Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચટપટી રેસીપી - કારેલા વગરની કારેલા ચાટ

Webdunia
P.R
સામગ્ર ી - કારેલા નમકીન બનાવવા માટે - 250 ગ્રામ મેંદો, અડધી ચમચી અજમો, સ્વાદ અનુસાર મીઠું, અડધી મચમી જીરું, અડધી ચમચી મરી પાવડર, 60 ગ્રામ તેલ, તળવા માટે પૂરતું તેલ.

ચાટ બનાવવા માટે - 2 બાફેલા બટાકા, એક કપ દહીં, અડધો કપ મીઠી ચટણી, લીલી ચટણી, ચપટી સૂંઠ, શેકેલું જીરું 1 નાની ચમચી, સ્વાદ અનુસાર સંચળ, સ્વાદ અનુસાર લાલ મરચુ, ચણાના લોટની ઝીણી સેવ એક કપ, એક ચમટો સમારેલી લીલી કોથમીર, 1 ચમચો દાડમના દાણાં.

બનાવવાને રી ત - સૌથી પહેલા મેંદાને ચાળી તેમાં તેલ, મીઠું, અજમો અને કાળા મરીનો પાવડર નાંખી પાણીની મદદથી કઠણ લોટ બાંધો. લોટ બાંધ્યાની 20 મનિટ પછી તેમાંથી લુઆ પાડી 5-6 ઇંચના વ્યાસમાં ગોળ પાતળી પૂરી વણી લો. ચાકુથી પૂરીની કિનારી છોડીને વચ્ચેથી થોડાં છુટાં-છુટાં કાપા પાડો. હવે બંને તરફથી ઉઠાવીને રોલ કરો. આ જ રીતે બધી પૂરીને રોલ કરી તૈયાર કરો.

કઢાઈમાં તેલ ગરમ કરી સામાન્ય બ્રાઉન રંગની થાય તે રીતે તળી લો.

હવે તળેલા કારેલાને પ્લેટમાં પેપર નેપકિન પર મૂકો જેથી બધુ તેલ ચૂસાઇ જાય. તો તૈયાર છે ચાટ બનાવવા માટેના કારેલા નમકીન.

ચાટ બનાવવાની રી ત - દહીંમાં પાણી હોય તો તે કાઢી ફેંટી લો. હવે એક પ્લેટમાં 2 કારેલા મૂકો, દહીં નાંખો, સૂંઠ નાંખો, સમારેલા કે મેશ કરેલા બટાકા ઉપર નાંખો, લીલી ચટણી નાંખો, મીઠી ચટણી નાંખો. તેમાં ફરીથી થોડું દહીં નાંખી કાળા મરીનો પાવડર, સેવ, શેકેલું જીરું(આખું જીરું પસંદ ન હોય તો તેનો પાવડર બનાવીને વાપરો) અને લાલ મરચું પાવડર નાંખો.

ઉપરથી સમારેલી કોથમીર અને દાડમના દાણાંથી ગાર્નિશ કરી લો. તૈયાર છે કારેલા નમકીન ચાટ.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Show comments