Webdunia - Bharat's app for daily news and videos

Install App

દુષ્કર્મ કેસમાં પારુલ યુનિ.ના જયેશ પટેલ સામે 5568 પેજની ચાર્જશીટ

Webdunia
શનિવાર, 10 સપ્ટેમ્બર 2016 (13:05 IST)
પારુલ યુનિ.ના તત્કાલીન પ્રમુખ ડો.જયેશ પટેલ સામે વિદ્યાર્થિનીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ આ ચકચારી કેસમાં પોલીસે ડો.જયેશ પટેલ તેમજ રેક્ટર ભાવના ચૌહાણની ધરપકડ કરી હતી. ગુનો નોંધાયાના 90 દિવસમાં તપાસ અધિકારીએ અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવાની હોય છે ત્યારે આજરોજ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ.એ વાઘોડિયા જ્યુ.મેજિ.ની અદાલતમાં 5568 પેજની ચાર્જશીટ રજૂ કરી હતી. ચાર્જશીટમાં બન્ને આરોપીની ધરપકડ થઇ ગઇ હોવાનું અને તેમાં 125 સાક્ષીઓ દર્શાવવામાં આવ્યા છે.

નર્સિંગની  વિદ્યાર્થિનીએ તા.18 જૂન 2016ના રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પારુલ યુનિ.ના વડા ડો.જયેશ પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં આ ફરિયાદના પગલે ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ ફરિયાદમાં આરોપી તરીકે હોસ્ટેલનાં રેક્ટર ભાવના ચૌહાણનું પણ નામ આપવામાં આવ્યું હતું. પોલીસ ધરપકડ બાદ આરોપીના રિમાન્ડ મેળવ્યા બાદ બન્ને આરોપી હાલ જેલમાં છે ત્યારે પી.આઇ. ચૌધરીએ આજરોજ ફરિયાદના 81મા દિવસે અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી હતી. અદાલતમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ 5568 પેજનું હોવાનું તપાસ અધિકારીએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમાં 125 સાક્ષીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments