Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુખ્યપ્રધાન સાથે બ્રિટિશ ડેપ્યુટી હાઈકમિશનરની સૌજન્ય મુલાકાત

Webdunia
શનિવાર, 25 એપ્રિલ 2015 (16:36 IST)
મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની ગઇકાલે અમદાવાદ ખાતેની બ્રિટિશ ડેપ્યુટી હાઈકમિશનની કચેરીના નવનિયુક્ત ડેપ્યુટી હાઈકમિશનર જ્યોફ વેઈનએ સૌજન્ય મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ અમદાવાદમાં આ કચેરી કાર્યરત કરવા માટે બ્રિટન સરકારનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, બ્રિટનમાં વસવાટ કરતાં ૬ લાખ ગુજરાતીઓને આ કચેરી સહાયક બનશે. બ્રિટન વિઝા મેળવવા માટે માર્ગદર્શન તથા માહિતી તેમજ પ્રવાસન અંગે પણ આ નવી કચેરી મદદરૂપ થશે.

જ્યોફ અને મુખ્યમંત્રીએ પરસ્પર પરામર્શમાં એવો સૂર વ્યક્ત કર્યો હતો કે ગુજરાત બ્રિટન વચ્ચે આપસી સંબંધોનો સેતુ આ નવીન કચેરી વધુ સુદૃઢ બનાવશે.અત્રે એ નિર્દેશ કરવો જરૃરી છે કે, તાજેતરમાં જ વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ-૨૦૧૫માં યુકેના મંત્રી લોર્ડ લિવિંગ્સ્ટને ગુજરાતમાં બ્રિટિશ ડેપ્યુટી હાઈકમિશનની કચેરી શરૂ કરવા કરેલી જાહેરાતને પગલે આ નવીન કચેરી અમદાવાદમાં શરૂ થઈ છે. બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનની અન્ય કચેરીઓ મુંબઈ, ચેન્નાઈ, કલકત્તા અને ગોવામાં હાલ કાર્યરત છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments