Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીનગર જિલ્લામાં વસ્તી વૃદ્ધિનો દર સૌથી નીચે

Webdunia
બુધવાર, 19 નવેમ્બર 2014 (14:58 IST)
જિલ્લામાં સૌથી વધુ નિરક્ષર ગાંધીનગરમાં
 
ગાંધીનગર તાલુકોમાં ગ્રામ્ય કરતાં શેહરી વિસ્તારમાં વધુ વસ્તી નોંધાઈ 
 
ગાંધીનગર જિલ્લામાં એક સદી બાદ વસ્તી વધારાનો વૃદ્ધિ દર પાંચ ટકાથી પણ નીચો નોંધોયો છે. 2011માં થયેલ વસ્તી ગણતરીના પરિણામોમાં આ ચોંકાવનારી બાબત ગણવામાં આવી છે. 2011 દરમ્યાન જિલ્લામાં 4.29 ટકા વસ્તી વધારો નોંધાયો છે. જે ગત દસકા કરતાં 19.55 ટકાનો ઘટાડો દર્શાવે છે. 
 
ગાંધીનગર જિલ્લામાં આજે 56.80 ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં રહે છે તો 43.20 ટકા વસ્તી શહેરી વિસ્તારમાં વસે છે. જિલ્લામાં 57 ગામો એવા છે જ્યાં પાંચ હજાર કરતાં વધુ વસ્તી નોંધાઈ છે. આ પૈકીના દસ ગામો એવા છે જ્યાં 10 હજાર કરતાં વધુ અને 18 હજારથી ઓછી વસ્તી નોંધાયેલી છે. 
વસ્તી ગણતરીના જે ચોંકાવનારા તારણો આવ્યા છે તેમાં જિલ્લામાં ખેડૂતો અને ખેતમજૂરોની સંખ્યામાં ઘટાડો એ હકીકત બની છે. ખેડૂતોની સંખ્યામાં ચાર હજાર કરતાં વધુ ઘટાડો 2001 અને 2011 દરમ્યાન નોંધાયો છે. 
 
વસ્તી ગણતરીના પરિણામમાં સૌથી ગ્રામ્ય વિસ્તારમાં 3.6 ટકા અને ગાંધીનગર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં 29.05 ટકા માઈનસ ઘટાડો નોંધાયાે છે. અર્થાત અહિં વસ્તીમાં આ ઘટાડો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 8.8 ટકા નોંધાયો છે. 
ગાંધીનગર તાલુકામાં પુરુષોની વસ્તીમાં 3 ટકા અને સ્ત્રીઓની વસ્તીમાં 0.7 ટકાનો ઘટાડો છે. 
 
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારમાંથી પુરુષો મોટી સંખ્યામાં અન્ય જિલ્લામાં રોજગારી માટે ગયા છે અને તેની સામે સ્ત્રીઓની સંખ્યામાં ઘટાડો ઓછો જરૃર નોંધાયો છે. ગાંધીનગર તાલુકામાં 1.9 ટકા દરે વસ્તી વધારો છેલ્લા દસકામાં જોવા મળ્યો છે. 
 
શહેરી વિસ્તારમાં 28.5 ટકાના દરે વસ્તી વધારો નોંધાયો છે. જિલ્લામાં જે 4.30 ટકા વસ્તી વધી છે તેમાં પુરુષોની વસ્તી 3.70 ટકા છે જ્યારે સ્ત્રીઓની વસ્તી 4.9 ટકા વધી છે. જિલ્લામાં ગાંધીનગર તાલુકાે એક માત્ર એવો તાલુકો છે જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં 35.76 ટકા વસ્તી વસે છે. જ્યારે શહેરી વિસ્તારમાં 64.24 ટકા વસ્તી વધે છે. સૌથી ઓછી શહેરી વસ્તી ધરાવતો તાલુકો માણસા છે. જ્યાં 14.69 ટકા વસ્તી શહેરી વિસ્તારમાં છે આ પછી દહેગામ તાલુકાે આવે છે જ્યાં 15.87 ટકા વસ્તી શહેરી વિસ્તારમાં નોંધાઈ છે. કલોલ તાલુકામાં 47.06 ટકા વસ્તી શહેરી વિસ્તારમાં નોંધાઈ છે. 
 
જિલ્લામાં કુલ 3,61,259 લોકો આજે પણ નિરક્ષર છે. જેમાં 2,22,153 લોકો ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. તો 1,34,106 લોકો શહગેરી વિસ્તારમાં વસે છે. આ નિરીક્ષરોમાં પણ પુરુષોની સંખ્યા 1,41,178 છે જ્યારે સ્ત્રીઓમાં 2,20,281 છે. 
આખા જિલ્લામાં સૌથી વધુ નિરીક્ષર ગાંધીનગર તાલુકામાં નોંધાયા છે. જેની સંખ્યા 1,33,554 છે, જ્યારે સૌથી ઓછા નિરીક્ષર માણસા તાલુકામાં 52,763 છે. 
 
ગાંધીનગર તાલુકો જિલ્લાનો એવો તાલુકાે છે જ્યાં સૌથી વધુ નિરક્ષર લોકો શહેરી વિસ્તારમાં નોંધાયા છે અને તેમની સંખ્યા 75,957 છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં તે સંખ્યા 56, 597 છે. ગાંધીનગર તાલુકામાં 52,836 પુરુષો નિરક્ષર અને 80,718 સ્ત્રીઓ નિરીક્ષર જણાવાયેલ છે. 

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

Show comments