Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૂરત પર મોટો પરમાણુ બોમ્બ હુમલો કરવાની તૈયારી હતી - ખુલાસો

Webdunia
P.R

યાસીન ભટકલની ધરપકડથી સૂરત પર પર પરમાણુ બોમ્બ હુમલાની ઈંડિયન મુજાહિદ્દીનનું ષડયંત્ર નિષ્ફળ થઈ ગયુ હતુ. આ ષડયંત્રને અંજામ આપવા માટે પાકિસ્તાન સ્થિત યાસીનના બોસ પરમાણુ બોમ્બ આપવાના હતા. પરણાણુ બોમ આતંકવાદીઓના હાથ સુધી પહોંચી ગયો છે. જેનો ખુલાસો એનઆઈએસના યાસીન ભટકલે પૂછપરછ દરમ્યાન કર્યો છે. ભારતીય સુરક્ષા એજન્સીઓએ આતંકીઓના હાથમાં પરમાણુ બોમ પહોંચી જવાની બાબતે ચિંતા દર્શાવી છે.

મળતી માહિતી મુજબ, ઈન્ડિયન મુજાહીદ્દીનના ભારતીય ચીફ અહેમદ ઝરાર સિદ્દીબપ્પા ઉર્ફે યાસીન ભટકલે હમણાં જ એનઆઈએને કરેલા ખુલાસામાં જણાવ્યું હતું કે તેઓ સુરતમાં પરમાણુ બોમ હમલાની યોજના બનાવી રહ્યાં હતાં. પરંતુ ભટકલને 27મી ઓગષ્ટે નેપાલ-પોખરા બોર્ડરથી પકડી લેવામાં આવ્યો હતો. યાસીન ભટકલ પાસે એનઆઈએ, ઈન્ટેલિજન્સ બ્યૂરો અને અનેક રાજ્યોની પોલિસ દ્રારા એકધારી પૂછતાછ દરમ્યાન તેમે અનેક બાબતો કબૂલી છે.

ભટકલને તપાસ અધિકારીઓને જણાવ્યું હતું કે તેણે પાકિસ્તાન સ્થિત પોતાના બોસ (રિયાઝ)ને યાસીન ભટકલે ફોન પર પૂછ્યું હતું કે તું નાના પરમાણુ બોમની વ્યસવ્થા કરી શકું છું. તે વખતે પાકિસ્તાન સ્થિત તેના બોસ રિયાઝે કહ્યું હતું કે પાકિસ્તાનમાં કોઈ પણ ચીજની વ્યવસ્થા થઈ શકે છે. યાસીને તપાસ અધિકારીઓને બતાવ્યું હતું કે રિયાઝે તેને ફોન જણાવ્યું હતું કે પરમાણુ બોમથી હુમલો થઈ શકે છે. એટલે યાસીન ભટકલે તેને સુરત પણ પરમાણુ બોમથી હુમલો કરવાની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું.

ઉલ્લેખનીય છેકે 2008માં દિલ્હી, જયપુર અને અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ દરમ્યાન આતંકી આતિફ અમીન સાથે મળીને 27 બોમ્બ બનાવ્યા હતા. સુત્રોએ જણાવ્યું કે યાસીન પોત પણ ઇન્ડિયન મુજાહિદીનમાં પણ બોમ્બ બનાવતો હતો.પૂછપરછ દરમ્યાન ભટકલે બીજા પણ ઘણા ઘટસ્ફોટ કરતા કહ્યું કે પાકિસ્તનમાં ઇન્ડિયન મુજાહીદીન અને બીજા આતંકવાદીઓને આર્મીની ટ્રેનિંગ આપવામાં આવે છે અને પાકિસ્તાનની મદદથી આતંકવાદીઓને ઉચ્ચસ્તરીય ટ્રેનિંગ આપવામાં આવે છે.

ટ્રેનિંગમાં સવારે હથિયારોને કેવી રીતે સાચવવા અને વિસ્ફોટકોની તેમજ બંદુક અને AK 47 ચલાવવાની તાલીમ આપવામાં આવે છે. ખાસ આ ટ્રેનિંગમાં ભારતીય હથિયારો LMG અને SLR કેવી રીતે ચલાવવી એ પણ શિખવવામાં આવે છે. આ ટ્રેનિંગમાં બોમ્બ વિસ્ફોટ કેવી રીતે કરવો એનું પણ જ્ઞાન આપવામાં આવે છે અને આ ટ્રેનિંગ 50 દિવસ ચાલે છે. સૂત્રોએ જણાવ્યું કે દરેક યોજાનાને પાર પાડવા માટે યાસીન સતત રિયાજના સંપર્કમાં રહતો હતો અને રિયાજે 2013માં ભટકલને 17 લાખ રૂપિયા પણ મોકલાવ્યા હતાં જેમાંથી 25 હજાર રોજ તેના વ્યક્તિગત ખર્ચ માટે હતાં.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments