Webdunia - Bharat's app for daily news and videos

Install App

નિરૂપા રોય

Webdunia
નિરૂપા રોયનો જન્મ 4 જાન્યુઆરી 1931 ના રોજ ગુજરાતના વલસાડ જીલ્લામાં થયો હતો. તેઓનુ નામ કોકીલા કિશોરચન્દ્ર બલસારા હતું. તેઓની ઉંચાઇ 5 ફૂટ 3 એંચ હતી. જ્યારે તેઓ 15 વર્ષના હતા ત્યારે જ તેમના લગ્ન થઇ ગયા હતાં અને ત્યાર બાદ તેઓ પોતાના પતિ સાથે મુંબ ઇ
IFM
આવી ગયાં હતાં. ત્યાર બાદ તેઓ અને તેમના પતિ ગુજરાતી પેપરમાં એક્ટર બનવા માટેનો મોકો શોધતા હતા અને આ મોકો તેઓને 1945માં મળ્યો હતો. અને ત્યાર બાદ તેઓએ તેમના કેરીયરની શરૂઆત ગુજરાતી ફિલ્મ રાણકદેવીથી કરી હતી.

નિરૂપા રોયે તેની પહેલાની હિન્દી ફિલ્મોમાં મુખ્ય હિરોઇન તરીકેનો અને ત્યાર બાદ 1970 થી 1980 દરમિયાન ફિલ્મોમાં મોટે ભાગે ઇંડિયન મધરનો રોલ ખુબ ભજ્વ્યો છે. તેઓએ તેમની 50 વર્ષની એક્ટીંગની કારકીર્દિ દરમિયાન 250 જેટલી ફિલ્મો માં રોલ ભજ્વ્યો છે. જે વર્ષે તેઓએ રાણકદેવી ફિલ્મમાં શુટીંગ કર્યું તે વર્ષે જ તેઓએ અમર રાજ હિન્દી ફિલ્મમાં પણ શુટીંગ કર્યું હતું.

તેઓએ 1940 થી 1950 દરમિયાન ખુબ જ સારી ફિલ્મો આપી છે. તેઓની દો બીગા જમીન, ટાંગેવાલી, ગરમ કોટ ખુબ જ પ્રખ્યાત થઇ હતી. લોકો તેમને દેવી માનતા હતા અને તેમના ઘરે તેઓના આશીર્વાદ પણ લેવા આવતા હતા. 1970 બાદ તેઓએ અમિતાભ બચ્ચનની માતા તરીકે તેમની સાથે ફિલ્મોમાં કામ કર્યું હતું. 1980 બાદ તેઓએ ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધુ હતું પરંતુ 1999 માં લાલ બાદશાહની સાથે પાછા આવી ગયા હતા.

તેઓના પતિનું નામ કમલ રોય હતું અને પુત્રનું નામ કિરણ રોય હતું. તેઓને એક પુત્ર અને બે પુત્રીઓ હતી. તેઓ તેમના પુત્રની જેટલી નજદીક હતા તેટલા જ તેમની પુત્રીઓથી દૂર હતા. તેઓનુ મૃત્યું મુંબઇમાં 13 ઓક્ટોમ્બર 2004 ના દિવસે થયું હતું. તે વખતે તેઓ 73 વર્ષના હતા.

તેઓએ મેળવેલ એવોર્ડ

1955 માં મુનિમજી ફિલ્મ માટે ફિલ્મફેરા બેસ્ટ સપોર્ટીગ એક્ટરેસનો એવોર્ડ મળ્યો હતો.
1961 માં છાયા ફિલ્મ માટે ફિલ્મફેર બેસ્ટ સપોર્ટીગ નો એવોર્ડ મળ્યો હતો.
1961 માં છાયા માટે બીએફજેએ તરફથી બેસ્ટ એક્ટરેસ ઇન સપોર્ટીગ રોલનો એવોર્ડ મળ્યો હતો.
1964 માં શેહનાઇ માટે ફિલ્મફેર બેસ્ટ સપોર્ટીગ એક્ટરેસનો એવોર્ડ મળ્યો હતો.
2003 માં તેઓને ફિલ્મફેર લાઇફ ટાઇમ એચીવમેંન્ટનો એવોર્ડ મળ્યો હતો.

પારૂલ ચૌધરી

આ 4 રાશિઓ પૈસા બચાવવામાં સૌથી આગળ હોય છે, તેઓ દરેક પૈસો સમજદારીથી ખર્ચ કરે છે

21 મે નુ રાશિફળ- આ રાશિના લોકોના વ્યાપાર ધંધામાં મતભેદ થઈ શકે છે

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

Show comments