Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિશ્વ કેન્સર દિવસ - વિજ્ઞાનમાં મનુષ્યને સ્વસ્થ રાખવાની અકલ્પનીય તાકાત

Webdunia
બુધવાર, 4 ફેબ્રુઆરી 2015 (11:32 IST)
''પુખ્ત કોષને સ્ટેમ સેલમાં ફેરવીને માણસના શરીરના વિવિધ ક્ષતિગ્રસ્ત અવયવોને પુનઃ અસરકારક રીતે કાર્યરત કરવાની શોધને કેટલોક સમય થઇ ગયો છે અને હવે સમય છે તેના વિશ્વવ્યાપી અમલીકરણનો. આમ છતાં ક્ષતિગ્રસ્ત જટિલ કેન્સર માટેના જવાબદાર જનીનો અને તેની અંદરના જવાબદાર પ્રોટીન્સ શોધવાનું કામ લાંબુ ચાલશે અને એવી જ રીતે એચઆઇવી પીડીત દર્દીને સંપૂર્ણ સાજો કરવામાં પણ સમય લાગશે. પરંતુ મને વિશ્વાસ છે કે માણસની સંપૂર્ણ ઈમ્યુન સીસ્ટમ અને વિવિધ રોગો માટેની જવાબદાર ખામીયુક્ત સીસ્ટમને શોધીને, મૂળમાંથી જ વધુ સારી સીસ્ટમ રીપ્લેસ કરવામાં હવે વધુ સમય નહીં લાગે. એવું થશે ત્યારે સ્વસ્થ માણસનું શરીર વધુ સ્વસ્થ બની જશે અને રોગગ્રસ્ત માણસનું શરીર સ્વસ્થ બની જશે. વિજ્ઞાાન માણસને અમર તો નહીં બનાવે, પણ જીવશે ત્યાં સુધી સ્વસ્થ રાખશે તેવો મને વિશ્વાસ છે.'' એક વિશેષ મુલાકાત વાત કરતાં ફીઝીયોલોજી અને મેડીકલ ક્ષેત્રે નોબેલ પારિતોષિક વિજેતા અને 'ફાધર ઓફ ક્લોનીંગ' તરીકે જાણીતા યુકેના સર જ્હોન ગર્ડને આ મુજબ જણાવ્યું હતું. ૧૯૫૮માં સર જ્હોન ગર્ડને ઝેનોપસ ટેડપોલના સોમેટીક કોષમાંથી અક્ષત ન્યુકલેઇ લઇને ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે એક દેડકાનું સફળ ક્લોનીંગ કરીને ક્રાન્તિ સર્જી દીધી હતી. તેને પગલે, તેમના જ સિધ્ધાંતો પર ૧૯૯૬-૯૭માં ડોલી નામના ઘેટાનું સફળ ક્લોનીંગ કરાયું હતું અને એ પછી ક્ષતિગ્રસ્ત માનવઅંગોમાંથી ડીફેક્ટેડ કોષોની જગ્યાએ એમ્બ્રીયોનીક અથવા ઓટોલોગસ સેલ્સને હેલ્ધી રીતે વિકસાવીને ટ્રાન્સપ્લાન્ટ કરવાની નવી સારવાર પધ્ધતિ વિકસાવી છે. જે પધ્ધતિ ભાવિ સારવાર પધ્ધતિનું ક્રાન્તિકારી પગલું છે અને માણસ જીવે ત્યાં સુધી તેને સ્વસ્થ રાખી શકાય તેવી શક્યતાનું નિર્માણ થયું છે.
સર જ્હોને 'ન્યુક્લીયર પ્રોગ્રામીંગ એન્ડ સેલ રીપ્લેસમેન્ટ પ્રોસ્પેક્ટસ' વિશે વધુ વાત કરતાં કહ્યું, ''ઈ.સ. પૂર્વે ૧૮૦૦માં માયા સંસ્કૃતિમાં દાંત બદલવાનું શરુ થયું, ત્યારથી બોડી પાર્ટસ રીપ્લેસમેન્ટનો ઈતિહાસ શરુ થયો એમ કહેવાય. એ પછી સીધા જ ૧૯૫૦ના દસકા પર આવીએ, તો ત્યારે સિધ્ધ થયું કે આપણા શરીરનું ગઠન કરતાં વિવિધ ભાગોના કોષો તે ભાગ પૂરતા લગભગ સરખા છે. ભાગ્યે જ એવું જોવા મળે કે ચામડીના કોષો મગજમાં હોય કે લીવરના કોષ હૃદયમાં હોય. હવે વાત કરીએ, ન્યુક્લીયર ટ્રાન્સફર કે સેલ ફ્યુઝનની. સ્પેશિયલાઇઝડ એડલ્ટ કોષને લેબોરેટરીમાં કરોડોની સંખ્યામાં વિકસાવીને, શરીરના એ જ ભાગમાં ઓરીજીનલ ન્યુક્લીયર ટ્રાન્સફર કરી શકાય છે અને અવયવને વધુ સુદ્રઢ કરી શકાય છે. જેમાં વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ રીતે રખાય છે. જેમાં 'સ્ટેબીલીટી ઓફ સેલ ડીફરન્શીએશન' અગત્યનું પરિબળ છે. આ પ્રક્રિયામાં ઈન્ડયુસ્ડ પલ્યુરીપોટેરી સ્ટેમ સેલ્સમાં ઈએસ સેલનો ઉપયોગ ડ્રગ ટેસ્ટ કરવા પણ થઇ શકે, જે માંદા માણસમાંથી લેવા પડે, જે ભાવિ માનવજાત માટે નવી સારવારની પધ્ધતિ વિકસાવવામાં મદદ કરે. માણસના ફોટો રીસેપ્ટર સેલ્સમાં ઉંમરના લીધે ફેરફાર થાય છે અને જ્યારે એનામાં તંદુરસ્ત કોષો અને ન્યુક્લીયર ટ્રાન્સફરનો વિચાર આવે છે ત્યારે એ પ્રક્રિયા કરનાર ડોકટર અને સર્જનની જવાબદારી નક્કી કરવાના એથીકલ અને લીગલ ઈસ્યુ છે એ પણ વ્યવસ્થિત વૈશ્વિક તાલીમ બાદ ઉકલી જશે એવી આશા છે. ઉપરાંત, આ ખર્ચાળ પધ્ધતિ હોવાથી વિવિધ દેશોમાં નેશનલ હેલ્થ પોલીસીમાં પણ આવરી લેવાશે એવી આશા છે. એજેડ અથવા નોનફંકશનલ સેલ્સનું રીપ્લેસમેન્ટ સર્વસામાન્ય બાબત આવનાર બે દાયકામાં બની શકશે.''આ પ્રસંગે ઝાયડસ કેડીલાના ચેરમેન અને મેનેજીંગ ડીરેકટર શ્રી પંકજ આર. પટેલે કહ્યું, ''આવનારા સમયમાં ઈનોવેશન અને નવી શોધોના સથવારે નવા જ્ઞાાનના સર્જન અને અમલીકરણ દ્વારા મામસજાત માટેની નવી અને વધુ અસરકારક સારવાર પધ્ધતિ ઊભી કરવા અમે કટિબધ્ધ છીએ.'' ત્રણ દિવસના આ સિમ્પોઝીયમમાં ભારત અને વિદેશના ૫૦૦ ડેલીગેટ્સ ભાગ લઇ રહ્યા છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments