Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદીબહેનના શાસનમાં ૧૦ દસ કા દમ

Webdunia
શુક્રવાર, 22 મે 2015 (15:04 IST)
૧. ખેડૂતો માટે નવી પહેલ તથા સહાય

ખેત-ઉત્પાદનને સંગ્રહી શકાય તે માટે ખેતરોમાં જ ગોડાઉન ઉભા કરવાની પહેલ કરી. આ માટે એક વર્ષમાં ૧૨૭૧ ખેડૂતોને આર્થિક સહાય પણ ચૂકવી દેવામાં આવી છે. કમોસમી વરસાદની સ્થિતિમાં ખેડૂતો માટે ૧૧ હજાર કરોડનું સહાય પેકેજ તથા ૩૩ ટકા નુકસાનના કેસોમાં પણ સહાય આપી.

૨. સ્થાનિક સ્વરાજમાં 50% મહિલા અનામત

રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, તાલુકા, જિલ્લા અને ગ્રામ પંચાયતો જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓ માટે ૫૦ ટકા અનામતનો ઐતિહાસિક નિર્ણય. આ સંસ્થાઓમાં પુરુષ પ્રતિનિધિઓની સરખામણીમાં એટલી જ મહિલાઓ વહિવટમાં સીધેસીધી ભાગીદાર બનશે.

૩. પોલીસભરતીમાં 33% મહિલા અનામત

પોલીસ ભરતીમાં ૩૩ ટકા મહિલા અનામતનો નિર્ણય. દોડ, ઊંચાઈ સહિતના કેટલાક કડક શારીરિક માપદંડોને કારણે મહિલાઓ પાછી ન પડી જાય તે માટે પણે આવા માપદંડો અને ભરતીના ધોરણોમાં ધરખમ ફેરફારો કરીને પોલીસમાં મહિલાઓ માટે સરળતા ઊભી કરી આપી છે.

૪. કુપોષણ દૂર કરવા સીધા કાર્યક્રમો

પૂર્વ પટ્ટી ગણાય તેવા આદિવાસી વિસ્તારોમાં કુપોષણનું કલંક દૂર કરવા સીધા કાર્યક્રમો શરૂ કરાયા. આંગણવાડીઓથી લઇને ઘરઆંગણે રોજગારી અને શિક્ષણ જેવા અનેક પગલા લેવાની શરૂઆત થઈ. પોષણયુક્ત આહાર પણ નિયમિત રીતે ટાર્ગેટ વર્ગને મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી.

૫. વાઇબ્રન્ટ સમિટની ગ્લોબલ સકસેસ

વાઇબ્રન્ટ સમિટ ૨૦૦૩ના વર્ષથી યોજાતી હતી પરંતુ તેને ગ્લોબલ લેવલ પર લાવવાનું બહુમાન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના ફાળે ગયું. ટોચની કંપનીઓના સીઇઓ, અમેરિકન વિદેશ મંત્રી પ્રથમવાર ગુજરાતમાં આવ્યા, સમિટની સફળતામાં ચાર ચાંદ લાગ્યા. પ્રવાસી ભારતીય દિન પ્રથમવાર રાજયમાં ઉજવાયો.

૬. આમ જનતાના પ્રશ્નોનું' સ્વાગત'

સ્વાગત ઓનલાઇન અંતર્ગત એક વર્ષમાં તેમાં આવતા વાજબી પ્રશ્નોનું નિરાકરણ ઘણાં અંશે ઝડપી બન્યું. મુખ્યમંત્રીને જઇને કરાયેલી સીધી રજૂઆતોમાં તાબડતોબ પગલાના હુકમ થયા. અકસ્માત કે અપમૃત્યુ જેવા કિસ્સામાં માનવતાના ધોરણે અપાતી સહાયના કિસ્સામાં વધારો થયો.

૭. કેન્દ્ર સાથેના પડતર પ્રશ્નો ઉકેલાયા

મુખ્યમંત્રી બન્યાના થોડા સમયમાં જ કેન્દ્ર સરકાર તરફથી નર્મદા બંધની ઉંચાઇનો છેલ્લા સાત વર્ષથી અટવાયેલો પ્રશ્ન ઉકેલાયો ત્યાંથી લઇને મેટ્રો રેલ માટે આર્થિક મદદ અને રેલવેની જમીન ઉપયોગમાં લેવા સુધીની મંજૂરીઓ મળતી ગઇ. ગિફ્ટ સિટીનો અટવાયેલો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પણ આગળ વધ્યો.

૮. મહિલા સશક્તિકરણમાં આગેકૂચ

એક મહિલા મુખ્યમંત્રી હોવાના નાતે મહિલા સશક્તિકરણ પ્રત્યે વિશેષ ધ્યાન અપાયું. રાજયની મહિલાઓમાં પણ પ્રથમવાર એક મહિલા મુખ્યમંત્રી હોવાનો શું ફાયદો થઇ શકે છે તેનો અહેસાસ એ રીતે થયો કે મહિલાઓની સુરક્ષા માટે વિવિધ હેલ્પલાઇનની શરૂઆત થઈ.

૯. સ્લમ ફ્રી શહેરોની શરૂઆત

શહેરી વિસ્તારોમાંથી ઝૂંપડપટ્ટીઓ દૂર કરીને તેમાં રહેતા લોકોને તે સ્થળે જ પાકા મકાન આપવાની યોજનાઓ મોટાપાયે છેલ્લા એક વર્ષમાં શરૂ થઇ. જેના કારણે સામાન્ય લોકોનું જીવનધોરણ ઉંચુ આવવાની શરૂઆત થઇ. શહેરોનું બ્યુટિફીકેશન પણ વધવા પામ્યું. ગરીબ ઘરના બાળકોનો આત્મવિશ્વાસ વધ્યો.

૧૦. ઘરઆંગણે શિક્ષણની સવલતો મળી

રાજયમાં મોટાપાયે નવી યુનિવર્સિટીઓ, કોલેજો અને ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત થઇ. એફએસએલ યુનિવર્સિટીથી લઇને અંતરિયાળ વિસ્તારોમાં પણ સાયન્સ કોલેજો શરૂ થતા વિદ્યાર્થીઓને નવી તકો મળી અને ઘરઆંગણે ભણવાની સુવિધાઓ ઉપલબ્ધ થઈ. કન્યા કેળવણી મહોત્સવથી લઇને શાળા પ્રવેશોત્સવને આગળ ધપાવ્યો.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments