Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૌની યોજના : ૧૦.૨૨ લાખ એકર વિસ્તારને મળશે લાભ : ૧૧ હજાર કરોડનો અંદાજીત ખર્ચ થશે

Webdunia
શનિવાર, 27 ઑગસ્ટ 2016 (11:52 IST)
નર્મદા યોજના ખરા અર્થમાં ગુજરાતની જીવાદોરી બની રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના પાણીની સમસ્યાવાળા વિસ્તારોને ખરા અર્થમાં પાણીદાર કરનારી નર્મદા મૈયાનું સૌરાષ્ટ્રમાં અવતરણ ‘સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરીગેશન’ યોજના એટલે કે ‘સૌની’ યોજના દ્વારા થઇ રહ્યું છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં આ યોજના લીંક-૧ના ૧૦ જળાશયોમાં નર્મદાનીર પહોંચશે ત્યારે સૌરાષ્ટ્રવાળાઓનું સપનું સાકાર થશે અને રાજ્ય સરકારની સંકલ્પસિદ્ધિને ફરી દોહરાવશે. તા.૩૦ ઓગષ્ટના રોજ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સણોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન સૌરાષ્ટ્રના ૧૦ જળાશયોમાં નર્મદા જળ અવતરણનો શુભારંભ થશે. નર્મદાના પુરના વધારાના પાણી પૈકી એક મીલીયન એકર ફીટ પાણી એટલે કે ૪૩૫૬૦ મીલીયન ઘનફુટ પાણી સૌરાષ્ટ્ર વિસ્તારને ફાળવવામાં આવ્યા છે. નર્મદા નદીના પુરના પાણીનો સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સિંચાઇ તથા ભુગર્ભ જળ રીચાર્જના અભ્યાસ બાદ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોને આવરી લેતી ચાર લીંક કેનાલો પાઇપ નહેરો તરીકે આયોજન કરાયું છે, જેમાં લીંક-૧ મચ્છુ-ર બંધથી સાની બંધ સુધી૧૮૦ કિ.મી., લીંક-ર લીંબડી-ભોગાવો-ર બંધથી રાયડી બંધ સુધી ૨૫૩ કિ.મી., લીંક-૩ ધોળીધજા બંધથી વેણુ-૧ બંધ સુધી ૨૪૫ કિ.મી. અને લીંક-૪ લીંબડી-ભોગાવો-ર બંધથી હીરણ-ર બંધ સુધી ૪૪૮ કિ.મી.નો સમાવેશ થાય છે. ‘સૌની’ યોજના એટલે કે, સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરીગેશન યોજના હેઠળ આ ચારેય લીંક પાઇપ લાઇનની કુલ ૧૧૨૬ કિ.મી. લંબાઇમાં સર્વેક્ષણ / આલેખન / અંદાજોને રૂ.૧૦,૮૬૧ કરોડની વહીવટી મંજુરી મળેલ છે. પ્રથમ તબક્કા રૂપે દરેક લીંક પાઇપ લાઇનના ત્રણ-ત્રણ, એમ કુલ ૧૨ પેકેજોના ૨૩૦ કિ.મી. લંબાઇના રૂ.૬૭૬૧ કરોડના ટેન્ડરો આખરી કરી, કામો માર્ચ-૨૦૧૪થી શરૂ થયેલ છે. આ સમગ્ર યોજનાના ચારેય લીંકના પ્રથમ તબક્કાના કામો કુલ ૨૩૦ કિ.મી. લંબાઇમાંથી ૨૨૦ કિ.મી. લંબાઇમાં પાઇપ લાઇનના કામો પૂર્ણ થયેલ છે.  પ્રથમ તબક્કાના ચાર લીંક યોજનાના કામોથી ૧૬ જળાશયો ભરી શકાશે, જેમાં આ યોજના અંતર્ગત જામનગર જિલ્લાના આજી-૧, ઉન્ડ-૧ અને ઉન્ડ-ર એમ કુલ ત્રણ ડેમો. મોરબી જિલ્લાના મચ્છુ-૧-ર-૩, ડેમી-ર-૩ અને બંગાવડી એમ કુલ છ ડેમો. રાજકોટ જિલ્લાના આજી-ર, ખોડાપીપર અને આંકડીયા એમ કુલ ત્રણ ડેમો. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગાવો-૧ ડેમ(નાયકા), વઢવાણ ભોગાવો-ર ડેમ(ધોળીધજા), લીંબડી ભોગાવો-૧ ડેમ (વડોદ) એમ કુલ ત્રણ ડેમો અને બોટાદ જિલ્લાના ભીમડાદ ડેમનો સમાવેશ થાય છે. આ ચાર લીંક પાઇપલાઇન યોજનામાંથી લીંક-૧ પાઇપલાઇન (મચ્છુ-ર થી ઉન્ડ-૧) સુધીની ૫૭.૬૭ કિ.મી. લંબાઇની કામગીરી રૂ.૧૫૬૧ કરોડના ખર્ચે પૂર્ણ થયેલ છે. જેમાં ૩ મીટર વ્યાસવાળી ૩૬.૫૭ કિ.મી. અને ૨.૬૦ મીટર વ્યાસવાળી ૨૧.૧૦ કિ.મી.નો સમાવેશ થાય છે. આ લીંક-૧ યોજનાથી ૧૦ જળાશયો ભરી શકાશે અને તેનાથી ૪૭૯૪૩ હેકટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ બનશે. આ તબક્કામાં મચ્છુ-ર અને આજી-૩ ડેમ ખાતે ખાસ પમ્પીંગની સુવિધા ઉભી કરાઇ છે. આ યોજનામાં ૧.૪૩ લાખ મેટ્રીક ટનનો સ્ટીલનો જથ્થો વાપરવામાં આવ્યો છે. સૌની યોજનાની સમગ્ર કામગીરી આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ થયે ઉપરોક્ત ચાર લીંક પાઇપ લાઇન દ્વારા રાજકોટ જિલ્લાના-૨૪, મોરબી જિલ્લાના-૬, ગીર-સોમનાથ જિલ્લાના-૧, બોટાદ જિલ્લાના-૩, જામનગર જિલ્લાના-૨૪, જૂનાગઢ જિલ્લાના-૧૩, પોરબંદર જિલ્લાના ૪, ભાવનગર જિલ્લાના-૧૧, અમરેલી જિલ્લાના-૧૨, દેવભૂમિ-દ્વારકા જિલ્લાના-૧૧, સુરેન્દ્રનગર જિલ્લાના-૬ મળી કુલ ૧૧૫ જળાશયો ભરવા આયોજન છે. આમ સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં અવારનવાર સર્જાતી જળ સમસ્યાનો અંત આવશે અને આશરે ૧૦,૨૨,૫૮૯ એકર જમીનોને સિંચાઇની હયાત સુવિધા સુદ્રઢ થશે.

 

 
લીંક નંબર ડેમોની સંખ્યા ક્યાંથી ક્યાં સુધી લંબાઇ કિ.મી. અંદાજીત રકમ રૂ. કરોડમાં લાભિત વિસ્ર્તાર એકરમાં
૩૦ મચ્છુ-ર (મોરબી) થી સાની ૧૮૦ ૧૫૩૩ ૨૦૨૧૦૦
૧૭ લીંબડી ભોગાવો-ર(સુરેન્દ્રનગર)થી રાયડી ૨૫૩ ૩૨૨૯ ૨૭૪૭૭૦૦
૨૮ વઢવાણ ભોગાવો-ર(સુરેન્દ્રનગર)થી વેણુ-૧ ૨૪૫ ૨૩૧૪ ૧૯૮૦૬૭
૪૦ લીંબડી ભોગાવો-ર(સુરેન્દ્રનગર)થી હિરણ-ર ૪૪૮ ૩૭૮૫ ૩૪૭૭૨૨
કુલ ૧૧૫   ૧૧૨૬ ૧૦૮૬૧ ૧૦૨૨૫૮૯

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments