rashifal-2026

ગાંધીનગરની LDRP ઈન્સ્ટિટ્યૂટની વેબસાઈટ હેક કરનાર પાકિસ્તાની હેકરનું આઈપી એડ્રેસ કરાચીનું નીકળ્યું

Webdunia
સોમવાર, 17 ઑક્ટોબર 2016 (13:24 IST)
ગાંધીનગરમાં આવેલી એલડીઆરપી ઈન્સ્ટિટ્યૂટની વેબસાઈટ હેકિંગ મામલે પોલીસે તપાસ કરતાં હેકરનું આઈપી એડ્રેસ પાકિસ્તાનના કરાચીનું મળી આવ્યું છે. ટેકનિકલ ટીમ દ્વારા આ અંગે તપાસ કરાઈ હતી. ઓગસ્ટ-૨૦૧૫માં જ્યારે નેશનલ લો યુનિવર્સિટીની વેબસાઈટ હેક થઈ હતી ત્યારે તેની તપાસમાં પણ કરાચીનું જ આઈપી એડ્રેસ મળી આવ્યું હતું, જેથી પાકિસ્તાનના કરાચી હેકર્સ દ્વારા વેબસાઈટ હેક કરાય છે. સેક્ટર-૧૫માં આવેલી એલડીઆરપી કોલેજની વેબસાઈટ હેક કરી મોદીજી, અભી તો પાર્ટી શૂરુ હુઈ હૈ લખી તેમાં પાકિસ્તાનના ઝંડાનું ચિત્ર મૂકી દેવાયું હતું. આ મામલે સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં આઈટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. ટેકનિકલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવતાં હેકર્સનું આઈપી એડ્રેસ શોધવાની તજવીજ હાથ ધરાઈ હતી. પાકિસ્તાનના કરાચી શહેરનું લોકેશન ટેકનિકલ ટીમને મળી આવ્યું હતું. સેક્ટર-૭ પોલીસ દ્વારા હેકર્સ સુધી પહોંચવું મુશ્કેલભર્યું હોવાથી આ અંગે તેઓએ સ્થાનિક કક્ષાએ તપાસ કરીને રિપોર્ટ ગૃહ વિભાગની સાયબર ટીમને સોંપ્યો છે અને ગૃહ વિભાગ આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરશે
વધુ જુઓ..

જરૂર વાંચો

જો તમે સરસવનું તેલ અને મેથીનું દાણું એકસાથે ભેળવીને વાળમાં લગાવો તો શું થશે?

ભાત સાથે અદ્ભુત સ્વાદનો આનંદ માણો, શિયાળાની ખાસ વટાણાની કઢી બનાવો

Perfume Day 2026: એન્ટિ-વેલેન્ટાઈન વીક દરમિયાન પરફ્યુમ ડે કેમ આવે છે? તેની પાછળનો તર્ક જાણો.

Makhana Rabri Recipe- ડિનર ઝડપથી તૈયાર કરો ક્રીમી મખાના રબડી, મહેમાનો પણ રેસીપી માંગશે

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

વધુ જુઓ..

નવીનતમ

સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત ખરાબ, લીલાવતી હોસ્પિટલમાં કર્યા દાખલ

રાજપાલ યાદવ પછી અમીષા પટેલ જશે જેલ ? જમાનતી વોરંટ પર અભિનેત્રી બોલી - સેટલમેંટ થઈ ગયુ

ગુજરાતી જોક્સ - વાત કરી રહ્યા

આ વખતે હોળી પર મથુરા-વૃંદાવનની મુલાકાત લેવાનો પ્લાન બનાવો. જાણો કયા સ્થળોએ હોળી અદ્ભુત રીતે ઉજવવામાં આવે છે?

ગુજરાતી જોક્સ - સૂર્ય પર લેકચર

આગળનો લેખ
Show comments