રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર માં છેલ્લા એક અઠવાડિયાથી અસહ્ય ગરમી પડી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રભરના ઘણાં વિસ્તારોમાં છેલ્લા એક-બે દિવસથી હવામાનમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. હાલ સમગ્ર ગુજરાતમાં અસહ્ય ગરમી પડી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ગઈકાલની જેમ આજે પણ બપોર બાદ વાદળ છાયુ વાતાવરણ સર્જાયું હતું, તો બીજી તરફ શહેરના કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાટા પડ્યા હતા. વરસાદી વાતાવરણ બાદ શહેર માં ઠંડક ભર્યું વાતાવરણ સર્જાતા લોકો માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ સૌરાષ્ટ્ર સિવાય ગાંધીનગરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અને સાંજે ગાંધીનગરમાં વરસાદી છાંટા પણ થયો હતો. સૌરાષ્ટ્રના રાજકોટ શહેરનું સૌથી વધુ તાપમાન 40 થી 42 ડીગ્રી નોંધાયું હતું. તેમ છતાં આજે બીજા દિવસે પણ બપોર બાદ હવામાનમાં ઓચિંતા બદલાવ સાથે વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું હતું.