rashifal-2026

૫૦ હજાર કિલો લોટ,૬૦ હજાર કિલો બટેટા: ખોડલધામમાં ૧ કલાકમાં જમી શકશે સવા બે લાખ લોકો

Webdunia
શુક્રવાર, 6 જાન્યુઆરી 2017 (14:13 IST)
આગામી તારીખ ૧૭ થી ૨૦ રાજકોટના કાગવડ ખાતે લેઉવા પટેલ સમાજના ખોડલ માતાજીના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ તડામાર ચાલી રહી છે. આ મહોત્સવ દરમિયાન માત્ર ગુજરાત જ નહીં દેશ અને વિદેશમાં વસતા પાટીદાર સમાજના પરિવારો આવી રહ્યા હોઈ તેમને દર્શન સાથે પ્રસાદ પણ મળી રહે અને કલાકના હિસાબે લાખો લોકો પ્રસાદ લેનાર હોઈ તેનું વિશાળ આયોજન કરાયું છે.ખોડલધામ સમિતિના ટ્રસ્ટના પરેશ ગજેરાના જણાવ્યા મુજબ ખોડલધામ કાગવડ ખાતે અંદાજે ૪૮ વીઘા જમીન ઉપર એક ભોજનશાળા તૈયાર કરવામાં આવી છે. જેમાં એક કલાકમાં અંદાજે સવા બે લાખ ભાવિકો પ્રસાદ (ભોજન) લઇ શકે તેવું આયોજન છે. આ માટે ૬૦,૦૦૦ કિલો બટેટા,૬૦૦ કિલો લીલા મરચા,૨૦૦૦ કિલો પાકા ટામેટા,ચણાનો કરકરો લોટ ૧૦,૦૦૦ કિલો મોહનથાળ માટે મગાવ્યો છે.૫૦,૦૦૦ કિલો ઘઉંનો લોટ રોટલી માટે, ૧૦,૦૦૦ કિલો ચણાનો સાદો લોટ  તથા અન્ય સામગ્રી પણ જરૂરીયાત પ્રમાણે મંગાવી છે, જેમાં શુદ્ધ ઘીનો પણ સમાવેશ થાય છે.ભાઈઓ અને બહેનો માટે જમવાની વ્યવસ્થા અલગ કરવામાં આવી છે. બંને વિભાગમાં ૪૫૦ બાય ૩૦૦ ફૂટના ૧૨૯ કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા છે. એક કલાકમાં ૨.૨૫ લાખ લોકો પ્રસાદ(ભોજન) લઇ સકે તેવી પાકી વ્યવસ્થા છે. મહોત્સવ માટે પટેલ સમાજમાં ભારે ધર્મોલ્લાસ છે.

 
વધુ જુઓ..

જરૂર વાંચો

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments