Webdunia - Bharat's app for daily news and videos

Install App

1279 ફલેટો મહાનગર પાલિકાના કર્મચારીને અપાશે

Webdunia
શનિવાર, 27 જૂન 2015 (14:26 IST)
મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ કર્મચારીઓ સંગઠનો દ્વારા સતત છેલ્લા પાંચ વર્ષથી કમિશનર તેમજ પદાધિકારીઓને વારંવાર રજૂઆતો કરી
આવેદનપત્રો પાઠવી મહાપાલિકાના કર્મચારીઓ માટે આવાસ યોજના બનાવવા જમીનની માગણી કરવામાં આવી રહી હતી પરંતુ આ માગણી ફગાવી દેવાઈ હતી. ત્યારબાદ કર્મચારીઓએ પ્લોટ નહીં તો ફલેટ પણ ચાલશે તેવી રજૂઆતો શ કરી હતી. દરમિયાન મહાપાલિકાના ચૂંટણીવર્ષમાં કર્મચારીઓની આ માગણીને કમિશનર વિજય નેહરાએ કર્મચારીઓની માગણી ગ્રાહ્ય રાખીને ફલેટ આપવા માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીને મોકલી હતી અને આજે કમિટીએ આ દરખાસ્ત સવર્નિુમત્તે મંજૂર કરી હતી.

વિશેષમાં આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નીતિન ભારદ્વાજે જણાવ્યું હતું કે, વર્ગ-1થી 4ના કુલ 1279 કર્મચારીઓને મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત ફલેટ આપવામાં આવશે જેમાં વર્ગ-1ના 10 અધિકારીઓ, વર્ગ-2ના 130 અધિકારીઓ અને ઈજનેરો, વર્ગ-3ના 757 કર્મચારીઓ અને વર્ગ-4ના 399 કર્મચારીઓનો સમાવેશ થાય છે. વર્ગ-1 અને 2 ના કર્મચારીઓને થ્રી બેડ હોલ કિચન, વર્ગ-3ના કર્મચારીઓને ટુ બેડ હોલ કિચન અને વર્ગ-4ના કર્મચારીઓને વન બેડ હોલ કિચનના ફલેટ આપવામાં આવશે. કર્મચારીઓને ફલેટ આપવાની યોજનાનો મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત સમાવેશ કરી લેવામાં આવ્યો છે. અલબત્ત ફર્ક એટલો રહેશે કે આ યોજનામાં કોઈ ડ્રો કરવામાં નહીં આવે અને માગણી મુજબના કર્મચારીઓને સીધી ફાળવણી કરાશે. ભારદ્વાજે ઉમેર્યું હતું કે હજુ પણ કોઈ કર્મચારીઓ બાકી રહી જતા હોય તો તેઓ પોતાનું નામ નોંધાવી શકશે. આજરોજ સૈધ્ધાંતિક દરખાસ્ત મંજૂર કરી દેવાય છે અને ટૂંક સમયમાં આ પ્રોજેકટ પર કામ શ થશે. આવાસ યોજનાનું નિમર્ણિ સહિતની જવાબદારી મહાપાલિકા ઉપાડશે

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments