Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતમાં પ્રથમ મેન્યુફેક્ચરિંગ એકમના પ્રારંભ સાથે લેઇકો ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ સાથે જાડાયું

Webdunia
બુધવાર, 31 ઑગસ્ટ 2016 (17:09 IST)
૩૦ ઓગસ્ટ, ૨૦૧૬ - લેઇકો ઇન્ડિયા માટે આજે ડબલ ઉજવણીનો પ્રસંગ છે. ભારતમાં કામગીરી શરૂ કર્યાના માત્ર આઠ જ મહિનામાં વૈશ્વિક સ્તરની ટેકનોલોજી ક્ષેત્રની અગ્રણી લેઇકોએ ગ્રેટર નોઇડામાં તેના પ્રથમ અદ્યતન સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ એકમ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ દર્શાવે છે કે લેઇકો ભારત સરકારના મેક ઇન ઇન્ડિયા પહેલમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે કટીબદ્ધ છે અને દેશમાં લાંબાગાળાની યોજનાઓ ધરાવે છે. ૫ મિલિયન યુએસ ડોલરના રોકાણ સાથે આ એકમની સ્થાપના કરાઇ છે તથા ઓટોમેશન પ્રોસેસ માટે વધુ ૨ મિલિયન યુએસ ડોલરની ફાળવણી કરવામાં આવી છે. 
 
ભારતમાં એકમની સ્થાપના કરવા માટે લેઇકોએ અગ્રણી ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરર કોમ્પલ ઇલેક્ટ્રોનિક્સ સાથે જોડાણ કર્યું છે. કેન્દ્રિય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી તથા કાયદા પ્રધાન શ્રી રવિશંકર પ્રસાદે દીપ પ્રાગટ્ય સાથે પ્લાન્ટની કામગીરી સત્તાવાર લોન્ચ કરી હતી. આ પ્રસંગે લેઇકો ઇન્ડિયાના સ્માર્ટ ઇલેક્ટ્રોનિક્સ બિઝનેસના સીઓઓ શ્રી અતુલ જૈન પણ ઉપÂસ્થત રહ્યાં હતાં.
 
ઉદ્‌ઘાટન પ્રસંગે પ્રધાને જણાવ્યું હતું કે, “ભારતને ઇલેક્ટ્રોનિક્સના ઉત્પાદન કેન્દ્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે કારોબાર માટે સાનુકૂળ માહોલ પેદા કરવા સંખ્યાબંધ પગલા ભર્યાં છે. વર્ષ ૨૦૨૦ સુધીમાં ઇલેક્ટ્રોનિક્સ બજારનું કદ વધીને ૪૦૦ બિલિયન યુએસ ડોલર થવાનો અંદાજ છે ત્યારે સ્થાનિક સ્તરે ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવે તે અત્યંત જરૂરી છે. લેઇકો વૈશ્વિક પ્રતિષ્ઠા ધરાવે છે અને ભારતીય માર્કેટમાં આઠ મહિના પહેલ પ્રવેશ કરતાની સાથે જ મેક ઇન ઇન્ડિયા કેમ્પેઇન સાથે કંપનીનું જોડાણ પ્રશંસનીય છે. સ્થાનિક પ્રતિભાને તાલીમ આપીને દેશમાં સેન્ટર ઓફ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એક્સલન્સ તૈયાર કરવાના કંપનીના પ્રયાસોને અમે આવકારીએ છીએ.”
 
ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સ્થાપના સાથે લેઇકોએ દેશમાં સ્માર્ટફોનમાં ૧ મિલિયન સેલ્સ વોલ્યુમ પાર કરવાના સીમાચિહ્નની પણ જાહેરાત કરી હતી. લેઇકો માટે આ પ્રશંસનીય સિદ્ધિ છે કે તેણે માત્ર આઠ મહિનામાં શુન્યથી ૧,૦૦,૦૦૦નું સ્તર હાંસલ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં લેઇકો સ્માર્ટફોનનો મજબૂત પોર્ટફોલિયો ધરાવે છે અને કંપનીની કેટલીક પ્રોડક્ટ્‌સે સમાન સેગમેન્ટમાં નોંધપાત્ર લોકપ્રિયતા હાંસલ કરી છે. આ સાબિત કરે છે કે લેઇકોએ ભારતીય ગ્રાહકો સાથે મજબૂત સંબંધ વિકસાવ્યો છે.
 
લેઇકો એશિયા પેસિફિકના સીઇઓ અને લે હોલ્ડિંગ્સના વાઇસ પ્રેસિડેન્ટ ટીન મોકે જણાવ્યું હતું કે, “લેઇકોની વૈશ્વિક વિસ્તરણ યોજનામાં ભારત ટોચની પ્રાથમિકતા છે. મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને આરએન્ડડી સેન્ટર ખાતે અમારા રોકાણ મારફતે હજારો સ્થાનિક પ્રતિભાને તાલીમ અપાશે, જે અમારી લાંબાગાળાની યોજનાઓ પ્રદર્શિત કરે છે. અમે અમારા યુઝર્સને સ્થાનિક સ્તરે ઉત્પાદિત વધુ પ્રોડક્ટ્‌સ ઓફર કરવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ, જે ભારતીય ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે કસ્ટમાઇઝ્ડ હોય. ભારતમાં અમારી પાસે મજબૂત આરએન્ડડી ટીમ છે અને આગામી વર્ષ સુધીમાં અમે ૧,૦૦૦થી વધુ એÂન્જનિયરનો ઉમેરો કરવાની યોજના ધરાવીએ છીએ. આ દ્વારા અમે ભારતના યુઝર્સની સાથે-સાથે વિદેશી બજારોના યુઝર્સ માટે પ્રોડક્ટ ડિઝાઇન અને ડેવલપમેન્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માગીએ છીએ.”
 
આ લોન્ચ પ્રસંગે પ્રતિક્રિયા આપતા લેઇકો ઇન્ડિયાના સ્માર્ટ ઇલેક્ટ્રોનિક્સ બિઝનેસના સીઓઓ શ્રી અતુલ જૈને જણાવ્યું હતું કે, “અમારા માટે આ ઐતિહાસિક ક્ષણ છે અને અમે રોકાણ અને અન્ય પ્રતિબદ્ધતાઓ સાથે ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલ સાથે જોડાવાનો આશય ધરાવીએ છીએ. દેશમાં પ્રવેશ્યાના માત્ર આઠ મહિનાના સમયગાળામાં અમારા ઘરેલુ મેન્યુફેક્ચરિંગ એકમ સ્થાપવા અંગે અમે ગર્વ અનુભવીએ છીએ. આ ઉપરાંત અમે ભારતીય માર્કેટમાં ૧ મિલિયન સેલ્સ વોલ્યુમની સિદ્ધિ ભારતીય માર્કેટમાં અમારી મજબૂત ઉપÂસ્થતિ દર્શાવે છે. અમને આશા છે કે સ્થાનિક સ્તરે સુપરફોનના ઉત્પાદન દ્વારા યુઝર્સની સતત વધતી માગને પહોંચી વળીશું. આ પ્રસંગે અમે અમારા ગ્રાહકોનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમના નિયમિત પ્રતિસાદો અને સહયોગથી અમને ભારતમાં ઝડપી વિકાસ સાધવાની પ્રેરણા મળી છે.” 
 
ગ્રેટર નોઇડા સ્થિત આ એકમ ૨૦૦,૦૦૦ ચોરસફુટ વિસ્તારમાં ફેલાયેલું છે અને તેની પ્રારંભિક માસિક ઉત્પાદન ક્ષમતા લગભગ ૬૦,૦૦૦ ફોન રહેશે. લેઇકો વર્ષ ૨૦૧૬ના અંત સુધીમાં ઉત્પાદન ક્ષમતા વધારીને માસિક ૨૦૦,૦૦૦ સ્માર્ટફોન કરવાની યોજના ધરાવે છે. આ ઉત્પાદન એકમ સ્થાનિક સ્તરે ઉત્પાદિત ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્‌સ સારા ભાવમાં ગ્રાહકોને ઉપલબ્ધ બને તે સુનિશ્ચિત કરશે. મહત્વપૂર્ણ છે કે લેઇકો પહેલેથી જ આ એકમ ખાતે ૨૦૦ કુશળ કર્મચારીઓની નિમણૂંક કરી રહ્યું છે અને ક્ષમતામાં વધારા સાથે કર્મચારીઓની સંખ્યા પણ વધારવામાં આવશે. નવીનીકરણ અને કૌશલ્ય વર્ધન માટે આ પહેલ ઉપયોગી સાબિત થશે.
 
લેઇકો જાન્યુઆરી, ૨૦૧૬માં ભારતીય માર્કેટમાં પ્રવેશ્યું હતું. અત્યાર સુધી કંપનીએ ભારતમાં પાંચ સુપરફોન, લેઇકો મેમ્બરશીપ ઓફ કન્ટેન્ટ અને ઇન્ટરનેસ સર્વિસિસ, ઇ-કોમર્સ પ્લેટફોર્મ લેમોલ અને તાજેતરમાં સુપર ટીવી લોન્ચ કર્યાં છે. આ પ્રસંગની ઉજવણીરૂપે લેઇકો ૩૦ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર દરમિયાન લેમોલ અને ફ્લિપકાર્ટ ઉપર ભારતીય યુઝર્સને લે મિલિયન જાય પેકેજ હેઠળ આકર્ષક ઓફર કરી રહ્યું છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments