Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગિની ફાઉલથી અમદાવાદમાં ફરીવાર બર્ડફ્લુનું જોખમ, 36 ગામોમાં ચકાસણી

Webdunia
બુધવાર, 4 જાન્યુઆરી 2017 (14:22 IST)
અલ્હાબાદથી 6 લોકો ગિની ફાઉલ (રામતેતર) વેચવા માટે અમદાવાદમાં આવ્યા હતાં. આ બધા ગિની ફાઉલને કોઈ બીમારી થઈ ગઈ છે તેવી આશંકા પછી એ લોકો પક્ષીઓને વસ્ત્રાલમાં છોડીને ભાગી છૂટ્યા હ્તા. આશા ફાઉન્ડેશન દ્વારા આ ગિની ફાઉલનો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તમામને બર્ડ ફ્લૂ પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવતા ફફટાડ ફેલાયો હતો. 800 ગિની ફાઉલને બર્ડ ફ્લૂ પોઝિટિવ જાણીને પશુપાલન વિભાગના હોશ ઉડી ગયા હતા. તરત જ ડોક્ટર્સની ટીમ હાથીજણ પહોંચી. બાદમાં ગિની ફાઉલ સહિત 900 પક્ષીનો નાશ કરાયો હતો. જે રહીશોએ પોતાના ઘરમાં મરઘાં પાળ્યા હશે તેનો પણ નાશ કરવામાં આ‌વશે ઉપરાંત પરિવારજનોની તપાસ હાથ ધરી સાવચેતીનાં પગલાં લેવાશે. અમદાવાદ અને ખેડાના 36  ગામોમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ પણ બનાવી દેવાયો છે.  એમાં 100 એ પક્ષી પણ હતા જે પહેલાથી જ ફાઉન્ડેશનમાં રખાયા હતાં. આશ્ચર્યની વાત એ છે કે ભાગી છૂટ્યા પહેલા અલ્હાબાદના લોકોએ કેટલા ગિની ફાઉલ વેચી નાખ્યા, તેમાંથી કેટલાને બર્ડ ફ્લૂ હતો અને કેટલા લોકોએ તેને આરોગ્યું, આ વાત કોઈ નથી જાણતું. આ 6 જણા કોણ હતા એની પણ કોઈ જાણ હજી સુધી નથી.આ ઘટનાના કારણે 4 વર્ષ પછી અમદાવાદ પર બર્ડ ફ્લૂનું જોખમ તોળાઈ રહ્યું છે. જિલ્લા કલેક્ટરે હાથીજણ આસપાસનો 1 કિલોમીટર વિસ્તાર બર્ડ ફ્લૂ માટે અતિ સંવેદનશીલ અને 10 કિલોમીટર વિસ્તાર અસરગ્રસ્ત જાહેર કર્યો છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - હું મૂર્ખ છું.

ગુજરાતી જોક્સ - તું કેટલો મૂર્ખ છે

ગુજરાતી જોક્સ - આખા પરિવારનો ખર્ચ

હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ્ય દ્વારા અભિનિત ગુજરાતી ફિલ્મ ‘તારો થયો 17 જાન્યુઆરીએ રીલિઝ થશે

Baidyanath Jyotirlinga Temple- વૈદ્યનાથ જ્યોતિર્લિંગ

વધુ જુઓ..

નવીનતમ

Chicken curry - સ્વાદિષ્ટ ચિકન કરી બનાવવાની સરળ રીત, સ્વાદ એવો છે કે તમે તેને ખાવા લલચાશો.

Rum Cake Recipe - રમ કેક રેસીપી

National Mathematics Day 2024 : ગણિત દિવસ 22 ડિસેમ્બરે કેમ ઉજવવામાં આવે છે?

Dehydration Symptoms - શું તમે પણ શિયાળામાં પાણી ઓછું પીવો છો ? આ 5 લક્ષણ બતાવી દેશે શરીરમાં થઈ રહી છે પાણીની કમી

શિયાળામાં આ ઉંમરના લોકોએ રહેવું સાવધ, નહિ તો બની જશો હાર્ટ એટેકનાં શિકાર, જાણો કેવી રીતે પોતાની બચવું

આગળનો લેખ
Show comments