Webdunia - Bharat's app for daily news and videos

Install App

સગીરા ઉપર બળાત્કાર

Webdunia
શનિવાર, 1 ઑગસ્ટ 2015 (17:33 IST)
અમદાવાદઃ શહેરના શાહઆલમ ટોલનાકા  પાસે આવેલી એક હોટલમાં સગીરા ઉપર બે દિવસના ગાળામાં પાંચ નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. પોલીસે હોટલમાં ગેંગ રેપ કરનારા 4 આરોપીઓ તેમજ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવા બદલ હોટલના માલિક, મનેજર સહિત કુલ ૧૦ની ધરપકડ કરી છે. બળાત્કાર ગુજારનાર એક આરોપી ફરાર છે.ઘટનાની વિગત એવી છે કે મણિનગરમાં રહેતી એક સગીરા તેના ઘરેથી અગમ્ય કારણોસર નીકળી ગઇ હતી. જેની ગુમ થવાની ફરિયાદ સગીરાના માતા પિતાએ મણિનગર પોલીસ સ્ટેશનમાં નોધાવી હતી. ઘર છોડીને નીકળી ગયેલી સગીરાએ તેના મિત્રના સિમકાર્ડનો ઉપયોગ કરતી હતી. જેમાં તે સિમકાર્ડમાં એક યુવક સોહિલનો નંબર હતો જેની સાથે સગીરાની દોસ્તી થઇ હતી.સોહિલ સાથે સગીરા 26મીના રોજ અમદાવાદના વિવિધ જગ્યાએ ફરી હતી.  ત્યાર બાદ સોહિલ તેને મણિનગર મૂકી ગયો હતો. મોડી રાતે ત્રણ યુવકો બાઇક લઇને એક્ટિવા લઇને પસાર થતા હતા ત્યારે સગીરાને રોડ ઉપર એકલી બેઠેલી જોઇ હતી. 
 
આ ત્રણેય યુવકોએ સગીરાને જમવાનો બંદોબસ્ત કરી આપ્યો હતો અને તેને ફરવા માટે લઇ ગયા હતા. વહેલી પરોઢે સગીરાને શાહઆલમ ટોલનાકા  પાસે આવેલી સિલ્વર સ્ર્પિંગ હોટલ લઇ ગયા હતા. હોટલમાં ત્રણ યુવકો પૈકી એક યુવકે તેના આઇડી પ્રૂફથી હોટલનો રૂમ બુક કરાવ્યો હતો. જેમાં હોટલના સંચાલકોએ તેમને રૂમ નંબર 102 નંબર આપ્યો હતો. સગીરાને રૂમમાં લઇ જઇને ત્રણેય હવસખોરોએ વારફરતી સગીરાને પિંખી નાખી હતી. આખો દિવસ આ સગીરા ઉપર ત્રણેય યુવકોએ બળાત્કાર કર્યો હતો અને ત્યારબાદ તેના મિત્રને પણ બોલાવ્યો હતો. જેમાં વધુ એક યુવકે સગીરા ઉપર બળાત્કાર કર્યો હતો.
 
પોતાની હવસ સંતોષાઇ જતાં તેને એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે મૂકીને તેઓ ફરાર થઇ ગયો. તે સમયે પરપ્રાંતથી આવેલ મુસ્તકીમને આ સગીરા મળી હતી અને રહેવા માટે રૂમની વાત કરી હતી. મુસ્તકીમ નામના યુવાને પણ તેને સિલ્વર સ્ર્પિંગ હોટલમાં લઇ ગયો. જ્યાં તેેણે રહેવા માટે રૂમ લીધી હતી. હોટલના મેનેજરે મુસ્તકીમને રૂમ નંબર 101 આપ્યો હતો અને રૂમમાં જઇને મુસ્તકીમે પણ સગીરા ઉપર બળાત્કાર કર્યો હતો. 28મીના રોજ બળાત્કાર કર્યા પછી સગીરાને રોડ ઉપર મૂકીને ફરાર થઇ ગયો હતો. તે સમયે સગીરાનો મિત્ર તેને જોઇ ગયો હતો અને સગીરાને માતા-પિતા પાસે લઈ ગયો હતો.
 
આખી ઘટનાની જાણ સગીરાએ તેનાં માતા પિતાને કરતાં તાત્કાલીક પોલીસને તેની ઉપર વિતેલી ઘટનાની જાણ કરી હતી. જેમાં પોલીસે હોટલના સીસીટીવી ફુટેજના આધારે પગેરું મેળવવાની કોશિશ કરી હતી આરોપીઓએ આપેલા આઇડી પ્રૂફના આધારે એક પછી એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સગીરાનું અપહરણ કરીને લઇ જનાર સોહિલ તથા સિલ્વર સ્પિંગ હોટલમાં રૂમ નંબર 102માં ગેંગરેપ કરનાર 4 યુવકો તથા પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ બદલ હોટલના માલિકો તથા મેનેજર સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે પરપ્રાંતિય મુસ્તકીમ ફરાર છે.  

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો