Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘો.10નુ પરિણામ તા.24મી મે એ આવશે

Webdunia
શનિવાર, 21 મે 2016 (12:36 IST)
ચાલુ વર્ષે ગુજરાત શિક્ષણ બોર્ડના પરિણામ જાહેર કરવાની પ્રણાલી તૂટવા જઈ રહી છે. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ સામાન્ય પ્રવાહને બદલે ધોરણ-૧૦ના પરિણામ જાહેર કરવામાં આવશે. આગામી તારીખ ૨૪મી મેના રોજ ધોરણ-૧૦નું પરિણામ જાહેર કરવામાં આવશે.  ગુજરાત શિક્ષણ બોર્ડના જણાવ્યા મુજબ, ધોરણ-૧૦નું પરિણામ તૈયાર થઈ ગયુ છે. જેથી તે ૨૪મીએ આપી દેવાશે. પરંતુ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ પ્રોસેસમાં છે. દર વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં ધોરણ-૧૨ સાયન્સ, કોમર્સ અને ધોરણ-૧૦ની બોર્ડની પરિક્ષા બાદ મે મહિનામાં અંત સુધીમાં ધોરણ-૧૨ના પરિણામ અને જુનના પ્રથમ સપ્તાહમાં ધોરણ-૧૦નું પરિણામ જાહેર કરાય છે.

જેમાં સૌ પ્રથમ ધોરણ-૧૨ સાયન્સનું અને ત્યારબાદ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાય છે. આ પ્રણાલી એટલા માટે ઊભી કરવામાં આવી છે. ધોરણ-૧૨ના પરિણામો બાદ યુજીના વિવિધ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા મોડી ન થાય. પરંતુ આ વર્ષે ધોરણ-૧૨ સાયન્સના પરિણામ બાદ ધોરણ-૧૦નું પરિણામ જાહેર કરવામાં આવશે. બોર્ડના અધિકારીઓનું કહેવુ છે કે, આ વર્ષે તમામ પરિણામો વહેલા આપવામાં આવનાર છે. ત્યારે સૌપ્રથમ ધોરણ-૧૨ સાયન્સનું પરિણામ તૈયાર થઈ ગયુ હતું. જેથી તે આપી દેવાયુ છે. પરંતુ ધોરણ-૧૨ કોમર્સનું પરિણામ હજુ સુધી સંપૂર્ણ તૈયાર થયુ નથી. હજુ કેટલીક પ્રોસેસ બાકી હોય તે ૨૭મી પછી જાહેર થાય તેવી શક્યતા છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments