Webdunia - Bharat's app for daily news and videos

Install App

પરેશ રાવલ

Webdunia
રવિવાર, 3 જૂન 2007 (09:46 IST)
હોલીથી લઈને ભાગમભાગ સુધી... પરેશ રાવલ

બૉલિવુડની દુનિયામાં એક કોમેડિયનથી લઈને વિલન સુધીની ભૂમિકાઓ ભજવવામાં પરેશ રાવલએ ઘણું જાણીતું નામ છે.

30 મે 1950ના રોજ જન્મેલા મૂળ ગુજરાતી એવા પરેશે વર્ષ 1984માં કેતન મહેતાની ફિલ્મ 'હોલી' મારફત બૉલિવુડની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. 80 થી 90ના ગાળામાં પરેશે જુદી-જુદી ફિલ્મોમાં સહઅભિનેતા અને વિલનની ભૂમિકાઓ ભજવી.

1992 માં આવેલી સરદાર નામની તેની ફિલ્મ નોંધપાત્ર રહી. આ ફિલ્મમાં પરેશે સ્વાતંત્ર્ય સેનાની એવા વલ્લભભાઈ પટેલની ભૂમિકા ભજવી હતી. આ જ અરસામાં આવેલી ' માયા મેમસાબ' ફિલ્મમાં પણ તેનો અભિનય પ્રશંસાને પાત્ર રહ્યો. 1996માં નિર્માણ પામેલી ફિલ્મ તમન્નામાં એક વ્યંઢળની ભૂમિકા ભજવીને પરેશે બૉલિવુડના અન્ય કલાકારોને પોતાની આવડતનો પરિચય આપી દીધો.

2000 માં પરેશનો કોમેડી કલાકાર તરીકે ઉદય થયો. હેરાફેરી ફિલ્મમાં બાબુરાવ ગણપતરાવ આપ્ટેની ભૂમિકા તેમજ 2002માં આવેલી આંખે ફિલ્મમાં એક અંધ કલાકાર ઈલીયાસનો રોલ ભજવીને પરેશે બૉલિવુડમાં શ્રેષ્ઠ કોમેડી કલાકારની છાપ અંકિત કરી.

પરેશે આ ઉપરાંત આવારા પાગલ દિવાના, ગરમમસાલા, દીવાને હુએ પાગલ , માલામાલ વિકલી અને ભાગમભાગ જેવી ફિલ્મમાં શ્રેષ્ઠ કોમેડી કલાકારની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં આવેલી ફિલ્મ હેરાફેરીની સીક્વલ ફિલ્મ ફીર હેરાફેરીમાં પણ તેણે પોતાના શ્રેષ્ઠ અભિનયનાં ઓજસ પાથર્યા.

જેના પરિણામ રૂપે પરેશે ' ધ ફિલ્મફેર બેસ્ટ કોમેડિયન અવૉર્ડ' અને ' ધ ફિલ્મફેર બેસ્ટ વિલન અવૉડ' જીત્યા. આ ઉપરાંત ફિલ્મ સરદાર અને તમન્ના ફિલ્મમાં ઉત્કૃષ્ઠ અભિનય કરવા બદલ રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ અવૉડ પણ મેળવ્યો.

પરેશે ફિલ્મોમાં આવતા પહેલા અનેક નાટકો પણ ભજવ્યાં છે. સ્વરૂપ સમ્પટ સાથે લગ્નગ્રંથીએ જોડાનારા પરેશ મુંબઈના વિલે પાર્લેમાં આવેલી નરશી મોંજી કોમર્સ એન્ડ ઈકોનોમિક્સ કોલેજના વિદ્યાર્થી પણ રહી ચૂક્યાં છે.

નોંધપાત્ર ફિલ્મો
હોલી, અર્જૂન, નામ, મરતે દમ તક, હીરો નં-1, ઓજાર, તમન્ના, જમીર, ગુપ્ત, ચાચી-420, ગુલામે મુસ્તફા, સરદાર, નાયક, ફન્ટૂસ, લવ કે લીયે કુછ ભી કરુંગા, હેરાફેરી, 36-ચાઈના ટાઉન, ફીર હેરાફેરી, આંખે, ગોલમાલ, ચુપ ચુપ કે, હંગામા, માલામાલ વિકલી, હલચલ, ભાગમભાગ.... વગેરે.

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments