Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રેમ કરવાની સજા છે મોતઃ દેશમાં મર્ડર કે તેના પ્રયાસનું સૌથી મોટુ કારણ લવ અફેર

Webdunia
બુધવાર, 2 જુલાઈ 2014 (17:32 IST)
ભલે આપણે ન્‍યુ ઇન્‍ડિયા તરફ જવાનો દાવો કરી રહ્યા હોય પરંતુ હકીકત એ છે કે આજે પણ સમાજમાં ખોટી શાનના નામે લોહી વહેડાવવાનું સામાન્‍ય છે. પ્રેમ કરવાની સજા તરીકે મોત મળી રહ્યુ છે. સમગ્ર દેશમાં મર્ડર કે તેના પ્રયાસનું સૌથી મોટુ કારણ લવ અફેર જ બનીને જ સામે આવ્‍યુ છે. આમા મોટાભાગના ઓનર કિલીંગના મામલા જોડાયેલા છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્‍યુરો તરફથી સમગ્ર દેશમાં ર૦૧૩માં થયેલા અપરાધ અને તેના કારણોની તપાસ કરતો એક રિપોર્ટ જાહેર થયો છે અને તેમાં આ ટ્રેન્‍ડ જોવા મળ્‍યો છે.

   રિપોર્ટ અનુસાર ખાસ કરીને હિન્‍દી પટ્ટીના રાજયોમાં ઓનર કિલીંગની વધતી ઘટનાઓ ખતરનાક ટ્રેન્‍ડનો ઇશારો કરે છે. આ રિપોર્ટ ગૃહ મંત્રાલયની દેખરેખમાં તૈયાર થતો હોય છે. બ્‍યુરોના અધિકારીઓના જણાવ્‍યા પ્રમાણે કેટલાક-કેટલાક વર્ષોથી આવા સામાજિક અપરાધ વધી રહ્યા છે જે ચિંતાની બાબત છે. સૌથી વધુ મર્ડર દેશમાં યુપીમાં થયા છે. ત્‍યાં લગભગ ૪૦૦ આવા મામલાઓ સામે આવ્‍યા છે.

   એટલુ જ નહિ લવ અફેરના કારણોસર અપહરણના પણ અનેક મામલાઓ સામે આવ્‍યા છે. સમગ્ર દેશમાં ૬પ૪૬૧ અપહરણ થયા તેમાંથી ૩૦૦૪પ મામલા પ્રેમ પ્રસંગ સાથે જોડાયેલા હતા. આમાંથી અનેક મામલાઓ હજુ સુધી ઉકેલાયા નથી. એક સીનીયર પોલીસ ઓફિસરના જણાવ્‍યા પ્રમાણે જયાં સુધી સમાજ પણ પ્રો-એકટીવ થઇને ટેકો ન આપે ત્‍યાં સુધી સોશ્‍યલ ક્રાઇમને રોકવા અઘરા છે.

   ઓનર કિલીંગ કે આવા અપરાધોને રોકવા માટે હાલમાં જ કઠોર કાયદા બનાવવાની પહેલ થઇ છે. લો મીનીસ્‍ટ્રીએ ઓનર કિલીંગ વિરૂધ્‍ધ નવા કાનૂન લાવવાનો પ્રસ્‍તાવ સરકારને રજુ કર્યો છે. આ પ્રસ્‍તાવમાં ઓનર કિલીંગ વિરૂધ્‍ધ આકરી જોગવાઇઓ દર્શાવવામાં આવી છે. સુપ્રિમ કોર્ટથી લઇને સંસદ સુધી આ ટ્રેન્‍ડ પર અનેક વખત ચિંતા વ્‍યકત થઇ છે પરંતુ બ્‍યુરોના રિપોર્ટ બાદ સાબીત થાય છે તેમાં કોઇ સુધારો થયો નથી.

   સમગ્ર દેશમાં લવ અફેરને કારણે ર૮૧૬૯ મર્ડર થયા. જયારે ર૭૮પ મર્ડર પારિવારિક વિવાદમાં થયા. સમગ્ર દેશમાં આપઘાત કરનારમાં સાઉથના શહેરો ટોપ ઉપર છે. ચેન્‍નાઇ સમગ્ર દેશમાં પ્રથમક્રમે છે. જયારે બેંગ્‍લોર બીજાક્રમે છે. દિલ્‍હી ત્રીજાક્રમે છે. ચેન્‍નાઇમાં ર૪પ૦, બેંગ્‍લોર ર૦૩૩, દિલ્‍હીમાં ૧૭૩પ અને મુંબઇમાં ૧૩રર આપઘાતના કેસ નોંધાયા હતા.

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments