સુરતના માંધાતા ઉદ્યોગપતિઓ દ્વારા સ્થપાયેલી વેન્ચ્યુરા એર કનેક્ટ કંપની ભુજથી અમદાવાદ અને રાજકોટની 9 સીટર વિમાની સેવા શરૂ કરવા જઇ રહ્યું છે. કચ્છના રણોત્સવને ધ્યાને લઇને રાજ્યના પ્રવાસન નિગમ સાથે પણ કરાર કરવામાં આવ્યા છે. અમદાવાદ અને રાજકોટ ઉપરાંત અન્ય શહેરોને પણ ભુજ સાથે આવી ફ્લાઇટથી જોડવામાં આવે તેવી શક્યતા છે. ભુજનું એર માર્કેટ ઉભું કરવા માટે પણ વેન્ચ્યુરા એર કનેક્ટ દ્વારા આવી વીમાની સર્વિસ શરૂ કરાયાનું જણાવાયું હતું. કચ્છના રણોત્સવમાં દેશના અન્ય ભાગોમાંથી અને રાજ્યના અન્ય શહેરોમાંથી સહેલાણીઓ આવતા હોય છે ત્યારે અમદાવાદ અને રાજકોટથી તેમને વિમાની સેવા મળી રહે તે માટે વેન્ચુરા દ્વારા રાજ્ય સરકાર સાથે કરાર કરવામાં આવ્યો છે. અમદાવાદ ભુજની ટિકીટ 6800ના બદલે 3500 નિયત કરાય તેવી શક્યતા છે. તેમની કંપની નોન શિડ્યુઅલ ઓપરેટર હોવાના કારણે ટાઇમ ટેબલ હવે નક્કી કરાશે અને એરપોર્ટ પરની સ્પેસ મુજબ તેમના વિમાન ઉડી શકશે. આ કંપનીના સંચાલકો દ્વારા જવાનો માટે આગામી સમયમાં મોરારિબાપૂની રામકથા પણ કચ્છ બહાર થવાની હોવાનું તેમની સાથે રહેલા ભુજના ઘનશ્યામ જોષીએ જણાવ્યું હતું.