Webdunia - Bharat's app for daily news and videos

Install App

વરસાદને કારણે સંખ્યા બંધ ફલાઇટોને અસર

Webdunia
બુધવાર, 13 જુલાઈ 2016 (15:12 IST)
ગુજરાત સહિત દેશભરમાં વરસાદી વાતાવરણની અમદાવાદથી અાવતી જતી બે ફ્લાઈટ કેન્સલ કરાઈ છે. જ્યારે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલની દોઢ ડઝન જેટલી ફ્લાઈટને અસર પડી છે.

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ભારતભરમાં પડી રહેલા વરસાદને કારણે ખાસ કરીને હવાઈ સેવા ઉપર અસર પડી રહી છે. જેમાં ખાસ કરીને ડોમેસ્ટિકમાં અમદાવાદ-દિલ્હી રૂટ તેમજ ઈન્ટરનેશનલમાં ગલ્ફના અબુધાબી રૂટની ફ્લાઈટસ સૌથી વધુ અસરગ્રસ્ત બની છે. વરસાદી વાતાવરણના કારણે જે ફ્લાઈટ ડિલે થઈ છે તેમાં સ્પાઈસ જેટની દિલ્હીથી અમદાવાદ અાવતી એસજી.-195 નંબરની ફ્લાઈટ અને અમદાવાદથી હૈદરાબાદ જતી ફ્લાઈટને કેન્સલ કરવામાં અાવી હતી.

અા ઉપરાંત ડોમેસ્ટિક રૂટમાં દિલ્હીથી અમદાવાદ અાવતી ઈન્ડિગોની 6ઈ-625 નંબરની ફ્લાઈટ સવા કલાક અને 6ઈ-397 નંબરની ફ્લાઈટ એક કલાક મોડી અાવી હતી. જ્યારે બેંગલુરુંથી અાવતી ઈન્ડિગોની 6ઈ-146 નંબરની ફ્લાઈટ, મુંબઈથી અાવતી ઈથિયોપિયન એરલાઈન્સની ઈટી-1774 નંબરની ફ્લાઈટ સવા કલાક કરતાં વધુ મોડી અાવી હતી. જ્યારે ઈન્ટરનેશનલ રૂટમાં અબુધાબીથી અાવતી જેટ એરવેઝની 9ડબ્લ્યુ-519 નંબરની ફ્લાઈટ, એતિહાદ એરવેઝની ઈવાય-8730 નંબરની ફ્લાઈટ તેમજ લંડનથી મુંબઈ થઈને અાવતી એર ઈન્ડિયાની એઅાઈ-130 નંબરની ફ્લાઈટ પણ સવા કલાક જેટલી મોડી પડી હતી.
જ્યારે અમદાવાદથી ઉપડતી ડોમેસ્ટિક રૂટમાં દિલ્હી જતી ઈન્ડિગોની 6ઈ-394 નંબરની ફ્લાઈટસ અને 6ઈ-158 નંબરની ફ્લાઈટ તેમજ 6ઈ-962 નંબરની ફ્લાઈટસ પા કલાકથી પોણો કલાક સુધી મોડી ઉપડી હતી. જ્યારે સ્પાઈસ જેટની દિલ્હી જતી એસજી-194 નંબરની ફ્લાઈટ, ચેન્નઈ જતી એસજી-501 નંબરની ફ્લાઈટ, ઈન્ડિગોની કોલકાતા જતી 6ઈ-125 નંબરની ફ્લાઈટ તેમજ જેટ એરવેઝની મુંબઈ જતી 9ડબ્લ્યુ-738 નંબરની ફ્લાઈટ પા કલાકથી લઈને પોણો કલાક સુધી મોડી પડી હતી. જ્યારે એર ઈન્ડિયાની અમદાવાદથી મુંબઈ થઇને લંડન જતી એઅાઈ-131 નંબરની ફ્લાઈટ પણ અડધો કલાક મોડી ઉપડી હતી.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments