Webdunia - Bharat's app for daily news and videos

Install App

લવ જેહાદ છોકરી બંગાળ પહોંચાડી

Webdunia
બુધવાર, 15 જૂન 2016 (15:42 IST)
લિંબાયત વિસ્તારમાં રહેતી યુવતિને તેના જ વિસ્તારમાં રહેતો યુવક પ્રેમજાળમાં ફસાવી પશ્ચિમ બંગાળ ભગાડી ગયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 

યુવતી નાસી જતા પરિવારે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે મોબાઈલ ટ્રેસના આધારે યુવતિને બંગાળના માલદા લઈ જવાઈ હોવાની જાણકારી મળી હતી.

જેથી પોલીસની ટીમે યુવતિને શોધવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જ્યાંથી પોલીસે યુવતિને છોડાવી લીધી હતી.

જોકે, આરોપી ફરાર થઈ ગયો હતો. તેથી યુવતિઓને બંગાળ લઈ તેની પાસે ધર્મપરિવર્તનથી લઈને
બદકામ કરાવાતુ હોવાની આશંકા સુત્રો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.

લિંબાયત વિસ્તારમાં રહેતી સંજના (નામ બદલ્યુ છે)ને તેના વિસ્તારમાં રહેતો શેખ શાહરુખ નામનો યુવક ગત તારીખ ૩૧મીના રોજ ભગાડી ગયો હતો.

જેથી યુવતિના પરિવારે આ અંગે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે મોબાઈલ લોકેશન ટ્રેસ કરતા યુવતિ પશ્ચિમ બંગાળના માલદા પોલીસ સ્ટેશનની હદમાં હોવાનું જાણવા મળ્યુ હતું.

જેથી પોલીસની ટુકડી પ.બંગાળ પહોંચી હતી. તેમજ ૭થી ૮ દિવસ સુધી રેકી કરી સ્ટેટ કંટ્રોલની મદદથી યુવતિને બચાવી લીધી હતી.

લિંબાયત પોલીસના પીઆઈ બીએમ પરમારની અધ્યક્ષતામાં બનેલી પીએસઆઈ એસએઆઈ મહિલા
કોન્સ્ટેબલ સહિતની ચાર જણની ટીમે બંગાળમાં ૭થી ૮ દિવસ સુધી રેકી કરી યુવતિને બચાવી હતી.

તેમજ યુવતિને સુરત લઈ આવવાની કાર્યવાહી શરુ કરી દીધી છે. પોલીસના જણાવ્યા મુજબ, યુવતિને લિંબાયત પરત લાવ્યા બાદ જ મામલામાં સાચી હકિકત સામે આવશે.

જોકે, હાલ પોલીસને આશંકા છે કે યુવતિ પાસે બદકામ કરાવવામાં આવ્યુ હોઈ શકે છે તેમજ તેનુ ધર્મ
પરિવર્તન પણ કરાવવામાં આવ્યા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર ભારે ભીડને કારણે નાસભાગ મચી, 9 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

રાયપુરઃ બિલ્ડિંગના બીજા માળે વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી, બેના કરૂણ મોત, 2 ઘાયલ

મહારાષ્ટ્ર ચૂંટણી: કોંગ્રેસે 16 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

આગળનો લેખ
Show comments