Webdunia - Bharat's app for daily news and videos

Install App

Khichdi- રાષ્ટ્રીય ભોજન બની ‘ખિચડી’ જાણો ખિચડીની 10 રેસીપી

Webdunia
બુધવાર, 1 નવેમ્બર 2017 (13:46 IST)
Khichdi- રાષ્ટ્રીય ભોજન બનલી ‘ખિચડી’ જાણો ખિચડીની 10 રેસીપી(Khichdi In Gujarati) 
ભારત દેશના મોટા ભાગમાં ખિચડી ખૂબ ખાવામાં આવે છે હવે ખિચડીને રાષ્ટ્રીય ભોજન રીતે પિરસવા માં આવશે. જી હા ખિચડીને રાષ્ટ્રીય ભોજનના રૂપમાં કરાઈ રહ્યું છે. ખીચડીનો નામ સાંભળતા જ બધા ગુજરાતી ખુશ થઈને હોંશે હોંશે ખાવા તૈયાર રહે છે. ખિચડી સાથે ગરમા ગરમ ગુજરાતી કઢી, દહીં, પાપડ અને અથાણા સાથે 
માં ના હાથોથી બનેલી ખિચડી ન માત્ર સ્વાદિષ્ટ હોય છે , પણ એટલી જ પૌષ્ટિક પણ હોય છે. જો મગ દાળની ખિચડી ખાઈએ તો , એમાં કાર્બોહાઈડ્રેડ અને પ્રોટેન સિવાય સારી માત્રામાં ફાઈબર , વિટામિન સી , કેલ્શિયમ , મેગ્નીશિયમ , ફાસ્ફોરસ અને પોટેશિયમ વગેરે પોષણ મળશે. 
 
ખિચડીને કોણ નહી જાણતું આ તો ભારતના દરેક ઘરમાં બને છે અને ખૂબ પસંદ અપણ કરાય છે. જે દિવસે હળવું ભોજન ખાવાના મન હોય એ દિવસે ખિચડી જ બનાવું સારું લાગે છે. એને દાળ અને ભાતને એક સાથ બાફીને બનાવાય છે. પછી એને  ઘી અહાર પાપડ અને દહીં સાથે ખાય છે. 
ખાવાનું મજા પણ બહુ આવે છે. 
દહી, કઢી કે મસાલા છાશ સાથે ગરમાગરમ ખીચડીની મઝા માણવા ગુજરાતીઓ તો ખુશ ભાઈ... અને તમને ખબર છે મિત્રો ખિચડીને રાષ્ટ્રીય ભોજન જાહેર કરવાની કવાયદ પણ ચાલી રહી છે. અને હોવું પણ જોઈએ આવું સરસ ભોજન છે ખિચડી તો.. ગૃહણીને રાંધવામાં પણ સરળ લોકોને ખાવામાં પણ હળવું અને 
બીજા ઘણા ફાયદા છે... તો તમે પણ જાણો ખિચડીની જુદા-જુદા 10  રેસીપી 

પનીર મસાલા Khichdi
સામગ્રી: બાસમતી ચોખા - 200 ગ્રામ, મગ દાળ -50 ગ્રામ,ચણા દાળ 50 ગ્રામ,છીણેલું ગાજર -2 ગાજર,લીલા વટાણા - 30 ગ્રામ,કોબીજ  અડધા નાના નાના ટુકડાઓમાં સમારેલા ,પનીર -100 ગ્રામ,આદુ પેસ્ટ -1 ચમચી,1 ચમચી જીરું પાવડર ,2 પત્તા, તજ-2-3 લાકડીઓ, એલચી 2-3,1 tsp ધાણા પાઉડર,10 ગ્રામ કાળી મરી,અડધા ચમચી - હળદર પાવડર,ઘી 7 -8 tbsp, મીઠું સ્વાદપ્રમાણે.
બનાવવાની રીત-દાળોને ધોઈ સુકાવીલો. હવે એક પેનમાં ઘી ગરમ કરો અને બધી શાકભાજી નાખો . પછી પછી મીઠું, પત્તા, જીરું, ધાણા, હળદર પાવડર અને મરી નાખો.હવે આદુ પેસ્ટ નાખી .પાંચ મિનિટ માટે ફ્રાય કરો  હવે પણ તજ અને એલચી પણ નાખો.હવે એમાં ધોવેલી દાળ અને અને ચોખા નાખો.પછી પનીરના ટુકડાઓ નાખો. હવે બે કપ  પાણી નાખી ઉકળવા દો. પાણી જરૂર અનુસાર નાખો અને ધ્યાન રાખો કે ખિચડી બળે નહી જ્યારે દાળ અને ચોખા ગળી જાય તો તાપ બંદ કરી દો. હવે ખિચડી તૈયાર છે માખણ ઉપરથી નાખી શકો છો. 

ગુજરાતી મિક્સદાળની ખિચડી
સામગ્રી - 
ચોખા1 કપ
લીલા મગની દાળ,ચણાની દાળ, તુવેરની દાળ  1/4 કપ
 
વઘાર માટે
 ઘી1 ચમચી
 તેલ1 ચમચી
 જીરું1 ચમચી
 તેજ પત્તા1 ભાગ
 લવિંગ2 ભાગ
 હળદર1 ચમચી
 સુકા લાલ મરચાં1 ભાગ
 હિંગ1/4 ચમચી
 પાણી2 કપ
 મીઠુંસ્વાદપ્રમાણે 
 
ચોખા, લીલા મગની દાળ, ચણાની દાળ અને તુવેરની દાળ ને પાણી માં ધોઈ લો.
પ્રેશર કુકર માં ઘી ગરમ કરો અને ઘી માં થોડુ તેલ ઉમેરો. ગરમ ઘી માં જીરું, લવિંગ, તજ, લાલ મરચું, હિંગ અને તેજ પત્ર નાખી શેકો. 
- પછી કુકર માં ચોખા અને દાળ નાખી મિકસ કરો 
હળદર અને મીઠું નાખી થોડું પાણી ઉમેરો અને ઢાકણ ઢાંકી નાખો. 
પ્રેસર કુકર માં ખીચડી 20 મિનીટ માટે બાફવા દો. 3 થી 4 સીટી પછી ખીચડી બની જશે.
ખીચડી તૈયાર છે. ખીચડી ને ગરમા ગરમ કાઢી, દહીં, પાપડ અને અથાણા સાથે પિરસો.
વઘારેલી ખીચડી બનવાની વિધિ 

હલકી ફુલકી રેસીપી - વેજીટેબલ ખીચડી

 

 
 
 
 
 
 
 
 
 

સામગ્રી   - 250 ગ્રામ ચોખા, 125 ગ્રામ તુવેર દાળ, અડધો કપ વટાણા, ફ્લાવરના ટુકડા, ટામેટા, આમલીનો ગૂદો 1/4 કપ, હીંગ, લાલ મરચાંનો પાવડર, હળદર, મીઠુ, કાજુ ટુકડી 15-20, કઢી લીમડો 10-12 પાન. ચાટ મસાલો 1 ટી સ્પૂન, ઘી. 

બનાવવાની રીત  -  ચોખા-દાળને ધોઈને અડધો કલાક પલાળી દો. કુકરમાં તુવેરદાળને એક સીટીમાં બાફી લો. પછી ચોખા, બધા શાકભાજી ભેળવીને એક સીટી વાગે ત્યાં સુધી બાફી લો. હવે બધા મસાલા તેમાં ભેળવી દો. આમલીનો ગૂદો નાખીને દસ મિનિટ સુધી બાફો. એક પેનામં એક મોટી ચમચી ઘી ગરમ કરો. હીંગ, જીરૂ અને કઢી લીમડાંનો વઘાર લગાવી તેને ખિચડીમાં નાખી દો. પાપડ અને જીરાવન કે અથાણાં સાથે ખિચડી પરોસો. 

હાંડી ખિચડી Handi Khichdi

સામગ્રી- ચોખા -4 કપ,કોથમીર 3 નાની ચમચી ,ડુંગળી -1/2 કપ , બટાટા -1 કપ ,વટાણા 1/2 કપ , ફુલાવર 1/2 કપ,આદું-લીલામરચાં નો પેસ્ટ -1 ચમચી , ધાણા પાઉડર 1 નાની  ચમચી,હળદાર પાવડર-  અડધી ચમચી,લાલમરી પાવડર  1 નાની  ચમચી , લસણનો પેસ્ટ 1 ચમચી ,ઈલાયચી -2 , તજનો 1 ટુકડા સાથે- છાશ ,પાપડ 
બનાવવાની રીત - કોથમીર ,ડુંગળી ,ધાણા પાવડર ,હળદર પાવડર,લાલ મરચાંનો પાવડર ,લસણનું  પેસ્ટ અને મીઠું સ્વાદપ્રમાણે એક વાટકીમાં નાખી મિક્સ કરી લો. બટાટા ,વટાણા,ફુલાવર તેલ ચોખા ઈલાયચી અને તજ નાખી મિક્સ કરી લો. આ મિશ્રણને હાંડીમાં નાખી બમણું  પાણી નાખી ધીમા તાપે 25 થી 30 મિનિટ હલાવો. કોથમીર નાખી અને લીંબૂથી ગાર્નિશ કરી છાશ અને પાપડ સાથે સર્વ કરો. 

રજવાડી મસાલા ખિચડી
સામગ્રી: 2 કપ બાસમતી ચોખા, એક કપ મિક્સ દાળ (ચણાની, તુવેરની, મગની), 1/2 ચમચી હળદર,મરચું પાવ્ડર 1 ચમચી ,  3 નાની ડુંગળી, ચપટી ગરમ મસાલો, 2 ટમેટા, 2-4 લવિંગ ,તજ 2-3 , 1 સમરેલું બટાકા , આખા લાલ મરચા 2-3   લસણ જીણું સમારેલું,આદું 1 ઈંચ બારીક પેસ્ટ ,અડધી ચમચી રાઈ , અડધી ચમચી જીરૂ, 4-5 વઘારનાં મરચાં, 4 નાની ચમચી ઘી  કે તેલ , મીંઠું સ્વાદનુસાર, 

બનાવવાની રીત: ચોખા અને દાળને બે ત્રણ પાણીથી ધોઈ લો, ત્યાર બાદ કૂકરમાં ઘી નાંખી ગરમ થાય એટલે તેમાં જીરૂ, વઘારના મરચા અને સમારેલું લસણ- આદુંની પેસ્ટ નાંખી લાલ થાય સુધી સાંતળો. ત્યારબાદ તેમાં સમારેલા ડુંગળી,ટમેટા ,બટાકા અને બાકીની બધી સામગ્રી નાંખી થોડીવાર સાંતળી તેમાં પ્રમાણસર પાણી નાંખો, ઉકળો આવે એટલે તેમાં ધોઈને રાખેલા દાળ અને ચોખા નાંખી ચાર-પાંચ સીટી થયા બાદ કૂકર ઉતારી લેવું થોડીવાર પછી ખોલવું. ગરમા ગરમા ખિચડી ઘી અથવા છાશ સાથે પીરસો.


નોટ- આ મસાલા ખિચડી છે તો તમે એને સ્વાદપ્રમાણે તીખું પણ બનવી શકો 

દહીં ખિચડી
સામગ્રી - 1/2 વાડકી ચોખા, 1 ચમચી ચણાની દાળ, 1 ચમચી અડદની દાળ, 2 વાડકી દહી, 1 ચમચી માખણ, 1 વાડકી પાણી, 2 લીલા મરચાં, ઝીણા કાપેલા લીલા ધાણા, 1/2 ચમચી જીરુ, 1/2 ચમચી મીઠુ, 1 ચમચી છીણેલુ આદુ, 1 ચમચી કોપરાનું છીણ. 
બનાવવાની રીત - માખણ ગરમ કરો અને તેમા જીરુ, લીલા મરચાં, મીઠુ અને આદુ નાખીને પાણી નાખો. ચોખા અને બંને દાળને ધોઈને તેમા નાખો. ત્યારબાદ કુકરમાં એક સીટી લો. ઠંડી થયા પછી દહી અને કોપરાનું છીણ નાખીને સર્વ કરો.
 

=મિક્સ વેજીટેબલ ખિચડી
 
સામગ્રી: 2 કપ બાસમતી ચોખા, એક કપ મિક્સ દાળ (ચણાની, તુવેરની, મગની), 1/2 ચમચી હળદર, 3 નાની ડુંગળી, 2 નાના બટેટા, 1 કપ લીલા વટાણા, ચપટી ગરમ મસાલો, લસણ જીણું સમારેલું, અડધી ચમચી જીરૂ, 4-5 વઘારનાં મરચાં, 4 નાની ચમચી ઘી, મીંઠું સ્વાદનુસાર. 
બનાવવાની રીત: ચોખા અને દાળને બે ત્રણ પાણીથી ધોઈ લો, ત્યાર બાદ કૂકરમાં ઘી નાંખી ગરમ થાય એટલે તેમાં જીરૂ, વઘારના મરચા અને સમારેલું લસણ નાંખી લાલ થાય સુધી સાંતળો. ત્યારબાદ તેમાં સમારેલા ડુંગળી, બટાકા અને બાકીની બધી સામગ્રી નાંખી થોડીવાર સાંતળી તેમાં પ્રમાણસર પાણી નાંખો, ઉકળો આવે એટલે તેમાં ધોઈને રાખેલા દાળ અને ચોખા નાંખી ચાર-પાંચ સીટી થયા બાદ કૂકર ઉતારી લેવું થોડીવાર પછી ખોલવું. ગરમા ગરમા ખિચડી ઘી અથવા છાશ સાથે પીરસો.
 
ખિચડીમાં તમને ભાવતા બીજા મોસમી શાકભાજી પણ નાંખી શકાય છે.
 

ગુજરાતી Recipe - મગની દાળની ખીચડી
ગરમીને કારણે અનેકવાર કંઈક હલકુ ફુલ્કુ ખાવાનુ મન કરે છે. આવામાં મોટાભાગના લોકો ખિચડી ખાય છે. આ હેલ્ધી હોવા સાથે ટેસ્ટી પણ હોય છે. આજે અમે તમને મગ દાળની ખિચડી બનાવવાની રેસીપી બતાવીશુ. 
 
સામગ્રી - 200 ગ્રામ ચોખા, 220 ગ્રામ મગ દાળ, પાણી, 1 ટેબલસ્પૂન ઘી, 1 ટેબલસ્પૂન ઘી, 1 ટેબલસ્પૂન જીરુ. 1 ટીસ્પૂન સરસવના બીજ. 2 ટીસ્પૂન આદુ, 1/4 ટી સ્પૂન હીંગ, 1 ટેબલસ્પૂન લીલા મરચા, 140 ગ્રામ ટામેટા, 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન મીઠુ, 70 ગ્રામ મટર. 
 
બનાવવાની રીત - સૌ પહેલ પાણીમાં દાળ અને ચોખાને પલાળીને 20 મિનિટ માટે રાખી મુકો. પછી પાણી કાઢીને બાજુ પર મુકો. 
- એક પેનમાં તેલ અને ઘી નાખીને ગરમ કરો. પછી તેમા જીરુ અને સરસવના બીજ અને આદુ નાખીને સેકો. 
- હવે તેમા હીંગ, લીલા મરચા અને ટામેટા નાખીને થોડી દેર સીઝવા દો. પછી તેમા હળદર અને મીઠુ નાખીને બીજીવાર હલાવો. 
- હવે તેમા પલાળેલી મગની દાળ અને ચોખા તેમજ લીલા વટાણા નાખીને સારી રીતે મિક્સ કરો.  પછી તેમા પર્યાપત પાણી નાખીને 20-25 મિનિટ સુધી બફાવા દો. 
- મગની દાળની ખિચડી તૈયાર છે.. ગરમા ગરમ પીરસો.. 

વટાણાની ખીચડી
સામગ્રી - 250 ગ્રામ ચોખા, એક કિલો દહીંમ એક કિલો ઝીણા વટાણા, જીરુ, તજ, કાળા મરી, નાની ઈલાયચી, કેસર, તમાલ પત્ર, લવિંગ, હીંગ, કાજૂ અથવા બદામ, ચણાના લોટનું પાતળુ ખીરું.

વિધિ - જીરુ, કાળા મરી, તજ અને બદામને વાટી લો. દહીંમાં ચણાના લોટનું પાણી નાખી મીઠુ, હળદર, ઘી, કેસર નાખીને ઉકાળો. જ્યા સુધી ઉકળે નહી ત્યાં સુધી હલાવતા રહો. ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી ઉકાળો. વટાણામાં હીંગ, જીરાનો વધાર કરી તેને બાફી લો. ચોખાને થોડીક કસર રાખીને બાફી લો. 

હવે ત્રણેને મિક્સ કરી - દહીંનું મિશ્રણ, બાફેલા વટાણા, અને ચોખા. એક મોટા વાસણમાં ઘી નાખી તેમાં લવિંગ, તમાલપત્ર, હીંગ, ઈલાયચી, જીરૂ, અને થોડુ લાલ મરચું નાખીને વધાર આપો, લો તૈયાર છે સ્વાદિષ્ટ ખીચડી.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

આગળનો લેખ
Show comments