Webdunia - Bharat's app for daily news and videos

Install App

સસરા કહે છે - તૂ મારી ગર્લફ્રેંડ છે, હવે પત્ની બન....

Webdunia
શુક્રવાર, 1 જુલાઈ 2016 (14:10 IST)
મધ્યપ્રદેશના હોશંગાબાદ જીલ્લામાં એક નવવિવાહિતાએ પોતાના સસરા પર સનસનીખેજ આરોપ લગાવ્યો છે. વહુએ પોલીસને કરેલ ફરિયાદમાં કહ્યુ કે સસરા તેની સાથે અશ્લીલ હરકતો કરે છે. 
 
ઈટારસીના ભીલાખેડીના રંગીન મિજાજ સસરાની ગત મંગળવારે વહુએ એસપીને ફરિયાદ કરી. વહુના મુજબ 50 વર્ષીય સસરા તેમની સામે ભદ્દી વાતો કરવા ઉપરાંત અશ્લીલ પ્રસ્તાવ પણ મુકે છે. 
 
મહિલાએ જણાવ્યુ કે બે મહિના પહેલા તેના લગ્ન ભીલાખેડીના રહેવાસી એક યુવક સાથે થયા. થોડા દિવસ પછી સસરા તેને ખરાબ નજરોથી જોવા લાગ્યા. અશ્લીલ વાતો કરવા લાગ્યા. 
 
પીડિતે જણાવ્યુ કે લગ્નના થોડા દિવસ પછી સસરાની હરકતો શરૂ થઈ ગઈ. એક બે વાર ભૂલ સમજીને બધી વાતો નજરઅંદાજ કરી પણ તેમની હરકતો વધતી ગઈ. મહિલાનો આરોપ છે કે સસરા કહે છે કે તૂ મારી ગર્લફ્રેંડ છે, હવે જલ્દી મારી પત્ની બની જા. 
 
પિતા અને ભાઈ સાથે પહોંચી પોલીસ સ્ટેશન - સસરાને રંગે હાથે પકડવા માટે નવવધુએ તેની અશ્લીલ વાતોનો ઓડિયો બનાવ્યો અને પતિને સંભળાવ્યો. પતિએ ઉપરથી તેને જ દોષી ઠેરવી. થોડા દિવસો પહેલા પતિએ પત્નીને ખૂબ મારી. ત્યારબાદ મહિલાએ પોતાના પિયરના લોકોને સાસરિયે બોલાવીને બધી વાત કરી. મંગળવારે મહિલા પિતા અને ભાઈ સાથે એસપી આશુતોષ પ્રતાપ સિંહને મળી અને ફરિયાદ કરી. ત્યારબાદ દેહાત પોલીસ સ્ટેશનમાં અરજી કરી. 
 
વડીલ પર છેડછાડનો આરોપ, આત્મહત્યા કરી - બીજી બાજુ કટની જીલ્લાના સિહોરામાં એક વડીલે છેડછાડના આરોપથી દુખી થઈને આત્મહત્યા કરી લીધી. એવુ કહેવાય છે કે એક મહિલાએ 62 વર્ષીય વડીલ લચ્છી પ્રસાદ લોઘીની બહોરીબંધ પોલીસમથકમાં છેડછાડની ફરિયાદ કરી હતી. આ ઉપરાંત સાર્વજનિક રીતે મહિલાએ વડીલની મારપીટ કરી. આ અપમાનથી દુખી વડીલે ચોકી બાકલના એક ખેતરમાં જઈને કેરીના ઝાડ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી.  

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments