Webdunia - Bharat's app for daily news and videos

Install App

જીવન જીવવાની સાચી કલા : ભૂલો અને માફ કરો

ક્ષમાનું મહત્વ

Webdunia
P.R
ક્ષમા એ બે અક્ષરનો શબ્દ બોલવામાં જેટલો સરળ છે તેટલો જ વ્યવહારમાં મૂકવો કઠિન છે. કોઈ અંગત વ્યક્તિ આપણી પાસેથી આપણને ગમતી કોઈ વસ્તુ માંગી લે તો એ વસ્તુ આપવામાં આપણને કંઈ બહુ કષ્ટ ન પડે; પરંતુ જ્યારે એ અંગત વ્યક્તિને માફી આપવાની વાત આવે ત્યારે આપણને વધારે શ્રમ પડતો હોય છે. જેના પર આપણે વિશ્વાસ રાખ્યો હોય તે વ્યક્તિ આપણી સાથે વિશ્વાસઘાત કરે તો એ વેદનાને પચાવવી ખૂબ અઘરી બની જાય છે. કાળક્રમે અમુક વાતો સહજ રીતે વિસરાઈ જાય છે. કઠીન તો માફી આપવાનું કામ છે. માફી આપવી એટલે મનની કળવાશને દૂર કરી દેવી. જે વ્યક્તિને આપણે માફ કરી દીધી હોય તે આપણને વર્ષો પછી મળે તો પણ મનમાં એ જૂની વાતોનો કોઈ પડઘો પડતો નથી મન પર તેનો કોઈ બોજ હતો નથી.

કોઈને માફ કરવાથી માફી આપનાર વ્યક્તિ અહંકારરહિત બની જાય છે કારણ કે ક્ષમા ન કરવામાં જો સૌથી મોટું કોઈ તત્વ આડું આવતું હોય તો તે અહંકાર છે. માફી આપવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી વ્યક્તિના મન પરનો બોજ હળવો થઈ જાય છે.માફી આપવાથી હકારાત્મક વિચારો વધે છે, તાણ ઘટે છે, બ્લડપ્રેશર ઘટે છે અને હૃદય પર સારી અસર થાય છે.’ ક્ષમા સંબંધોને મજબૂત બનાવે છે. એક વખત એક અધ્યાપકે તેમનાં વિદ્યાર્થીઓને જૂની બધી જ વાતોને ભૂલવા અને દરેકને માફ કરી દેવા વિશે સમજાવ્યું પરંતુ વિદ્યાર્થીઓને તે વાત કંઈ ગળે ના ઊતરી. તેઓનું કહેવું એમ હતું કે તેઓ કોઈ પણ વાતને ભૂલી શકતા નથી. માફી આપવી તો તેમને સદંતર અશક્ય લાગતી હતી. આથી અદ્યાપકે એક પ્રયોગ વિચાર્યો. એમણે દરેક વિદ્યાર્થીને પોતાની સાથે પ્લાસ્ટિકની બેગમાં બટેટા લાવવાનું કહ્યું. શરત એ મૂકી કે તેઓ જ્યાં જાય ત્યાં બટેટા સાથે લઈને જ ફરવાનું ! બીજા દિવસથી બધા વિદ્યાર્થીઓ પોતાની સાથે બટાટા લાવવા માંડ્યા. પોતાની સાથે દરેક જગ્યાએ બટેટા લઈને ફરવાનું હોવાથી વિદ્યાર્થીઓને અતિશય ભાર લાગવા માંડ્યો. એક પ્રકારનું બંધન મહેસૂસ થવા લાગ્યું. થોડા સમય પછી બધા બટેટા સડી ગયા. એમાંથી દુર્ગંધ આવવા લાગી. હવે તો બટેટા પોતાની સાથે લઈને ફરવું ખરેખર અસહ્ય હતું. વિદ્યાર્થીઓના અનુભવ બાદ અધ્યાપકે ખુલાસો કરતાં કહ્યું કે જૂની વાતોને યાદ રાખવાનો બોજ પણ બટેટા જેવો જ છે. બટેટાની જેમ મનમાં તે સડો ઉત્પન્ન કરે છે. નકારાત્મક વિચારો વધે છે. ક્રોધ અને વેર ઉત્પન્ન થાય છે. સાચું શૌર્ય તો ક્ષમા આપવામાં રહેલું છે. આખરે, વિદ્યાર્થીઓને વાત ગળે ઊતરી અને તેમને ક્ષમાનું મહત્વ સમજાયું.

" ક્ષમા એ વાતનું પૂર્ણવિરામ છે જ્યારે વેર એ વાતનું વતેસર છે. "

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

રામાયણની વાર્તા: રાવણના દસ માથાનું રહસ્ય

Sankashti Chaturthi: આજે 2025 ની પહેલી સંકટ ચોથ, કરો આ 5 ઉપાય લંબોદર ગણેશ દરેક અવરોધ દૂર કરશે!

જ્યારે 111 નાગા સાધુઓ 4000 અફઘાન સૈનિકોને પડ્યા હતા ભારે, જીવ બચાવીને ભાગી હતી અફગાની ફોજ, જાણો નાગા સાધુઓની બહાદુરીની સ્ટોરી

Mahakumbh 2025 - બાબાને યુટ્યુબરે પૂછી લીધો એવો સવાલ કે ચિમટાથી મારીને તંબુમાથી કાઢ્યો બહાર, વીડિયો થયો વાયરલ

Mahakumbh 2025: મહાકુંભથી પરત ફર્યા પછી ઘરે જરૂર કરો આ કામ, સૌભાગ્ય મળશે

Show comments