Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં ૬ બેઠકોની પેટાચૂંટણીઃ કોંગ્રેસ માટે સંઘર્ષ અને ભાજપ માટે તક

Webdunia
શનિવાર, 4 મે 2013 (12:57 IST)
P.R
ગુજરાતમાં જે લોકસભાની ૨ બેઠકોઅને વિધાનસભાની ચાર બેઠકો માટે પેટાચૂંટણી યોજાનારી છે, તે તમામ ૬ બેઠકો કોંગ્રેસ હસ્તક હતી. સામાન્ય રીતે પેટાચૂંટણીમાં સત્તાધારી પક્ષ મોટેભાગે ફાવતો હોય છે એટલે આ પેટાચૂંટણીમાં કોંગ્રેસે તેની બેઠકો જાળવી રાખવા ભારે સંઘર્ષ કરવો પડશે, જ્યારે સત્તાધારીપક્ષ ભાજપના સંખ્યાબળમાં તો આ ચૂંટણીથી વધારો થવાનો છે.
ભાજપ-કોંગ્રેસના પ્રદેશના મોવડીઓ, આ છએ બેઠકોના ઉમેદવારો અંગે પાર્લામેન્ટરી બોર્ડ કે પ્રદેશની કારોબારી નિર્ણય લેશે, એમ જણાવી રહ્યાં છે, પરંતુ રાજકીય વર્તુળોમાં સંભવતિ ઉમેદવારોના નામો તરતા થઈ ગયાં છે.

કોંગ્રેસ છોડીને ભાજપનો વેશ ધારણ કર્યો એ વખતે પૂર્વસાંસદ વિઠ્ઠલ રાદડિયાને પોરબંદર લોકસભા સીટ માટે અને એમના પુત્ર જયેશ રાદડિયાને જેતપુર વિધાનસભા સીટ માટે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કમટમેન્ટ આપેલું છે, એટલે આ બન્ને બેઠકોમાં બીજાં કોઈ નામો ચર્ચામાં નથી. જ્યારે વિઠ્ઠલ રાદડિયાની પરંપરાગત ધોરાજી બેઠક ઉપર ભાજપ તરફથી છેલ્લી વિધાનસભા ચૂંટણી ૨૮૦૦ જેટલા મતોથી હારેલા પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય પ્રવિણ માકડિયાના નામો ચર્ચામાં છે.કોંગ્રેસને આ ત્રણે બેઠકો માટે ઉમેદવાર પસંદગીનો મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે. પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાની પોરબંદર વિધાનસભા બેઠક અને ધારાસભ્ય જવાહર ચાવડાની માણાવદર વિધાનસભા બેઠક, પોરબંદર લોકસભા ક્ષેત્રમાં પડે છે, પરંતુ આ બન્ને આગેવાનોએ લોકસભાની ચૂંટણી લડવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. બીજી બાજુ, ૨૦૦૭ની ચૂંટણીમાં એનસીપી ધોરાજી-ઉપલેટા બેઠક નજીવી સરસાઈથી હારી હોવાથી એણે ધોરાજી બેઠક માટે કોંગ્રેસ પાસે સત્તાવાર દાવો રજૂ કરી દીધો છે. સુરેન્દ્રનગરની લીંબડી વિધાનસભા બેઠક જીત્યા બાદ સુરેન્દ્રનગરના લોકસભાના સાંસદ સોમાભાઈ ગાંડાભાઈ પટેલે કોંગી હાઈકમાન્ડની સૂચનાનેઅનુસરીને લીંબડી બેઠક ઉપરથી રાજીનામું આપેલું છે, એટલે સ્વાભાવિક રીતે સોમાભાઈ કહેશે તેને કોંગ્રેસ લીંમડીની ટિકિટ આપશે અને આ પરિપ્રેક્ષ્યમાં સોમાભાઈ તેમના બે પુત્રો- જગદીશભાઈ કે સતીષભાઈને ચૂંટણી લડાવશે તેમ મનાઈ રહ્યું છે. જગદીશ પટેલ વિરમગામ નગરપાલિકામાં પ્રમુખ રહી ચૂક્યા છે અનએ ૨૦૦૭માં તેઓ વિરમગામની ચૂંટણી ૩૩૦૦ મતોથી હાર્યા હતા જ્યારે સતીષ પટેલ અત્યારે વિરમગામમાં કાઉન્સિલર છે. ભાજપ ાટે અહીં ઉમેદવાર પસંદગીનો મોટો ડખો છે. ઓછા મતે હારેલા પૂર્વપ્રધાન કિરીટ રાણા મજબૂત દાવેદાર છે, ત્યારે ભગવાન ભરવાડ, તાજેતરમાં ભાજપમાં ભળેલા નરહરિ અમીનના પીઠબળથી ટિકિટ માટે ઉછળકૂદ કરી રહ્યાં છે.

બનાસકાંઠા લોકસભા બેઠક અને પંચમહાલ જિલ્લાની મોરવા હડફ ધારાસભા બેઠક, જ્યાં કોંગ્રેસના ધારાસભ્યોના અવસાનથી પેટાચૂંટણી આવેલી છે ત્યાં કોંગ્રેસે અવસાન પામેલા જનપ્રતિનિધિઓના પરિવારમાં જ ટિકિટ આપવાનું નક્કી કર્યું છે. બનાસકાંઠામાં સ્વ. સાંસદ મુકેશ ગઢવીના પત્ની ક્રિશ્નાબહેનને અથવા તેમના હાઈકોર્ટમાં વકિલાત કરતા બહેન નયના ગઢવીને ટિકિટ આપવામાં આવે તેવું ચર્ચાય છે. જ્યારે મોરવા હડફમાં સ્વ. સવિતાબહેન ખાંટના પતિ અથવા દિકરાને મેન્ડેટ અપાશે તેમ જણાવાઈ રહ્યું છે.

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Show comments