Webdunia - Bharat's app for daily news and videos

Install App

'પિંક રીવોલ્યુશન'નો વિરોધ કરનાર ભાજપાનાં જ મંત્રીએ 'મટન માર્કેટ'નું ઉદ્‌ઘાટન કરતા હોબાળો

Webdunia
શનિવાર, 18 એપ્રિલ 2015 (14:39 IST)
ગુજરાતમાં ૧૯૯૫થી વચ્ચેના એકાદ-બે વર્ષને બાદ કરતાં સળંગ ભાજપ સરકાર શાસનમાં છે અને તેમણે અહીં લોકોની વ્યાપક ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખીને ગૌ-હત્યા રોકવા તથા ગૌ-માંસના વેચાણને સંપૂર્ણ પ્રતિબંધિત કરતો કાયદો અમલમાં પણ મૂક્યો છે. આવી પરિસ્થિતિ છતાં ગીર-સોમનાથના ઉના ખાતે ભાજપના જ જિલ્લા પ્રમુખ તથા અન્ય રાજયમંત્રી જસાભાઇ બારડની હાજરીમાં ભાજપની જ વર્તમાન સરકારના મંત્રી ગોવિંદભાઈ પટેલના હસ્તે મટન માર્કેટનું ઉદ્‌ઘાટન કરાતા સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારે હંગામો મચી ગયો છે. આગામી ઓકટોબર માસ દરમિયાન સમગ્ર રાજ્યમાં નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ યોજાવાની છે અને તેમાં કોઈપણ સંજોગોમાં જીત મેળવવા માટે ભાજપ-કોંગ્રેસના ખેરખાંઓ મેદાનમાં હરોળબદ્ધ થઈ રહ્યાં છે ત્યારે ભાજપના સ્થાનિક આગેવાનો તથા એક મંત્રીની હાજરીમાં ભાજપ સરકારના બીજા મંત્રીના હસ્તે મટન માર્કેટના ઉદ્‌ઘાટનનો મુદ્દો મળતાં કોંગ્રેસ આક્રમક બની ચૂકી છે. જ્યારે બીજીબાજુ ભાજપમાં સન્નાટો વ્યાપી ગયો છે. રાજ્ય સરકારમાં પણ બાબત ગંભીર ચર્ચાનો વિષય બની છે. બંધબારણે આ બંને મંત્રીઓને ઠપકો આપીને તેમનો જવાબ પણ માંગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતમાં ગૌહત્યા ઉપર પ્રતિબંધ હતો અને ગૌમાંસના વેચાણ ઉપર પણ પ્રતિબંધ લદાયેલો જ હતો પરંતુ ભાજપ સરકારે તેનો ભંગ કરનારને ભારે દંડની સાથે વર્ષોની કેદની થાય તે મુજબનો કાયદામાં સુધારો કરીને કાયદાને કડક બનાવ્યો હતો. લોકસભાની ચૂંટણી વખતે પણ ભાજપના અગ્રણીઓ દ્વારા 'પિંક રીવોલ્યુશન' જેવા વાક્યોચ્ચાર કરાતા હતા અને કેન્દ્ર સરકાર દ્વારા ગૌમાંસની નિકાસ ઉપર પ્રતિંબધ લદાવો જોઈએ, તેવા સંગર્ભની સતત માંગણી પણ કરાતી હતી.

જ્યારે ગુજરાતમાં કોંગ્રેસ પણ આ મુદ્દે રાજ્ય સરકારને ભીંસમાં લેવાનું ક્યારેય ચૂકતી ન હતી. ગુજરાતમાં ગૌમાંસના વેચાણ ઉપર પ્રતિબંધ હોવા છતાં અહીં વર્ષે હજારો કિલો માંસનું વેચાણ થાય છે, તેવા સંદર્ભના પ્રશ્નોથી કોંગ્રેસે અનેકવાર વિધાનસભા ગજવી છે. આમ, ગુજરાતમાં ગૌ-હત્યા અને ગૌ-માંસના વેચાણ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ છે અને આ બાબત ગુજરાતમાં ધાર્મિક લાગણીને દુભાવતી હોવા ઉપરાંત તેને અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે.

આમછતાં ગીર-સોમનાથના ઉનામાં ઉર્જા-પેટ્રો કેમિકલ્સ રાજ્યમંત્રી ગોવિંદભાઈ પટેલે ૧૩મી એપ્રિલે ૨૦૧૫ના રોજ 'મટન માર્કેટ'નું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ વખતે વર્તમાન સરકારના નવાસવા રાજ્યમંત્રી જસાભાઈ બારડ ઉપરાંત ભાજપના જિલ્લા પ્રમુખ ઝવેરીભાઈ ઠકરાર પણ હાજર હતા. આશ્ચર્યની વાત એ છે કે, આ સમયે ઉદ્‌ઘાટનની તકતીનું પણ અનાવરણ કરાયું હતું, જેમાં ઉપરના ભાગે 'સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ઉના નગરપાલિકા'-લોકાર્પણ ! એમ લખાયું છે. જેના ઉદ્‌ઘાટક તરીકે મંત્રી ગોવિંદભાઈ પટેલ તથા ઉના નગરપાલિકાના પ્રમુખ કાળુભાઈ રાઠોડ અને ઉપપ્રમુખ વિજયભાઈ જોષીનું નામ પણ લખાયેલું છે.

એનો અર્થ એ તારવી શકાય કે, આ મટન માર્કેટ માટે ઉના નગરપાલિકાએ ફંડ અને અન્ય સવલતો પૂરી પારી પાડી હોઈ શકે અને ગુજરાત સરકાર તરફથી ઉના નગરપાલિકા અને સ્થાનિક ભાજપ સંગઠનના સહકારથી આ કાર્યક્રમનું આયોજન કર્યું હશે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments