો હવે તેમાં બધી શાકભાજી, કેપ્સિકમ, ડુંગળી વગેરે નાખો. 

- જ્યારે શાકભાજી થોડા શેકાઈ જાય, ત્યારે તેમાં વિનેગર નાખીને થોડી હલાવો. આ પછી, તેમાં બધી મિશ્ર સોસ નાખો.  

- હળવી ગ્રેવી બનાવ્યા પછી, તેમાં સમારેલી ઇડલી નાખો. હવે મીઠું ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. આ પછી, બારીક સમારેલી કોથમીર નાખો અને બાળકોને ગરમાગરમ ચાઇનીઝ ઇડલી પીરસો.
 
- આ ઘરે બનાવેલી ચાઇનીઝ ઇડલી બાળકો તેમજ બધાને પણ ગમશે. તે હેલ્દી હોવાની સાથે સ્વાદિષ્ટ પણ છે.

Edited By- Monica sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેળું ખાધા પછી ભૂલથી પણ ન કરો આ કામ, ફાયદાને બદલે થશે નુકસાન