Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડિજિટાઇઝેશન ક્ષેત્રે વિશ્વની અગ્રગણ્ય કંપની સિસ્કો - CISCO અને ગુજરાતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ગિફ્ટ સિટી વચ્ચે સ્માર્ટસિટી ડેવલપમેન્ટના મહત્વાકાંક્ષી MoU સંપન્ન

Webdunia
શુક્રવાર, 16 ડિસેમ્બર 2016 (12:05 IST)
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેકસિટી - GIFTને સ્માર્ટ સિટી તરીકે ડેવલપ કરવાના  MoU- સમજૂતિ કરાર વિશ્વવિખ્યાત ડિજિટાઇઝેશન કંપની સિસ્કો- CISCO સાથે આજે સંપન્ન થયા હતાં. 

આ સમજૂતિ કરાર અન્વયે ભારતના સર્વપ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટસિટી એવા ગિફ્ટ સિટી કેમ્પસમાં પબ્લિક વાઇ-ફાઇ, સ્માર્ટ પાર્કિંગ, સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશન, ટ્રાફિક એનાલિટીક્સ તથા રિમોટ એક્સ્પર્ટ સર્વિસિઝ CISCO સાથે સંયુક્ત રીતે વિકસાવવામાં આવશે. 

આ ઉપરાંત અહીં સ્માર્ટ કિયોસ્ક, સ્માર્ટ એન્વાયરમેન્ટલ સેન્ટર્સ જેથી વાતાવરણના પ્રદુષણ, ધ્વનિ પ્રદૂષણ વગેરેની માત્રા જાણી શકાય તે સિટી ડિજિટલ પ્લેટફોર્મ સાથે કાર્યરત્ કરાશે. ગાંધીનગરમાં વાહન યાતાયાત-પરિવહન અને તેના નિયમન-નિયંત્રણની અસરકારકતા માટે સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની પણ સ્થાપના આ MoU અંતર્ગત કરવાની છે. 


આ ઉપરાંત ગિફ્ટ સિટીમાં શહેરી સેવાઓના અસરકારક અમલ માટે વિસ્તારી શકાય એવા મોડેલના નિર્માણ હેતુ સિસ્કો સ્થાનિક ઇકોસિસ્ટમ સોલ્યૂશન પ્રોવાઇડર્સ સાથે સહયોગ સાધવાનો ધ્યેય ધરાવે છે. 

આ પ્રોજેક્ટમાં સિસ્કોના વૈશ્વિક તજજ્ઞતા અને ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનો, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT)ના ક્ષેત્રમાં, મોબાઇલ ટેક્નોલોજી એન્ડ એપ્લિકેશન્સ, ક્લાઉડ કમ્પ્યૂટિંગ એન્ડ ડેટા એનાલિસિસમાં વિનિયોગ થશે. સિસ્કો ગિફ્ટ સિટી માટે ખાસ નવી એપ્લિકેશન્સ વિકસાવવા માટે પણ ઇકો સિસ્ટમ પાર્ટનર્સનો સહયોગ લેશે, તેમ પણ આ સમજૂતિ કરારમાં નક્કી થયું છે. 

વર્તમાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગાંધીનગર નજીક અંદાજે ૮૬૨ એકર કેમ્પસમાં આકાર પામેલો આ ગિફ્ટ સિટી પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાની બિઝનેસ ડેવલપમેન્ટ સુવિધાઓ ધરાવે છે. 
વિશ્વવ્યાપી નાણાં સંસ્થાઓ, પ્રતિષ્ઠિત બેન્કો તથા વ્યવસાયિકો, મુલાકાતીઓ માટે શ્રેષ્ઠતમ્ માળખાકીય સગવડો પણ અહીં ઉપલબ્ધ છે. હવે સિસ્કોની સહભાગિતાથી ગિફ્ટ સિટી વિશ્વના ડિજિટાઇઝ્ડ સિટીઝ માટે મોડેલરૂપ સ્માર્ટસિટી બનવાની સંભાવનાઓ ઉજ્જવળ બની છે. 

આ પ્રસંગે મુખ્ય સચિવશ્રી ડૉ. જે. એન. સિંહ, ઉદ્યોગના અધિક મુખ્યસચિવ શ્રી પી. કે. તનેજા, સિસ્કોના પ્રેસિડેન્ટ શ્રી દિનેશ મલકાની, ગિફ્ટના સીઇઓ શ્રી અજય પાંડેય તથા આઇક્રિયેટના સીઇઓ શ્રી અનુપમ ઝલોટે ઉપસ્થિત રહ્યા હતાં.  

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments