Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુણકારી અને હેલ્ધી રેસીપી : સ્પ્રાઉટ ચાટ

Webdunia
P.R
સ્પ્રાઉટ(ફણગાવેલું) ચાટ સ્વાસ્થ્ય માટે બહુ ગુણકારી ગણાય છે કારણ કે તેમાં કઠોળ સહિત જાતજાતના શાકભાજીઓનું મિશ્રણ હોય છે. રોજ સવારે એક પ્લેટ સ્પ્રાઉટ ચાટ ખાવાથી તમારા દિવસભર માટે જરૂરી પોષણ એકસાથે મળી જશે. સ્પ્રાઉટ ચાટ બનાવવા માટે તે દાળ કે કઠોળ તેમજ શાકભાજીનો પ્રયોગ કરી શકો છો. આને ચટાકેદાર બનાવવા માટે ઉપરથી આંબલીની ચટણી, લીંબુ કે ચાટ મસાલાનો પ્રયોગ પણ કરી શકાય છે. તો આવો જાણીએ કે મગની દાળમાંથી કઇ રીતે હેલ્ધી સ્પ્રાઉટ તૈયાર કરી શકાય.
( તમે મગની દાળની જગ્યાએ આખા મગ કે તે સિવાયની તમને ભાવતી દાળ કે કઠોળ ફણગાવીને આ રીતે ચાટ બનાવી શકો છો.)

સામગ્રી - 1 કપ મગની દાળ ફણગાવેલી, 1 બારીક કાપેલી ડુંગળી, 1 બારીક કાપેલું ટામેટું, 1 નાની ઝીણી સમારેલી કાકડી, 2 બાફેલા બટાકા, મીઠું, લીંબુનો રસ, કાળા મરીનો પાવડર, આંબલીની ચટણી અને કોથમીર પ્રમાણસર.

બનાવવાની રી ત - એક વાટકામાં ફણગાવેલી મગની દાળ અને કાપેલા બધા શાકભાજી સારી રીતે મિક્સ કરી લો. હવે તેમાં મીઠું, લીંબુનો રસ કે ચાટ મસાલો અથવા આંબલીની ચટણી ઉમેરો. ત્યારબાદ તેમાં કાળા મરીનો પાવડર નાંખી બરાબર હલાવી દો. હવે આ મિક્સ કરેલી સ્પ્રાઉટ ચાટને એક પ્લેટમાં કાઢી ઉપરથી કોથમીર નાંખી ગાર્નિશ કરી તેનો સ્વાદ માણો.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Show comments