Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાર્ટીના કાર્યકરોને મારી પર વિશ્વાસ છે એટલે મારૂ નામ લઈ રહ્યાં છે - નીતિન પટેલ

Webdunia
શુક્રવાર, 5 ઑગસ્ટ 2016 (15:35 IST)
ગુજરાતના નવા મુખ્યમંત્રી માટે નીતિન પટેલનું નામ સામે આવ્યું અને રાજકીય વર્તૂળો તો ફાઈનલ નામ નીતિન પટેલ જ છે તેવું કહી રહ્યા છે ત્યારે ખુદ નીતિન પટેલે કહ્યું કે, જનતા અને પાર્ટીઓના લોકોને વિશ્વાસ છે એટલે નામ બોલી રહ્યા છે.  નીતિન પટેલના ઘરે તો ખુશીનો માહોલ છવાઈ ગયો છે. તેમના પત્નીએ તો મીઠાઈની મિજબાની પણ કરી નાખી છે.

પોતાનું નામ નવા મુખ્યમંત્રી તરીકે દરેકના જીભે આવી રહ્યું છે ત્યારે ખુદ નીતિન પટેલ આ અંગે કહે છે કે, લોકો, કાર્યકરો, પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો વગેરેનો પોતાના પર વિશ્વાસ છે તેના કારણે તેમનું નામ લેવાઈ રહ્યું છે. ધારાસભ્યો અને પાર્ટીના ઉચ્ચ નેતાઓ, પાર્ટી અધ્યક્ષ અને નિરીક્ષકો આવશે અને બેઠક કરવામાં આવશે ત્યાર બાદ જે નામ સામે આવશે તે જ બનશે નવા મુખ્યમંત્રી. ધારાસભ્યો સાથે ચર્ચા કરવામાં આવશે અને તેઓ કહેશે તેની પસંદગી કરવામાં આવશે. નીતિન પટેલના પત્ની સુલોચનાબેનના જણાવ્યા અનુસાર, ઘરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ તેઓ છેલ્લા ઘણા વર્ષોથી પાર્ટીએ અનેક જવાબદારીઓ આપી છે તે અનુસાર કામ કર્યું છે. હવે તેઓ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે ત્યારે પણ કઈ જુદું લાગતું નથી. જે કામ કર્યું છે તે જ કામ કરવાનું યથાવત રાખવાનું છે.

વજન ઓછું કરવા માંગતા હોય તો જાણી લો, કયા લોટની રોટલીમાં કેટલી કેલરી હોય છે?

Menstrual Hygiene Day 2024: પીરિયડસમાં હાઈજીનની કમીથી થઈ શકે છે આ રોગોનો ખતરો

World Hunger Day: વિશ્વ ભૂખ દિવસ ઈતિહાસ, થીમ, મહત્વ અને તથ્યો

Gravy Recipe- એક જ ગ્રેવીથી તૈયાર કરી શકાય છે 20 થી 25 ડિશ જાણો કેવી રીતે બનાવીએ

World No Tobacco Day 2024 Quotes - વિશ્વ તંબાકુ નિષેદ દિવસ પર આ સંદેશ દ્વારા લોકોને કરો જાગૃત

'બીવી નંબર 1'ના 25 વર્ષ પૂરા થતા જેકી ભગનાનીએ પત્ની રકુલ પર વરસાવ્યો પ્રેમ, વીડિયો શેર કરીને કહી આ વાત

ગુજરાતમાં એક એવું અનોખું મંદિર છે, જ્યાં દેવી-દેવતાઓની એક પણ મૂર્તિ નથી.. જાણો અહીં કોની પૂજા થાય છે?

કરણ જૌહરે ઘડક 2 નુ કર્યુ એલાન, સ્ટાર કાસ્ટ અને રિલીઝ ડેટ પરથી ઉઠ્યો પડદો

પાકિસ્તાની અભિનેતા તલત હુસૈનનુ નિધન, અભિનેત્રી રેખા સાથે આ ફિલ્મમાં કર્યુ હતુ કામ

HBD Jethalal- સલમાનની ફિલ્મથી કર્યુ ડેબ્યૂ, આજે આટલા કરોડના માલિક

આગળનો લેખ
Show comments