Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઝાડ કપવું હોય તો ઓનલાઇન અરજી ફરજીયાત

Webdunia
શુક્રવાર, 3 જૂન 2016 (12:38 IST)
રાજ્ય વન અને પર્યાવરણ વિભાગે ઉદ્યોગ અને વાણિજ્ય કંપનીઓના લાભાર્થે નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. હવે, ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ છેદન માટે ઓનલાઈન અરજી કરવાની ફરજીયાત રહેશે. હાલમાં ખાનગી માલિકીની જમીન ઉપર ઉગેલા વૃક્ષો કાપવા અને નિયંત્રણ મુદ્દે સૌરાષ્ટ્ર વૃક્ષ  છેદન અધિનિયમ કાયદો-૧૯૫૧ અમલમાં છે. ત્યારે રાજ્ય વન અને પર્યાવરણ વિભાગે ઉદ્યોગ અને વાણિજ્ય કંપનીઓના લાભાર્થે નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. ઉદ્યોગ અને વાણિજ્ય હેતુસર જમીનમાંથી વૃક્ષો કાપવાના થાય તો તેના માટે કાર્ય પદ્ધતિ નક્કી કરાઈ છે.

 આ માટે અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે. શહેરોમાં મહાનગરપાલિકા વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા નક્કી કરવામાં આવેલા અધિકારી, શહેરી સત્તામંડળમાં મુખ્ય કારોબારી અધિકારી, નગરપાલિકામાં ચીફ ઓફિસર અને ગ્રામીણ વિસ્તારમાં મામલતદારને જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે રાજ્યના વન મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવેલી કે પ્રકારના ૮૬ વૃક્ષો. ખ પ્રકારના ૨૨ જાતના વૃક્ષો ઉપરાંત પાંચ અનામત પ્રકારના લીમડો, દેશી બાવળ,આંબો, કણજી અને આંબલીના વૃક્ષોને કાપવા માટે સક્ષમ અધિકારીની સમક્ષ ઓનલાઈન અરજી કરવી પડશે અને આ અધિકારીઓ દ્વારા નિર્ધારીત સમય મર્યાદામાં તે અરજીનો નિકાલ કરશે. જેને લીધે રાજ્યમાં ઉદ્યોગો અને વાણિજ્યક પ્રવૃત્તિ ઝડપી થશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Sudip Pandey Death: જાણીતાં ભોજપુરી અભિનેતા સુદીપ પાંડેનું નિધન, આ છે તેમના મોતનું કારણ

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - દુકાન ક્યારે ખુલશે

ગુજરાતી જોક્સ -દૂધનું પેકેટ

ગુજરાતી જોક્સ -શાળાની છોકરી

વધુ જુઓ..

નવીનતમ

શિયાળામાં દોડવાથી મળે છે આ ફાયદા

Face Pack For Dark Skin: આ ફેસ પેક ચહેરાની Darkness ઘટાડશે, જાણો ઘરે જ બનાવવાની આસાન રીત

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

જો તમે દરરોજ 5 મિનિટ માટે તમારા પગની પિંડીને તમારી હથેળીઓથી થપાવી દો તો શું થાય?

Schezwan Chutney - સેઝવાન ચટણી બનાવવાની રીત

આગળનો લેખ
Show comments