Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક તમાચો

Webdunia
શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2015 (17:49 IST)
એક મોટા ડાકટર 
 
ડૉકટર ભારે ભલા . ગરીબ લોકો પર ઘણો પ્રેમ રાખે. ગમે તેવું કામ મૂકીનેય કોઈ ગરીબની સેવા કરવા દોડી 
 
જાય. પૈસાવાળા પાસે ઘણા પૈસા લે. પણ એ જ દવા જો ગરીબમે આપવાની હોય તો મફતને ભાવે આપે. 
 
પૈસા વગરના લોકો બીજું તો કંશું આપી શકે નહી. એટલે ડૉકટરને  આશીર્વાદ આપે. 
 
એક દિવસ કોઈએ ડૉકટરે પૂછ્યું . ડૉકટર સાહેબ તમે ગરીબોને દવા મફત કેમ કરો છે ?બીજા ડાકટરો તો 
 
બરાબરની દી લે છે. ગરીન કે પૈસાદાર કંશું નથી. બે વરસમાં તો ઘણાય ઘરના બંગલા બંધાવીને બેઠા છે ને 
 
તમે દયાનું પૂછ્ડું કેમ પકડીને બેઠા છો?  
 
 
પેલા ભાઈની વાત સાંભળીને ડાક્ટર હસ્યા
 
બે-ત્રણ માણસો ત્યાં બેઠા હતા. એમાંથી એ ક કહે : કાં ડૉકટર , હસ્યા કેમ ? 
 
ડાકટરે કહે : મને જૂની વાત યાદ આવી ગઈ એટલે હસવું આવી ગયું. 
 
બધા કહે કે એવું હોય તો અમનેય કહો અમે પણ હસીશું. 
 
ડાકટરે કહે- સાંભળો ત્યારે 
 
ઘણા વરસ પહેલાની વાત છે. 
 
હું તે વખતે તાજો- તાજો જ ડૉકટર થયેલો. મારા બાપુજાએ દેવું કરીને મને ભણાવ્યો હતો. મોટામાં મોટી 
 
ડિગ્રી મને મળે એટલા માટે પૈસા ખર્ચવામાં પાછું વળીને જોયું નહોતું. મારે વધારે ભણવા માટે વિલાયત જવાનું 
 
હતું. તે વખતે બાપુજી પાસે પૈસા નહી એટલે ઘર વેચીને એમણે મને વિલાયત મોકલયો. 
 
હું વિલાયત ભણી આવ્યો . ઘણો મોટો ડૉકટર બનીને પાછો આવ્યો. દેશમાં આવીને દવાખાનું ખોલ્યું એટલે 
 
દર્દીઓઅની લાઈન લાગી. 
 
રૂપિયાની છોળ ઉઅડવા લાગી. મારું નામ ખૂબ જાણીતું બની ગયું. 
 
એક રાતે હું ઘરની બહાર વરંડામાં એક ખુરશી નાખીને બેઠો હતો. એવામાં જ એક ગામડિયો બંગલામાં ઘૂસી 
 
આવ્યો એવો જ મારા પગમાં પડી ગયો. બે હાથ જોડીને કહે : ડાક્ટર સાહેબ હમણા ને હમણા ચાલો મારી 
 
સાથે. મારી પત્ની બીમર પડી ગઈ છે . તમારા વિવા એને કોઈ બચાવી શકે એવું નથી. 
 
ગામડિયો ગંદો હતો. એણે મારા પગ પકડયા એથી મારું પતલૂન મેલું થયું હતું. મેં પગ ખસેડી લઈને કહ્યું તને 
 
કંઈ વિવેકનું ભાન છે કે નહી. 
 
ગામડિયો બાધા જેવો બનીને મારી સામે જોઈ રહ્યો હ્તો. મેં કહ્યું : શું થયું હતું છે તારી પત્નીને ? 
 
ગામડિયો કહે : બેઠી હતી ત્યાંથી એકદમ ગબડી પડી છે. બોલાતું પણ નથી. આપ ઝટ મારી સાથે ચાલો. 
 
નહી તો કોણ જાણે શું થશે ?
 
મેં કહ્યું : તને ખબર છે કે ડાકટરે ઘેર બોલાવવા હોય તો ગાડી લાવવી પડે !  
 
ગામડિયો કહે : ગાડી તો હું હમણા લઈ આવું છું સાહેબ . આપ તૈયાર થઈ જાવ . 
 
એમ કહીને એ ઉભો થયો . મેં કહ્યું મારી ફીનું શું છે ? 
 
ગામડિયાએ ફાળિયાને છેડે બાંધેલા પાંચ રૂપિયા કાઢીને મારા હાથમાં મૂક્યા. કહે મારી પાસે તો આટલા પૈસા છે 
 
સાહેબ . આપ બધા લઈ લો પણ મારી સાથે ચાલો. 
 
મને ખૂબ અભિમાન હતું. મેં પાંચની નોટ ફેંકી દીધી. કહ્યું તારા જેવા ભિખારીની દવા મારીથી નહી થાય. હું 
 
તો એક વિઝીટના પચ્ચીસ રૂપિયા લઉં. છું. એટલા પૈસા હોય તો કહે ને નહી તો રસ્તો માપ. 
 
 
ગામડિયો રડવા લાગ્યો. આવું જ ચાલતું હતું એવામાં જ અંદરથી મારા બાપુજીએ મારા નામની બૂમ પાડી . હું અંદર ગયો. બાપુજીને મને જોતા જ પૂછ્યું. બહાર કોણ રડે છે. 
 
મેં કહ્યું એક ગામડિયો આવ્યો છે તે બધી ધમાલ કરે છે . જવાનું કહું છું પણ જતો નથી. 
 
બાપુજી કહે : ગામડિયો શું કામ આવ્યો છે ? 
 
મેં કહ્યું : એની પત્ની બીમાર  છે એટલે મને તેડી જવા આવ્યો છે. 
 
બાપુજી  કહે : તો તુ હજી અહીં કેમ  ઉભો છે? ગયો કેમ નથી ? 
 
મેં કહ્યું - જાઉં કેવી રીતે  ? દર્દીને જોવા જવાની મારી ફી પચ્ચીસ રૂપિયા છે અને એની પાસે તો પાંચ રૂપિયા છે. મેં  એને કહી દીધુ કે બીજા ડાક્ટર પાસે જા ,પણ માનતો નથી. 
 
હું આમ બોલતો હતો એવામાં જ બાપુજીનો હાથ ઉંચો થયો ને ફટાક કરતો એક તમાચો એમણે મારા ગાલ ચમચમી ઉઠયો. હું તો આભો બની ગાલ ઉપર હાથ મૂકીને બાપુજીની સામે ફાટી આંખે જોઈ રહ્યો. 
 
બાપુજીએ કહે : નાલાયક પાજી   ! આટલા માટે દુ :ખ વેઠીને તને ભણાવ્યો હતો ? કોઈ બિચારાનો જીત જતો હોય તે વખતે તુ પૈસાનો લોભ છોડી શકતો નથી? ડોકટરનો ધંધો તો સેવાનો ધંધો છે. તું ભણીને ડાકટર થાય ગરીબોની સેવા કરે એટલા માટે ઘરબાર વેચીને તને ભણાવ્યો છે આવા ગરીબોને તો તારે મફત દવા આપવે જોઈએ અને ફળફળાદિના પૈસા પણ આપવા જોઈએ. અને તું આવું રાક્ષસ બની ગયો છે ? 
 
બાપુજી ગુસ્સામાં કહ્યું મારા ઘરથી નિકળી જા અને તારા ભણાવવા માટે જે પૈસા ખર્ચ કર્યા છે બધા મને આપી દે. 
 
મેં કહ્યું- બાપુજી- હું દવા કરવા જાઉં છું અને હવે કોઈ ગરીબ પાસેથી પૈસા નહી લઉં . 
 
 
બસ તે દિવસથી -હું ગરીબોની સેવા કરતો રહું છું. 
    
 
 
  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments