Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ સ્વર્ણિમ નહી વેચાય ગયેલું ગુજરાત છે - મજપા

Webdunia
સોમવાર, 23 જાન્યુઆરી 2012 (11:47 IST)
P.R
રાજયનું વહીવટી તંત્ર સદ્દભાવના ઉપવાસ કાર્યક્રમના કારણે ઠપ્પ થઇ ગયું હોવાનો આક્ષેપ કરતા મજપા દ્વારા જણાવાયું છે કે, હિન્દુ અને મુસ્લિમોને છેતરીને તેમના મત માટે આ ચૂંટણી સ્ટંટ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા દસ વર્ષના ભાજપના શાસનમાં ગરીબો, ખેડૂતો અને મધ્યમવર્ગનો છેદ ઉડી જવા પામ્યો હોય તેવા અનેક પગલા ભરાયા છે.

મજપાના અધ્યક્ષ ગોરધન ઝડફિયાએ જણાવ્યું છે કે, સદ્દભાવના ઉપવાસના કારણે કોઇનું ભલું થવાનું નથી. મુખ્યમંત્રીએ ચૂંટણીઓ જીતવા માટે આ સ્ટંટ કર્યો છે તેનું પરિણામ ભોગવવા આગામી સમયમાં તેઓ તૈયાર રહે. તેમણે આ અંગે આક્ષેપો કરતા કહ્યું છે કે, ગરીબો તથા ખેડૂતો લૂંટાય અને પિસાય તેવું આ વાઇબ્રન્ટ, સ્વર્ણિમ અને આગવું ગુજરાત છે.

પહેલા લોકોએ એવો નારો આપ્યો હતો કે, વેચે ગુજરાત તેવું લેબલ લગાવો પરંતુ હવે વેચાઇ ગયું ગુજરાત જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. સરકાર ભ્રષ્ટ હોવાનું કહેતા વધુમાં કહ્યું હતું કે, આગામી દિવસોમાં સરકાર સામે રાજયવ્યાપી આંદોલન કરવા માટે સુરત ખાતે પ્રદેશ કારોબારીની બેઠક યોજાશે.
મજપાએ ભાજપ સરકારની વિવિધ મોરચે નિષ્ફળતાના ઉદાહરણ પણ આપ્યા હતા.


- વાઇબ્રન્ટ ગુજરાતના નામે 25 લાખ યુવાનોને રોજગારી આપવાના સપના બતાવ્યા પણ પોણા નવ લાખ શિક્ષિત યુવાનો બેરોજગાર રહ્યા.
- રાજયનું દેવું દસ વર્ષ પહેલા 32 હજાર કરોડ હતું તે 1,33,700 કરોડ થઇ ગયું
- દસ વર્ષમાં 7345 ખેડૂતોની આત્મહત્યા
- ભ્રષ્ટાચારનો આંક એક લાખ કરોડને વટાવી ગયો
- રાજયમાં 32 લાખ હેકટરમાં ગૌચર હતું તે હવે માત્ર 9 લાખ હેકટર જ બચ્યું
-1995 થી ખેડૂતોની વીજ જોડાણની 4.32 લાખ અરજી પડતર
- મહિલા સાક્ષરતાનો આંક 13મા ક્રમે પહોંચી ગયો
- ગુજરાતમાં 45 ટકા બાળકો કુપોષણથી પીડાતા હોવાનો અહેવાલ
- કેગના અહેવાલમાં ગેરરીતિઓ 2002થી 2011 સુધી 26,672 કરોડની ગેરરીતિ જાહેર થઇ
- વિધવા, નિરાધાર, અશકતો, વૃધ્ધોને અપાતી સહાયમાં કાપ,સમૂહલગ્ન, સાતફેરા, કુંવરબાઇ મામેરુ અને સરસ્વતી સાધના યોજનાની સાયકલો આપવામાં એસસી એસટી અને ઓબીસીના બદલે બીપીએલ ફરજીયાત કરીને યોજનાનો મૃત્યુઘંટ વગાડી દીધો
- સહાયકોના નામે ભરતી કરીને લઘુતમ વેતનથી પણ ઓછુ વેતન આપીને શોષણ કરાયું
- ઉત્સવોના નામે પ્રજાની તિજોરીમાંથી પૈસા લુંટાવીને ઉત્સવો કર્યા અને મુખ્યમંત્રીની પ્રસિધ્ધિ તેમજ ફોટાઓ તથા જાહેરાતો પાછળ 10 વર્ષમાં 1000 કરોડથી વધારે લૂંટાવી દેવાયા
- હિન્દુત્વનો નારો લઇને સત્તામાં બેઠેલી સરકારે ગાંધીનગરમાં જ 312 મંદિર તોડી નાખ્યા
- ગૌહત્યા અને ગૌમાંસ તેમજ લૂંટ, ચોરી બળાત્કાર ગુનાખોરીના રોજેરોજ વધતા કિસ્સા
- હરેન પંડયા, દીપેશ-અભિષેકની હત્યા અને નકલી એન્કાઉન્ટરોનો યુગ, સરકારના કરતૂતો બહાર આવ્યા
- સંઘના ગાણા ગાનારાએ વિદેશીઓ માટે લાલ જાજમ પાથરીને કરોડો લૂંટાવ્યા, ગરીબોને ઘરથાળના પ્લોટો માટે જિલ્લાઓમાં કમિટીની બેઠક પણ બોલાવાતી નથી
- પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસમાં વેટનો દર ગુજરાતમાં સૌથી વધુ.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments