Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ હવે પ્રધાનમંત્રીને પદ પર રહેવાનો અધિકાર છે ખરો ? - મોદી

Webdunia
શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2012 (11:14 IST)
P.R
. 2 જી બાબતે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા 122 લાઈસેંસ રદ્દ કર્યા પછી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે પ્રધાનમંત્રી મનમઓહન સિંહ પર નિશાન સાધતા કહ્યુ કે દેશના લોકો પૂછવા લાગ્યા છે કે પ્રધાનમંત્રીને પોતાના પદ પર કાયમ રહેવુ જોઈએ કે નહી. પોતાના સદ્દભાવના ઉપવાસના અવસર પર એક સભાને સંબોધિત કરતા મોદીએ નિયંત્રક અને મહાલેખા પરીક્ષકનો હવાલો આપ્યો, જેમા કહ્યુ કે 2જી સ્પેક્ટ્રમ વહેંચણીને કારણે રાજસ્વને 1.76 લાખ કરોડ રૂપિયાનું નુકશાન થયુ અને કહ્યુ કે આ રાશિનો ઉપયોગ ગરીબોની ભલાઈમાં થઈ શકતો હતો.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન મનમોહનસિંહને દિલ્હીની ગાદી છોડવાનો પડકાર કરતાં જણાવ્યું કે, ટેલીકોમ કૌભાંડના સર્વોચ્ચ અદાલતના સ્પષ્ટ ફેસલા પછી સત્તા ઉપર રહેવાનો કોઇ જ અધિકાર નથી. આઝાદ હિન્દુસ્તાનના ૬૦-૬પ વર્ષોમાં આટલા મોટા ભ્રષ્ટાચારના કાંડ કોઇએ જોયા નથી. રૂ. એક લાખ ૬પ હજાર કરોડના કૌભાંડો સર્વોચ્ચ અદાલતે કેન્દ્રની સરકારના મંત્રી ચિદમ્બરમ પર આરોપ ટ્રાયલ કોર્ટમાં ચલાવવાના આદેશ કર્યા તેમ છતાં કેન્દ્રની સરકાર માત્ર ચિદમ્બરમને બચાવવાની કોશિષ જ નથી કરતી પણ આ ટેલીકોમ કૌભાંડમાં લૂંટ કરનારા એવા લોકો છે જેને બચાવીને પોતાના પગ નીચે રેલો આવે તેનાથી બચવા માંગે છે. મનમોહનસિંહે દિલ્હીની ગાદી છોડવી જ જોઇએ એવી સંમતિ ઉપસ્થિત જનતા પાસેથી મેળવી હતી.

મુખ્ય મંત્રીએ રૂ. ર૧૬પ કરોડના નવા વિકાસ આયોજનોની જાહેરાત કરી હતી. નર્મદા કેનાલના જળસંપત્તિના આયોજન માટે રૂ. ૩૪પ૬ કરોડના કામો તો અલગ છે, એમ જણાવ્યું હતું
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - તારો હસતો એક પણ ફોટો નથી

ગુજરાતી જોક્સ - 1800 રૂપિયા

Mahakumbh 2025- મહાકુંભની મુલાકાત લેવા માટે કેટલો ખર્ચ થશે

Omkareshwar- ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ

Aashna Shroff: કોણ છે આશના શ્રોફ જેણે અરમાન માલિક સાથે કરી લીધા લગ્ન, યૂટ્યુબ પર કમાવી રહી છે આટલા પૈસા

વધુ જુઓ..

નવીનતમ

Egg cooking tips- ઈંડા બનાવતી વખતે ન કરો આ ભૂલો, નહીં તો સ્વાદ બગડી જશે.

Vegetables Sooji Upma- સોજી ઉપમા રેસીપી

Wedding Special - નવી વહુના પર્સમાં હોવી જોઈએ આ 5 વસ્તુઓ, ગમે ત્યારે કામ આવી શકે છે આ વસ્તુઓ

ફર્ટિલિટી નબળી હોય ત્યારે આ લક્ષણો જોવા મળે છે, માતા બનવું મુશ્કેલ બની શકે છે.

Constitution of India- ભારતનું બંધારણ

Show comments