Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lata લતા મંગેશકર વિશે 25 રોચક વાતો

Webdunia
રવિવાર, 17 નવેમ્બર 2019 (12:37 IST)
મધ્યપ્રદેશના ઈન્દોરમાં 28 સપ્ટેમ્બર 1929ના રોજ જન્મેલ કુમારી લતા દીનાનાથ મંગેશકર રંગમંચીય ગાયક દીનાનાથ મંગેશકર અને સુધામતીની પુત્રી છે. ચાર ભાઈ બહેનોમાં સૌથી મોટી લતાને તેમના પિતાએ પાંચ વર્ષની વયે જ સંગીતની તાલીમ અપાવવી શરૂ કરી હતી. 
1. લતા માટે ગાવું એક પૂજા સમાન છે. રેકાર્ડિંગના સમયે એ ખુલ્લા પગે રહે છે. 
2. તેના પિતાજી દ્વારા આપેલ તંબૂરાને તેમણે સાચવીને રાખ્યું છે. 
3. લતાને ફોટોગ્રાફીનો ખૂબ શોખ છે. વિદેશમાં તેમને ઉતારેલા છાયાચિત્રની પ્રદર્શની પણ લાગી છે. 
4. રમતમાં તેને ક્રિકેટનો ખૂબ શોખ છે. ભારતના કોઈ મોટા મેચના દિવસે એ બધા કામ મૂકી મેચ જોવી પસંદ કરે છે. 
5. કાગળ પર કઈક લખતા પહેલા એ શ્રીકૃષ્ણ લખે છે.

6. આ વાત થોડી વિચિત્ર છે પણ ખરી છે. હિટ ગીત 'આએગા આને વાલા..'  માટે તેને 22 રીટેક આપવા પડ્યા હતા. 
7. લતા મંગેશકરની પસંદગીનું ભોજન કોલ્હાપુરી મટન અને તળેલી માછલી છે. 
8. ચેખવ ટાલ્સ્ટાય ખલીલ જોબ્રાનનું સાહિત્ય તેને પસંદ છે. એ જ્ઞાનેશવરી અને ગીતા પણ પસંદ કરે છે. 
9. કુંદનલાલ શહગલ અને નૂરજહાં તેમના પસંદીદા ગાયક-ગાયિકા છે. શાસ્ત્રીય ગાયક ગાયિકાઓમાં લતાને પંડિત રવિશંકર, જસરાજ, ભીમસેન, મોટા ગુલામ અલી ખાન અને અલી અકબર ખાન પસંદ છે. 
10. ગુરૂદત્ત, સત્યજિત રે યશ ચોપડા અને બિમલ રૉયની ફિલ્મો તેને પસંદ છે. 
11. તહેવારમાં તેમને દિવાળી ખૂબ પસંદ છે. 
12. ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિમાં તેને કૃષ્ણ મીરા, વિવેકાનંદ અને અરવિંદો ખૂબ પસંદ છે. 
13. પડોસન, ગૉન વિદ દ વિંડ અને ટાઈટેનિક લતાની પસંદગીની ફિલ્મો છે. 
14. બીજા પર તરત વિશ્વાસ કરી લેવાની તેમની ટેવએ તેમની નબળાઈ મનાય છે. 
15. સ્ટેજ પર ગાતી વખતે  તેને પહેલીવાર 25 રૂપિયાનું ઈનામ મળ્યુ હતુ. જેને એ પોતાની પહેલી કમાણી માને છે. અભિનેત્રીના રૂપમાં તેને પહેલીવાર 300 રૂપિયા મળ્યા હતા. 

16. ઉસ્તાદ અમાન ખાં ભિંડી બજારવાળા અને પંડિત નરેન્દ્ર શર્માને એ સંગીતમાં પોતાના ગુરુ માને છે. તેમના આધ્યાત્મિક ગુરૂ હતા શ્રીકૃષ્ણ શર્મા. 
17. મહાશિવરાત્રિ, શ્રાવણ સોમવાર ઉપરાંત તેઓ ગુરૂવારનું વ્રત પણ રાખે છે. 
18. એ મરાઠી ભાષી છે, પણ એ હિંદી બાંગ્લા, તમિલ, સંસ્કૃત ગુજરાતી અને પંજાબી ભાષામાં વાત કરી લે છે. 
19. લક્ષ્મીકાંત પ્યારેલાલના 686, શંકર જયકિશનના 453 યુગલ ગીત ગાવ્યા. જ્યારે 327 કિશોરની સાથે. મહિલા યુગલ ગીત તેમને સૌથી વધારે આશા ભોંસલે સાથે ગાયા છે. 
20. ગીતકારમાં તેમને આનંદ બક્ષી દ્વારા લખેલ 700થી વધારે ગીત લતાએ ગાયા છે. 
21. વર્ષ 1951માં લતાજીએ સર્વાધિક 225 ગીત ગાયા હતા. 
22. આજા રે પરદેશી(મધુમતિ 1958) કહીં દીપ જલે કહીં દિલ (બીસ સાલ બાદ 1962) તુમ્હી મેરે મંદિર(ખાનદા 1965)અને આપ મુઝે અચ્છે લગને લગે (જીને કી રાહ 1969) માટે ફિલ્મફેયર પુરસ્કાર જીત્યા પછી લતાએ આ પુરસ્કારને સ્વીકાર કરવું બંધ કરી દીધું. તેઓ ઈચ્છતા હતા કે નવી ગાયિકાને આ પુરસ્કાર મળે. 
23.  જ્યારે લતા સાત વર્ષની હતી, ત્યારે તેનો પરિવાર મુંબઈ આવી ગયો, તેથી તેનો ઉછેર મુંબઈમાં થયો. 
24. વર્ષ 1962માં ભારત ચીન યુદ્ધ પછી જ્યારે કે કાર્યક્રમમાં લતાએ પંડિત પ્રદીપનુ લખેલ ગીત 'એ મેરે વતન કે લોગો' ગાયુ હતુ ત્યારે તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુની આંખોમાંથી આંસૂ આવી ગયા હતા. 
25. એ કહેવુ ખોટુ નથી કે હિન્દી સિનેમામાં ગાયકીનુ બીજુ નામ લતા મંગેશકર છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Lemon pickle- લીંબુનું અથાણું

Kids Story- જ્ઞાની છોકરા અને રાજાની વાર્તા

Gujarati Health Tips - શિયાળામાં આ લોકોએ ગરમ ​​પાણીથી ન્હાવાની ન કરવી જોઈએ ભૂલ, નહીં તો થશે આ ગંભીર સમસ્યાઓ

World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો

Rani of Jhansi : ઝાંસી રાણી લક્ષ્મીબાઈનો છેલ્લો દિવસ, તેમનું મોત ખરેખર કેવી રીતે થયું હતું?

આગળનો લેખ
Show comments